ETV Bharat / state

વલસાડ જિલ્લામાં 6 દિવસ પહેલા ચોમાસાનો થયો પ્રારંભ - Gujarat Weather

સામાન્ય રીતે દક્ષિણ ગુજરાત અને વલસાડ જિલ્લામાં સૌથી પ્રથમ ચોમાસાનો પ્રારંભ થતો હોય છે. દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં મુંબઈ બાદ ચોમાસુ પ્રવેશ કરતું હોય છે અને દર વર્ષે જૂન માસની 15 તારીખ બાદ ચોમાસુ વલસાડ જિલ્લામાં આગમન થાય છે. પરંતુ આ વર્ષે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર છ દિવસ પૂર્વે જ વલસાડ જિલ્લામાં ચોમાસાનું આગમન થઇ ગયું છે જેના કારણે ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી છે.

વલસાડ જિલ્લામાં 6 દિવસ પહેલા ચોમાસાનો થયો પ્રારંભ

author img

By

Published : Jun 9, 2021, 7:51 PM IST

  • 6 દિવસ પહેલાં જ વલસાડ જિલ્લામાં થઈ ગયું ચોમાસાનું આગમન
  • સામાન્ય સંજોગોમાં 15 જૂન બાદ ચોમાસાનું આગમન વલસાડ જિલ્લામાં થાય છે
  • વલસાડ જિલ્લામાં 7 તારીખ થી અનેક તાલુકાઓમાં વરસાદની હેલી નોંધાય છે
  • વલસાડ શહેરમાં પણ આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો
  • ધરમપુર અને કપરાડા તાલુકામાં ચોમાસા દરમિયાન 100 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે

    વલસાડઃ સામાન્ય સંજોગોમાં મહારાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતથી ચોમાસુ વલસાડ જિલ્લાથી પોતાનું આગમન શરૂ કરે છે અને ગુજરાતમાં પ્રવેશે છે. ત્યારે આ વર્ષે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર વલસાડ જિલ્લામાં 6 દિવસ પહેલા જ ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. એટલે કે 15 જૂન બાદ આવતો વરસાદ આ વર્ષે તારીખ 7 જૂનથી જ શરૂ થઈ ગયો છે. વલસાડ જીલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં ચોમાસા દરમિયાન ૧૦૦ ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે.
    વલસાડ જિલ્લામાં 6 દિવસ પહેલા ચોમાસાનો થયો પ્રારંભ

    છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતો વાવણી માટે બીયારણ લેવા પણ ઉમટી રહ્યા છે.

    6 દિવસ પહેલા જ આવી પહોંચેલું ચોમાસુ ધીરે ધીરે હવે આગળ વધી રહ્યું છે જેને પગલે વલસાડ જિલ્લાના ધરમપુર કપરાડા ઉમરગામ પારડી વલસાડ જેવા અનેક તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી બપોર બાદ વાદળછાયુ વાતાવરણ થઇ અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે .તો બીજી તરફ વરસાદી માહોલ લઈને ખેડૂતોમાં આનંદની લાગણી છે. જેને પગલે હવે ડાંગરના પાક ઉપર નિર્ભર રહેતા ખેડૂતો પોતાના ખેતરમાં ડાંગર નાખવા માટે ડાંગરનું બિયારણ લેવા માટે ઉમટી રહ્યા છે.

આ પણ વાંચોઃ Olympics 2036 : ગુજરાતે યજમાની માટે તૈયારીઓ શરૂ કરી, AUDA એ બહાર પાડ્યું ટેન્ડર

આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી 63 એમએમ વરસાદ નોંધાયો
વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે વલસાડ જિલ્લાના છ તાલુકામાં 6:00થી લઇ બપોરે બે વાગ્યા સુધીમાં 63 એમએમ જેટલો વરસાદ નોંધાયો છે વલસાડ તાલુકામાં ચાર એમ એમ પારડી તાલુકામાં 15 એમ એમ વાપી તાલુકામાં 14 એમ.એમ., ઉમરગામ તાલુકામાં 10 એમ્ એમ. ધરમપુર તાલુકામાં 15 એમ.એમ, કપરાડા તાલુકાના 15 એમ.એમ, આમ બપોરે બે વાગ્યા સુધી વિવિધ તાલુકાઓમાં કુલ 65 એમએમ જેટલો વરસાદ નોંધાયો છે. આમ વલસાડ જિલ્લામાં છ દિવસ વહેલાં ચોમાસું આવી પહોંચ્યું છે અને તેને લઈને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ Solar Eclipse 2021 : આ વખતનું સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય, મોટા ભાગની રાશિઓ માટે અશુભ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.