- વલસાડ સવારે 6 વાગ્યાથી જ વરસાદ શરૂ
- ઉમરગામ તાલુકાના 8 ઇંચ વરસાદ ખાબક્યો
- અનેક વિતારોમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન
વલસાડ : શહેરમાં આજે રવિવારે વહેલી સવારે 6 વાગ્યાથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ગાજવીજ સાથે વરસેલા મુશળધાર વરસાદને પગલે એક તરફ ખેડૂતો ગેલમાં આવી ગયા હતા. તો ડાંગરની ફેર રોપણી માટે કે ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા હતા. આ તમામ ખેડૂતોએ મેઘરાજાની એન્ટ્રી થતા હાશકારો અનુભવ્યો હતો.
પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીનો છેદ ઉડયો
પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રિ-મોન્સૂન મોટા ઉપાડે સાફ સફાઈ કરી હોવાની વાતો કરવામાં આવી હતી. પરંતુ વરસાદ થતા જ કામગીરીનો છેડ ઉડાડી દેતા અનેક વરસાદી ગટરો ઉભરાઇ હતી અને રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા.
આ પણ વાંચો : Jamnagar Rain: ભારે પવન સાથે વરસાદ, અનેક જગ્યાએ વૃક્ષો થયા ધરાશાયી
રાહદારી અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
શહેરના અનેક નીચાણવાળા વિસ્તાર જેવા કે મોગરવાડી ગરનાળા, દાણા બજાર, વલસાડ પારડી જેવા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. વરસાદી પાણીમાંથી વાહનો કાઢવા જતા અનેક બાઈક બંધ થઈ ગઈ હતી. કાર પણ બંધ થતા વાહનોને ધક્કો મારતા લોકો જોવા મળ્યા હતા. આમ, વરસાદને કારણે રાહદારી અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો : Junagadh Rain Update: માંગરોળ, માળીયા અને માણાવદર પંથકમાં એકથી લઇને બે ઇંચ સુધીનો વરસાદ
ઉમરગામમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ પડ્યો
જિલ્લામાં આજે વહેલી સવાર થી પડેલા વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો ઉમરગામ 8 ઇંચ,કપરાડા 1 ઇંચ, ધરમપુર 3 ઇંચ, વલસાડ 4 ઇંચ, વાપીમાં 6 ઇંચ જેટલો વરસાદ માત્ર બે કલાક સવારે 8થી 10 દરમિયાન નોંધાયો છે. જિલ્લામાં 2 કલાક કુલ 6 તાલુકામાં મળી 23 ઇંચ વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી મેઘરાજાએ જિલ્લામાં એન્ટ્રી કરતા વતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
આ પણ વાંચો -
- પાટણમાં વરસાદ બંધ થયા પછી પણ પાણી ભરાયા
- ટીટોડીએ મૂક્યા મકાનની છત પર ઈંડા, આગાહીકારોએ કરી સારા વરસાદની આગાહી
- બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
- દ્વારકા જિલ્લાના અનેક ગામડાઓ બન્યા સંપર્ક વિહોણા, સરકાર પાસે સ્થાનિકોની અરજ
- બુધવારે સાંજથી હૈદરાબાદમાં ભારે વરસાદ, અનેક વિસ્તારમાં ભરાયા પાણી