ETV Bharat / state

મોબાઈલ બાળકોના વિકાસનો દુશ્મન છે: અશોક ધ્યાનચંદ

વલસાડ જિલ્લાના પારડી ખાતે આવેલી વલ્લભ સંસ્કારધામ, શ્રીમતિ શોભાબેન પ્રતાપભાઈ પટેલ બોર્ડિંગ સ્કૂલમાં 7માં વાર્ષિક સ્પોર્ટ્સ-ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભારતને હોકી વર્લ્ડ કપ જીતાડનારા મેજર ધ્યાનચંદના પુત્ર અશોક ધ્યાનચંદ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.

Valsad
વલસાડ
author img

By

Published : Jan 24, 2020, 6:02 PM IST

વલસાડ: વલસાડ જિલ્લાના પારડી ખાતે આવેલી વલ્લભ સંસ્કારધામ, શ્રીમતિ શોભાબેન પ્રતાપભાઈ પટેલ બોર્ડિંગ સ્કૂલમાં સાતમા વાર્ષિક સ્પોર્ટ્સ-ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 1થી 8ના તમામ વિદ્યાર્થીઓએ વિવિધ રમતમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભારતને હોકી વર્લ્ડ કપ જીતાડનારા મેજર ધ્યાનચંદના પુત્ર અશોક ધ્યાનચંદે હાજરી આપી હતી. તેઓ હાલમાં ટીમ હોકીના મેનેજર છે.

મોબાઈલ બાળકોના વિકાસનો દુશ્મન છે: અશોક ધ્યાનચંદ

તેમણે ઈટીવી ભારત સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, કુમળી વયના બાળકોને જે રીતે વાળવા હોય તે રીતે વળી શકે છે. જેથી બાળપણથી જ તેમનામાં ખેલ પ્રત્યે રુચિ વધે તેવી તકેદારી માતા-પિતાની તો છે જ. સાથે સ્કૂલના શિક્ષકોને પણ છે તેમણે જણાવ્યું કે, કોઈપણ રમતને માત્ર રમત તરીકે નહીં જોતાં તેને સ્કૂલના વિષય તરીકે લેવી જોઈએ જેથી ભવિષ્યમાં આવનારા ઓલમ્પિકમાં ભારતને વધુમાં વધુ મેડલ મળી શકે.

તેમણે કહ્યું કે, કુમળી વયના બાળકોના માનસ ઉપર સૌથી વધુ ખતરો હોય તો તે મોબાઈલનું દૂષણ છે. બાળકોને મોબાઈલનો ઉપયોગ કરતા અટકાવવા જોઈએ અને તેમને આઉટડોર રમત તરફ વાળવા જોઈએ. જેથી કરીને તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને ખેલ પ્રત્યે પણ તેમની રૂચિ જળવાઈ રહે.

Intro:વલસાડ જિલ્લાના પારડી શહેર ખાતે આવેલી વલ્લભ સંસ્કારધામ શ્રીમતિ શોભાબેન પ્રતાપભાઈ પટેલ બોર્ડિંગ સ્કૂલમાં સાતમો વાર્ષિક સ્પોર્ટ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમગ્ર ભારતને હોકીમાં વર્લ્ડ કપ અપાવનાર મેજર ધ્યાનચંદ ના પુત્ર અશોક ધ્યાનચંદ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમણે હાજરી આપી બાળકોમાં ઉત્સાહ પુર્યો હતો

Body:પારડી શહેરમાં આવેલી શ્રી વલ્લભ સંસ્કારધામ અને શ્રીમતી શોભનાબેન પ્રતાપભાઈ પટેલ બોર્ડિંગ સ્કૂલમાં સાતમો વાર્ષિક રમતોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી જેમાં ધોરણ ૧ થી લઈને ધોરણ ૮ સુધીના તમામ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો જેમાં સો મીટર દોડ રિલે દોડ સહિત વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવા માટે સમગ્ર ભારતને જેના ઉપર ગર્વ છે એવા અને હોકી ટીમમાં વિશ્વ વિજેતા બનનાર મેજર ધ્યાનચંદના પુત્ર અશોક ધ્યાનચંદે હાજરી આપી હતી તેઓ હાલ ટીમ ઇન્ડિયા હોકી ટીમના મેનેજર તેમણે etv ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે કુમળી વયના બાળકોને જે રીતે વાળવા હોય તે રીતે મળી શકે છે જેથી નાનપણથી જ તેમનામાં ખેલ પ્રત્યે રુચિ વધે તેવી તકેદારી માતા-પિતાની તો છે જ સાથે સ્કૂલના શિક્ષકોને પણ છે તેમણે જણાવ્યું કે કોઈપણ રમતને માત્ર રમત રીતે નહીં પરંતુ સ્કૂલોમાં તેને વિષય તરીકે લેવો જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આવનારા ઓલમ્પિક ખેલોમાં ભારતના ખોળે અનેક મેડલ અપાવી શકે જોકે સરકાર દ્વારા fit ઇન્ડિયા મૂવમેન્ટ સહિત ખેલો ઇન્ડિયા જેવા અનેક આયોજનો થઇ રહ્યા છે ત્યારે આગામી 2024 ના ઓલમ્પિકમાં ભારત ના ખોડે અનેક મેડલો મળશે એવું ખેલ મંત્રાલયએ અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જણાવ્યું છે તેવું તેમણે કહ્યું હતું તો સાથે સાથે વર્તમાન સમયના યુવાવર્ગ નો વધુ ઝોક ક્રિકેટ જેવી ગેમ ઉપર વધુ છે અને હોકી જેવા ખેલ પ્રત્યે ભારતનું ભવિષ્ય શું રહેશે આ બાબતે તેમણે કહ્યું કે પ્રથમ તો કુમળી વયના બાળકોના માનસ ઉપર સૌથી વધુ ખતરો હોય તો તે મોબાઈલનું દૂષણ છે બાળકોના હાથમાંથી મોબાઇલ લઇ લેવો જોઈએ અને તેમને આઉટડોર ગેમ રમતા શીખવું જોઈએ જેથી કરીને તેમનું સ્વાસ્થ્ય સારું રહે પરંતુ ખેલ પ્રત્યે પણ તેમની રૂચિ જળવાઇ રહે અને તેઓ પોતાના મનગમતા ખેલના વિષયમાં આગળ વધી શકે તેમણે એમ કહ્યું કે વર્તમાન સમયમાં લોકો પૈસાની પાછળ વધુ દોડ લગાવે છે અને પરિવારના માતા-પિતા પણ એવું ઈચ્છે છે કે તેમના પુત્રને ભલે તે ગમે તે રમતના ફિલ્મ હોય પરંતુ પૈસો વધુ મળવો જોઇએ જ્યારે અમારા સમયમાં પૈસા ને ગૌણ સમજવામાં આવતો હતો અને તે સમયે મહત્વ હતું કે ભારતનો ધ્વજ લઈ તેને વિશ્વ ફલક ઉપર આગળ કઈ રીતે વધારવું એ તમામ ખેલાડીનું સ્વપ્ન હતું પણ હાલમાં તમામ ચીજો ઉપર પૈસા હાવી થઈ ગયો છે તેમણે કહ્યું કે બાળકોને એવા કાબીલ બનાવીએ કે તે તેમની મનગમતી રમતોમાં પોતાનું ભવિષ્ય બનાવી શકે તેમણે એ વાતનો પણ દુઃખ વ્યક્ત કર્યું કે પાછલા ઓલમ્પિકમાં માત્ર ગણતરીના મેડલ જ ભારત મેળવી શક્યુ હતું અને એમાં પણ મેડલો લાવનારી માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલી મહિલાઓ હતી તેમણે ભારતનું નાક બનાવ્યું છે તો સાથે જ તેમણે એમ પણ કહ્યું કે સરકારની fit ઇન્ડિયા મૂવમેન્ટ અને ખેલો ઇન્ડિયા જેવી યોજનાઓ આગામી વર્ષમાં સારા પરિણામ લાવશે

Conclusion:સાતમા વાર્ષિક રમતોત્સવ માં આજે સ્કૂલ સંચાલકો આચાર્ય નગરપાલિકાના સભ્યો વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારી સહિત અનેક અગ્રણીઓએ હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો

બાઈટ_1 અશોક ધ્યાનચંદ( મેજર ધ્યાનચંદ ના પુત્ર ઇન્ડિયન હોકી ટિમ મેનેજર)

બાઈટ _2 દેવેન્દ્ર જૈન (આચાર્ય)

વીડિયો વિથ વી ઓ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.