વલસાડ : કોરોનાના 21 દિવસના લોકડાઉનમાં સરકારે 'વર્ક એટ હોમ' નું સૂત્ર અમલમાં મૂક્યું છે, ત્યારે આ સૂત્રને વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધારાસભ્ય અને રાજ્યપ્રધાન રમણ પાટકર બખૂબી નિભાવી રહ્યાં છે. સામાન્ય દિવસોમાં શનિવારે અને રવિવારે રમણ પાટકરના ઘરે લોકોનો મેળાવડો જામતો હોય છે. જેમાં તમામ લોકોના વિવિધ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવતું હોય છે. જો કે, હાલ કોરોનાની મહામારી દરમિયાન 21 દિવસનું લોકડાઉન જાહેર થયું હોવાથી રમણ પાટકર પોતાના ગામ ઘોડિપાડા ખાતે પોતાના ઘરે રહીને લોકોને મદદરૂપ થઇ રહ્યાં છે.
રાજ્યપ્રધાન કોરોનાના કહેર વચ્ચે ઘરે રહીને પણ થઈ રહ્યા છે લોકોને મદદરૂપ - લોકડાઉન
દેશમાં ફેલાયેલી કોરોના વાઇરસની મહામારીને નાથવા સરકારે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે, ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આદિજાતિ વનમંત્રી રમણ પાટકર પોતાનાં ઘરે રહીને પણ પ્રજાલક્ષી સેવા બજાવી રહ્યાં છે.