- પોર્ટ આવવાથી કોઈ નૂકસાન થશે નહીંઃ રમણલાલ પાટકર
- એક સમયે પોર્ટનો વિરોધ કરતા હતા હવે ગામલોકોને વિરોધ નહીં કરવા જણાવ્યું
- પોર્ટથી દરેકનો વિકાસ થશેઃ રમણલાલ પાટકર
વસસાડઃ જિલ્લાના ઉમરગામ, નારગોલ, તડગામ, મરોલી સહિતના કાંઠા વિસ્તારમાં મોટી સંખ્યામાં માછીમારોની વસ્તી છે. આ સાગરખેડુઓ માટે અરબ સાગર ખેડવો અને માછલીઓ પકડી વેચાણ કરવું એ જ મુખ્ય વ્યવસાય છે. આ વિસ્તારમાં કાર્ગો પોર્ટ આવવાની વાતને લઈને વર્ષોથી સ્થાનિક લોકો પોર્ટના નિર્માણનો વિરોધ કરતા આવ્યાં છે. ઉમરગામ તાલુકામાં નારગોલ ગામ ખાતે પ્રાઇવેટ કાર્ગો પોર્ટને લઈને સ્થાનિક માછીમારોની રોજગારી છીનવાઈ જવાની ભીતિએ અહીં ઘણા વર્ષોથી તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પોર્ટનો વિરોધ નહીં કરવા ધારાસભ્ય અને રાજ્યપ્રધાન રમણલાલ પાટકરે જણાવ્યું હતું
આ પણ વાંચોઃ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનારા ભાજપના કાર્યકરો ભાજપ સાથે જ છેઃ રમણ પાટકર
માછીમારો-ગામના લોકોને વિરોધ નહીં કરવા સમજાવ્યું
આ વિરોધમાં જ સ્થાનિક ધારાસભ્ય રમણલાલ પાટકર પણ ચૂંટણી જીતતા આવ્યાં છે. જો કે હવે ખુદ રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, અહીં પોર્ટ આવશે તો ફાયદો થશે. રાજ્યપ્રધાન રમણલાલ પાટકરે આ માટે જાણે પ્રાઇવેટ પોર્ટ સાથે ખાસ ડિલ કરી હોય તેમ સ્થાનિક માછીમારોને પોર્ટનો વિરોધ નહીં કરવા સમજાવ્યા હતા.
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર-વેરાવળના 700 ખલાસીઓ આવવાની માહિતી સાથે સ્થાનિક માછીમારીઓએ વિરોધ નોંધાવ્યો
પોર્ટ દરિયાની અંદર બનશે
પાટકરે રવિવારે વિશ્વ વન દિવસ નિમિત્તે નારગોલ ખાતે ઉપસ્થિત રહી ગામના લોકોને જણાવ્યું હતું કે આગામી દિવસમાં અહીં પોર્ટ આવશે. પોર્ટનો કોઈએ વિરોધ કરવો નહીં, પોર્ટ દરિયાની અંદર બનશે. કાંઠા વિસ્તારમાં કોઈને કાઈ નુકસાન થશે નહીં એટલે તેનો વિરોધ કરવો નહીં.
કચ્છ-મદ્રાસ-મુંબઇનો વિકાસ પોર્ટને કારણે થયો
પાટકર પોર્ટના નિર્માણની જાણે ભલામણ કરતા જણાવ્યું હતું કે કચ્છનો વિકાસ કંડલા પોર્ટ આવવાથી થયો છે. મદ્રાસ અને મુંબઇનો વિકાસ પણ પોર્ટ આવ્યા બાદ થયો છે. એટલે વિકાસ કરવો હોય તો પોર્ટ માટે વિરોધ કરવાને બદલે તેને આવકારવું જોઈએ.