- કોરોનાની ચેઇન તોડવા સ્વૈચ્છિક બંધ
- વેપારીઓ-નગરજનોનોએ સ્વૈચ્છિક બંધને આપ્યો પ્રતિસાદ
- કલેક્ટરે વેપારીઓ-નગરજનોનો આભાર પ્રગટ કર્યો
વલસાડ: આ અંગે ETV ભારત સાથે વાત કરતા કલેક્ટર આર. આર. રાવલે જણાવ્યું હતું કે,રવિવારના બંધના એલાનને પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો છે. લોકોએ એક દિવસ માટે પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા છે. જો આવી જ તકેદારી રાખીશું, તો કોરોનાની ચેઇન તોડવામાં આપણને જરૂર સફળતા મળશે.
આ પણ વાંચો: મહેસાણામાં બે દિવસ રવિવારે બજારો બંધ રહ્યા, વાહનચાલકો બેફામ ફર્યા
આ પણ વાંચો: કેશોદની કોરોના સામે જંગ, શહેર 48 કલાક માટે સ્વૈચ્છિક બંધ
વેપારીઓએ-નગરજનોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો
વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલે પણ વાપીના વેપારીઓ-નગરજનોનો આભાર માન્યો હતો. વિઠ્ઠલ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની વૈશ્વિક મહામારીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે કલેક્ટર દ્વારા અપાયેલા સ્વૈચ્છિક બંધને વાપીના વેપારીઓએ-નગરજનોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો છે.