ETV Bharat / state

વાપીના ડુંગરા આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસરોએ કોરોનાની રસી લીધી

author img

By

Published : Jan 17, 2021, 5:35 PM IST

વલસાડ જિલ્લામાં કોરોના વેક્સિનને લઈને આરોગ્ય કર્મીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લાના કુલ 6 કેન્દ્ર પર શનિવારના પ્રથમ દિવસે 511 કોરોના વોરિયર્સ દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી હતી. જેમાં મેડિકલ ઓફિસરોએ પણ વેક્સિન લઈ કોરોના સામે રક્ષણ મેળવ્યું હતું.

ETV BHARAT
વાપીના ડુંગરા આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ ઓફિસરોએ કોરોનાની રસી લીધી
  • વલસાડમાં 6 કેન્દ્રો પર 511 હેલ્થકેર વર્કરે વેક્સીનેશન કર્યું
  • વાપીના ડુંગરા ખાતે મેડિકલ ઓફિસરોએ પણ વેક્સિનના ઇન્જેક્શન લીધાં
  • જિલ્લામાં સૌથી વધુ ડુંગરા UPHC ખાતે વેક્સિન નોંધાઇ

વલસાડ: જિલ્લાના 6 કેન્દ્રો પર શનિવારે કોરોના વેક્સિનનો પ્રારંભ થયા બાદ પ્રથમ દિવસે કુલ 511 હેલ્થકેર કર્મચારીઓએ કોરોનાની રસી લીધી હતી. વેક્સિનેશન પ્રક્રિયામાં વાપીના ડુંગરા ખાતે તાલુકા હેલ્થ ઓફિસરોએ પણ અદમ્ય ઉત્સાહ બતાવી કોરોનાની રસી મુકાવી હતી.

ડુંગરા UPHC ખાતે કુલ 120 હેલ્થકેર કર્મીઓનું વેક્સીનેશન

વાપીના ડુંગરા આરોગ્ય કેન્દ્ર ખાતે શનિવારે સવારથી સાંજના 5 વાગ્યા સુધીમાં જિલ્લાના અન્ય કેન્દ્રો કરતા સૌથી વધુ વેક્સીનેશન થયું હતું. ડુંગરા UPHC ખાતે કુલ 120 હેલ્થકેર કર્મીઓએ વેક્સીનેશન કર્યું હતું. જેમાં આરોગ્ય કર્મીઓમાં તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.મૌનિક પટેલ, નાની દાંતીની મેડિકલ ઓફિસર ડૉ.હિરલ, વાપીના મેડિકલ ઓફિસર ડૉ.સીની પાંડે, છીરીના મેડિકલ ઓફિસર ડૉ.દર્પણ, વટારના મેડિકલ ઓફિસર ડૉ.જગદીશ અને ઓપરેટર કેતને અદમ્ય ઉત્સાહ બતાવી સાંજે તમામ લોકોના વેક્સીનેશન બાદ પોતે પણ કોરોનાની રસી લઈ નીડરતા બતાવી હતી.

તાલુકા હેલ્થ ઓફિસર-મેડિકલ ઓફિસરોએ પણ કોરોનાની રસી મૂકાવી

ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં શનિવારે 6 આરોગ્ય કેન્દ્રો પર વેક્સીનેશન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. જેમાં વલસાડના ધરાસણા PHC ખાતે 118, પારડી CHC ખાતે 110, ઉમરગામના દહેરી PHC ખાતે 58, ધરમપુરના SDH ખાતે 65, કપરાડાના માંડવા PHC ખાતે 40 અને વાપીના ડુંગરા UPHC ખાતે સૌથી વધુ 120 મળી કુલ જિલ્લામાં 511 હેલ્થકેર વર્કરોએ કોવિડ-19 સામે રક્ષણ મેળવવા કોરોનાની વેક્સિન લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.