વલસાડ: જિલ્લામાં કોરોનાનું વધતી જતી મહામારીને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સતર્ક છે. હાલમાં વલસાડ જિલ્લામાં 35 ધન્વંતરી રથ કાર્યરત છે. જેના દ્વારા વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારમાં દરેક લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જરૂર જણાય તેવા લોકોને મેડિસિન તેમજ આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવામાં આવે છે.
શનિવારે પારડી નગરમાં શાક માર્કેટમાં શાકભાજી વેચાણ કરતા નાના મોટા ફેરિયાઓનું મેડિકલ ચેકઅપ સ્ક્રિનિંગ તેમજ પાલિકા દ્વારા આવા સ્ક્રિનિંગ કરાયેલા વેપારીઓને એક મેડિકલ કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યો છે. આ અગાઉ 14 દિવસ સુધી વેલિડ છે. પારડી નગરમાં શનિવારે ચાર ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાં સ્ક્રિનિંગ કરીને 100થી વધુ લોકોને મેડિકલ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા.
વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં ધનવંતરી રથ વિવિધ વિસ્તારમાં ફરી રહ્યો છે અને તેમના દ્વારા દરેક જગ્યા પર જઈ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. જેથી કરીને સંક્રમણમાં આવનારા કોઇ પણ લોકોને તપાસી શકાય તેમજ તેમને શોધીને સારવાર કરી શકાય. શનિવારે પારડી શહેરમાં આરોગ્ય વિભાગની ચાર ટીમ દ્વારા શાક માર્કેટમાં શાકભાજી વેચાણ કરતાં નાના મોટા વેપારી અને ફેરિયાઓનું મેડિકલ તપાસ કરવામાં આવી હતી. તેમજ પ્રાથમિક સ્ક્રિનિંગ કરી ફેરિયાઓના નામ નંબરો લેવામાં આવ્યા હતા.
પારડી નગરપાલિકા દ્વારા તમામ સ્ક્રિનિંગ કરાયેલા વેપારીઓને એક મેડિકલ કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા હતા. જે આગામી 14 દિવસ સુધી માન્ય ગણવામાં આવશે, એટલે કે કોરોનાની મહામારીને લઈને લોકો શાકભાજી લેવા માટે પણ ડરતા હતા, પરંતુ હવે મેડિકલ વિભાગ દ્વારા અને પારડી નગરપાલિકા દ્વારા શાકભાજી વેચનારા ફેરિયાઓનાનું મેડીકલ પરિક્ષણ કર્યા બાદ મેડિકલ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. જેથી આ તમામ મેડિકલ કાર્ડ ધારકો સુરક્ષિત હોવાનું માનવામાં આવે છે.