ETV Bharat / state

વલસાડથી ટ્રેન મારફતે વતન જવા રજીસ્ટ્રેનશન કરનારા 2000 લોકોનું મેડિકલ ચેકઅપ કરાયું - માર્ગદર્શિકા

વલસાડમાં લોકડાઉન દરમિયાન અન્ય રાજ્યોના શ્રમિકો, યાત્રાળુઓ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને તેમના વતનમાં ટ્રેન મારફત મોકલવા શરૂ કરાયેલી કામગીરી અંતર્ગત રજિસ્ટ્રેશન થયેલા લોકોનું મેડિકલ ચેકઅપ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.

Medical check up
મેડિકલ ચેકઅપ
author img

By

Published : May 9, 2020, 10:03 AM IST

વલસાડ: જિલ્લામાં લોકડાઉનના કારણેે ફસાયેલા અન્ય રાજ્યોના શ્રમિકો, યાત્રાળુઓ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને તેમના વતન રેલવે માર્ગે પરત મોકલવાની શરૂ કરાયેલી કામગીરી અંતર્ગત રજિસ્ટ્રેશન થયેલા લોકોનું મેડિકલ ચેકઅપ વલસાડના મોગરાવાડી, અબ્રામા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરાયું છે.

ગ્રામ્ય વિસ્તારો માટે ગુંદલાવમાં મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન થયું છે. વલસાડ નગરપાલિકામાં ઓનલાઈન અને ઓફલાઈન આવેલા 2 હજારથી વધુ લોકોના રજીસ્ટ્રેસન પ્રક્રિયા અંતર્ગત મેડિકલ ચેકઅપ શરૂ કરાયું છે. કુલ બે ટ્રેનો પ્રથમ તબક્કે વલસાડથી ઉપડશે. પાલિકાના ઇજનેરે આ બાબતે માહિતી આપી હતી.

લોકડાઉનમાં ફસાયેલા શ્રમિકો, યાત્રાળુઓ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને તેમના વતનમાં રેલવે માર્ગે મોકલવા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જે માટે જિલ્લાના તમામ પ્રાંત, તાલુકા વિકાસ અધિકારી, પાલિકા સીઓ અને મામલતદારોને માર્ગદર્શિકા મોકલી આપવામાં આવી છે.

Medical check up
લોકોનું મેડિકલ ચેકઅપ આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું
Medical check up
2000 લોકોનું મેડિકલ ચેકઅપ કરાયું

આ માર્ગદર્શિકામાં નીચે મુજબના નિર્દેશનો આપવામાં આવ્યા છે

  • ઓછામાં ઓછા 1150થી વધુ વ્યક્તિઓ જો એક સ્ટેશનથી બીજા સ્ટેશન જવા માંગતા હોય તો શરતોને આધીન સ્પેશિયલ ટ્રેન રેલવે દ્વારા ફાળવવામાં આવશે.
  • કલેક્ટર કચેરી દ્વારા ફસાયેલા મજૂરોને વતન મોકલવા કરાયેલા આયોજન મુજબ વિશેષ ટ્રેન વલસાડથી ઉપડી નક્કી કરેલા સ્ટેશન પર જ ઉભી રહેશે.
  • વચ્ચે કોઈ સ્ટેશન ઉભી રહેશે નહીં.
  • ટ્રેનમાં મુસાફરી કરનારા પેસેંજરો પાસે ભાડું વસૂલી રેલવેમાં જમા કરાવવાનું રહેશે.
  • નોંધાયેલા પેસેંજરોને શોર્ટ નોટિસે રવાના થવાની તૈયારી રાખવી પડશે.
  • આવા પસેજરોની યાદી બનાવી પ્રથમ જે રાજ્યના નોડલ ઓફિસરોને મોકલી મજૂરી મેળવ્યા બાદ ટ્રેન ઉપાડવામાં આવશે.
  • તમામ પેસેજરોનું મેડિકલ ચેકઅપ કરી કોઈપણ પ્રકારના કોરોના વાઈરસના લક્ષણ ધરાવતા નથી તેવું પ્રમાણપત્ર મેળવી સાથે રાખવાનું રહેશે.
  • શહેરી વિસ્તારમાં ચીફ ઓફિસરો દ્વારા ઘરે ઘરે ફરી પેસેંજરોની યાદી બનાવી ભાડું વસુલવાનું રહેશે
  • 5 વર્ષથી નાના એટલે કે 4 વર્ષ 11 માસ સુધીના બાળકોનું ભાડું વસૂલવાનું નથી
  • તેમનું નામ પણ યાદીમાં નામ લખવાનું નથી
  • ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા વિકાસ અધિકારીએ તલાટી મારફત યાદી બનાવી ભાડું વસુલ કરવાનું રહેશે
  • પ્રાંત અધિકારીએ પોતાના કાર્યક્ષેત્રમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારની યાદી એક્સલ શીટમાં સંકલન કરી નોડલ અધિકારી, મદદનીશ શ્રમ આયુક્તને આપવાની રહેશે
  • શ્રમ આયુક્તે આ ત્રણે યાદીઓ પ્રાંત પાસેથી એકત્ર કરી રાજ્યના નોડલ અધિકારીને મોકલી મજૂરી મેળવવાની રહેશે.
  • વધુમાં પેસેજરો પાસેથી વસુલ આવેલું ભાડું રેલવે સ્ટેશન માસ્ટરનો સંપર્ક કરી જમા કરાવવાનો રહેશે
  • તાલુકા વિકાસ અધિકારી અને સી.ઓએ દરેક પ્રવાસીઓ પાસેથી નિયત કરેલ દરે ભાડું વસુલ લેવાનું રહેશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.