ETV Bharat / state

નારગોલમાં મરીન પોલીસની મોક ડ્રિલ, 9 આતંકીઓની RDX સાથે ધરપકડ - મરીન પોલીસ

વલસાડઃ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ મરીન પોલીસ દ્વારા સાગર કવચ હેઠળ અચાનક દરિયાઇ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ પેટ્રોલિંગમાં દરિયા કિનારેથી આઠ નોટીકલ માઇલ અંદર શંકાસ્પદ બોટ નજરે પડતા તેમાં સવાર નવ આતંકવાદીને એક બોટ, બે બોક્સ દારુગોળો અને 3 બોક્સ RDX સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જો કે, આ દિલધડક ઓપરેશન મોક ડ્રિલ હતી.

નારગોલમાં મરીન પોલીસની મોક ડ્રિલ
author img

By

Published : Nov 21, 2019, 1:50 AM IST

મરીન પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર સાગર સુરક્ષા કવચ હેઠળ પોલીસ મહાનિરીક્ષક, કોસ્ટલ સિક્યોરીટી ઇન્ટે. ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરીએથી આપવામાં આવેલી સૂચના અને માર્ગદર્શન મુજબ ઉમરગામ તાલુકાના નારગોલ મરીન પોલીસ મથક દ્વારા દરિયાઇ પેટ્રોલિંગની મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. મરીન પોલીસ દ્વારા રિકવિઝીટ બોટ ભાડે કરી હેડ કોન્સ્ટેબલ રાજેશભાઇ સાથે 3 મરીન કમાન્ડો સવારે 9 કલાકના અરસામાં દરિયાઇ પેટ્રોલિંગ માટે કિનારાથી આઠ નોટીકલ માઇલ અંદર ગયા હતા.

Etv Bharat, Gujarati News, Valsad News
નારગોલમાં મરીન પોલીસની મોક ડ્રિલ

જ્યાં એક શંકાસ્પદ બોટ દમણ તરફ જતાં નજરે પડતા રિકવિઝીટ બોટ ઉપર સવાર અધિકારીઓએ બોટને શંકાસ્પદ બોટ પાસે લઇ જઇ તેને ધીમી કરવાનો ઇશારો આપી તપાસ કરતા બોટનું નામ શિવનેરી IND MH6-MM જાણવામાં આવ્યું હતું. બોટમાં વધુ તપાસ કરતાઅંદર નવ વ્યક્તિઓ નજરે પડતા તરત જ ઉમરગામ મરીન પોલીસ મથકનો સંપર્ક કરીને બોટને ઉમરગામ દરિયાકાંઠે લાવવામાં આવી હતી.

Etv Bharat, Gujarati News, Valsad News
9 આતંકીઓની RDX સાથે ધરપકડ

જે બાદ મરીન પોલીસના જવાનોએ આ બોટની વધુ તપાસ કરતાં કુલ 9 આતંકવાદીઓ પાસેથી બે બોક્સ દારુગોળો, 3 બોક્સ RDX મળી આવતા બોટમાં સવાર તમામની દારુગોળા અને બોટ સાથે ધરપકડ કરી હતી.

Etv Bharat, Gujarati News, Valsad News
સાગર કવચ હેઠળ અચાનક દરિયાઇ પેટ્રોલિંગ હાથ ધર્યું

હકીકતમાં ઉમરગામ તાલુકામાં દરિયાઇ સુરક્ષા કવચ માટે સરકાર દ્વારા જાહેર કરેલી મોક ડ્રિલ હેઠળ આ સમગ્ર ઘટના ભજવવામાં આવી હતી. જે દરિયાઇ સઘન ચેકિંગ સાથે સુરક્ષાને પ્રાથમિક્તા આપી મરીન પોલીસ જવાનોની સજાગતાની તાલીમ માટેનું જાણવા મળ્યું હતું.

Intro:Location :- વાપી

ઉમરગામ :- વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ મરીન પોલીસ દ્વારા સાગર કવચ અંતર્ગત અચાનક દરિયાઈ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ પેટ્રોલિંગમાં દરિયા કિનારેથી આઠ નોટીકલ માઇલ અંદર શંકાસ્પદ બોટ નજરે પડતા તેમાં સવાર નવ આતંકવાદીને એક બોટ, બે બોક્સ દારૂગોળો અને 3 બોક્સ આર.ડી.એક્સ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતાં. જો કે આ દિલધડક ઓપરેશન મોક ડ્રિલ હતી.

Body:મરીન પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર સાગર સુરક્ષા કવચ /DD/02/2019 અંતર્ગત પોલીસ મહાનિરીક્ષક, કોસ્ટલ સિક્યોરિટી ઇન્ટે. ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરીએથી આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ઉમરગામ તાલુકાના નારગોલ મરીન પોલીસ મથક દ્વારા દરિયાઈ પેટ્રોલિંગની મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. મરીન પોલીસ દ્વારા રિકવિઝીટ બોટા ભાડે કરી હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ રતિલાલ સાથે 3 મરીન કમાન્ડો  સવારે ૯ વાગ્યાના અરસામાં દરિયાઈ પેટ્રોલિંગ માટે કિનારાથી આઠ નોટીકલ માઇલ અંદર ગયા હતાં. 

જ્યાં એક શંકાસ્પદ બોટ દમણ તરફ જતા નજરે પડતા રિકવિઝીટ બોટ ઉપર સવાર અધિકારીઓએ બોટને શંકાસ્પદ બોટ પાસે લઈ જઇ તેને ધીમી કરવાનો ઇશારો આપી બોટ નજીક પહોંચી તપાસ કરતાં શંકાસ્પદ બોટનું નામ શિવનેરી IND MH6-MM 108 જણાયું હતું. તથા બોટમાં વધુ તપાસ કરતા અંદર નવ વ્યક્તિઓ નજરે પડતા તરત જ ઉમરગામ મરીન પોલીસ મથકનો સંપર્ક કરી શંકાસ્પદ બોટને ઉમરગામ દરિયા કાંઠે લાવવામાં આવી હતી.

ત્યારબાદ મરીન પોલીસના જવાનોએ શંકાસ્પદ બોટની અંદરથી વધુ તપાસ કરતા કુલ 9 આતંકવાદીઓ પાસેથી બે બોક્સ દારૂગોળો, 3 બોક્સ આરડીએક્સ મળી આવતા બોટમાં સવાર તમામની દારૂગોળા અને બોટ સાથે ધરપકડ કરી હતી.

Conclusion:હકીકતમાં ઉમરગામ તાલુકામાં દરિયાઇ સુરક્ષા કવચ માટે સરકાર દ્વારા જાહેર કરેલ મોક ડ્રિલ હેઠળ આ સમગ્ર ઘટના ભજવવામાં આવી હતી. જે દરિયાઈ સઘન ચેકિંગ સાથે સુરક્ષાને પ્રાથમીકતાં આપી મરીન પોલીસ જવાનોની સજાગતાની તાલીમ માટેની હોવાનું જાણવા મળ્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.