ETV Bharat / state

વાપીમાં ગલગોટાના ભાવ વધ્યા, 150થી 250 રૂપિયા કિલો વેચાયા - ગણેશ ઉત્સવ 2020

ધાર્મિક તહેવારો દરમિયાન ફૂલ-ફળ, મીઠાઈ-ફરસાણમાં અતિશય ભાવવધારો થતો હોય છે. હાલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ફૂલના બજારમાં ભાવ ઝડપથી વધી રહ્યા છે. એમાંય ખાસ કરીને ગલગોટાની માગને જોતા તેના ભાવ પ્રતિ કિલો 150 થી 250 સુધી પહોંચ્યા છે.

ગલગોટાના ભાવ વધ્યા
ગલગોટાના ભાવ વધ્યા
author img

By

Published : Aug 30, 2020, 3:52 PM IST

વાપી: દેશમાં હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે મહોત્સવના પ્રથમ દિવસે વાપી તેમજ જિલ્લામાં ગલગોટાના ફૂલ 250 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાયા હતા. સતત બે દિવસ સુધી ઊંચા ભાવ બાદ મંગળવારથી ગલગોટાના ભાવ થોડા નીચા આવ્યા છે. તેમ છતાં સામાન્ય દિવસોમાં 50 થી 80 રૂપિયા કિલો વેંચતા ગલગોટાના ફૂલ હાલમાં 150 થી 180 રૂપિયા કિલો સુધી વેચાઇ રહ્યા છે.

ગલગોટાના ભાવ વધ્યા
ગલગોટાના ભાવ વધ્યા
ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખી મુંબઇ દાદર માર્કેટમાં પહેલા દિવસે આ ફૂલ 500 રૂપિયા કિલોના ભાવે વેંચાયા હોવાનું વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. લોકડાઉનમાં ફ્લાવર માર્કેટ બંધ હોવાથી મહારાષ્ટ્રના નાસિકમાં ગલગોટાની ખેતી કરતા 70 ટકા ખેડૂતોએ ફૂલછોડ વાવવાનું બંધ કરી દીધુ હતું. માત્ર 30 ટકા ખેડૂતોએ જ તેની ખેતી કરી હતી. જેથી માલની અછતને લઇ ભાવ વધ્યા હોવાનું વેપારીઓ માની રહ્યા છે.
ગલગોટાના ભાવ વધ્યા
ગણેશ મહોત્સવના કારણે પણ ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. કેમ કે, ધાર્મિક તહેવારો દરમિયાન સૌથી વધારે ગલગોટાના ફૂલ વપરાય છે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ધાર્મિક તહેવારો દરમિયાન ફૂલ-ફળ, મીઠાઈ-ફરસાણમાં અતિશય ભાવવધારો થતો હોય છે. એમાં આ વખતે કોરોના મહામારી અને લોકડાઉનનું ગ્રહણ લાગ્યું હોવાથી આ તમામ માર્કેટમાં અતિશય ભાવવધારો જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.