ETV Bharat / state

'મહા' વાવાઝોડાને પગલે માછીમારોને રોજીમાં નુકશાન - મહા વાવાઝોડુ

વલસાડઃ અરબી સમુદ્રમાં સ્થિત થયેલું 'મહા' વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાની શકયતાઓ છે. તેને પગલે દરિયામાં માછીમારી કરવા જતાં અનેક માછીમારોએ હાલ દરિયા કિનારે બોટ લાંગરી છે. જોકે છેલ્લા 3 દિવસથી બંધ બોટને કારણે તેમનો વ્યવસાય ખોટમાં  જઈ રહ્યો છે. આ સાથે જ ઓક્ટોબરના પડેલા વરસાદને પગલે સુકાયેલા બુમલા (માછલી)માં જંતુ પડી જતા ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

rer
author img

By

Published : Nov 5, 2019, 11:55 PM IST

વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારમાં રહેતા માછીમારો માટે હાલ 'મહા' વાવાઝોડું સંકટ લઇને આવ્યું છે. પ્રથમ ઓક્ટોબર માસમાં વરસાદે તેમના માટે કાળો કેર વર્તાવ્યો જેનાથી જે બુમલા માછલી તેઓ દરિયામાંથી લાવ્યા બાદ કિનારે સુકવીને વેંચતા હોય તેમાં વરસાદને કારણે જીવાત પડી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતના માછીમારો માટે મહત્વની માછલી એટલે કે દરિયામાંથી પકડીને લાવવામાં આવેલી બુમ્બિલ (બુમલા) જેને કિનારે લાવ્યા બાદ લાકડાના માંચડે સૂકવવામાં આવે છે. જે કિલોના 200 થી 400 રૂપિયા ભાવે વેચાણ થાય છે. તેને સૂકવવા માટે એક મજૂરને 200 રૂપિયા મજૂરી ચુકાવવી પડે છે. આ ખર્ચ પણ માછીમારોને માથે પડી રહ્યો છે.

'મહા' વાવાઝોડાને પગલે માછીમારોને રોજી માં નુકશાન

જોકે ઓક્ટોબરમાં પડેલા વરસાદને પગલે લાકડાના માંચડે સૂકવવામાં આવેલા બુમલાને સીધી અસર થઈ છે. આ બાબતે માછીમારો પણ તેમને થયેલા નુકશાનનું વળતર મળે એવી માગ કરી રહ્યા છે. તો સાથે જ છેલ્લા બે દિવસથી 'મહા' વાવાઝોડાને લઈને માછીમારી વ્યવસાય બોટ કિનારે લાંગરી દેવામાં આવતા બંધ હાલતમાં છે. જેથી પણ તેના વ્યવસાયને અસર પહોંચી છે. એક ફેરો દરિયામાં માછીમારી કરવા જાય તો તેઓને અંદાજિત 1 લાખ રૂપિયા મળતા હોય છે. પંરતુ, છેલ્લા ત્રણ દિવસથી બોટ બંધ રહેતા લાખો રૂપિયાનું નુકશાન માછીમારોને સહન કરવાનો વારો આવ્યો છે.

નોંધનીય છે કે આ સમગ્ર બાબતે પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ખાતે પહોંચીને માછીમારોની વેદના જાણવાનો ઇટીવી ભારતે પ્રયાસ કર્યો હતો. જેમાં માછીમારોએ પોતાના વ્યવસાયમાં થયેલા નુકશાન અંગે હૈયા વરાળ ઠાલવી વળતરની માગ સરકાર પાસે કરી છે.

Intro:અરબી સમુદ્ર માં સ્થિત થયેલું મહા વાવાઝોડું ગુજરાત ના દરિયા કાંઠે ત્રાટકવાની શકયતા ઓ છે ને પગલે દરિયામાં માછીમારી કરવા જતાં અનેક માછીમારો હાલ દરિયા કિનારે બોટ લાંગરી છે જોકે છેલ્લા 3 દિવસ થી બંધ બોટ ને કારણે તેમનો વ્યવસાયમાં ખોટ પડી રહી છે સાથે જ ઓક્ટોબર ના પડેલા વરસાદ ને પગલે સુકાયેલા બુમલા (માછલી)માં જંતુ પડી જતા ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે

Body:વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારમાં રહેતા માછીમારો માટે હાલ મહા વાવાઝોડું સંકટ લઇ ને આવ્યું છે પ્રથમ ઓક્ટોબર માસ માં વરસાદે તેમના માટે કાળો કેર વર્તાવ્યો જેના થી જે બુમલા માછલી તેઓ દરિયા માંથી લાવ્યા બાદ કિનારે સુકવી ને વેંચતા હોય એમાં વરસાદ ને કારણે જીવાત પડી જતા લાખો રૂપિયાની બુમલા માછલી વેચાણ યોગ્ય રહી નથી સામાન્ય રીતે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર એ માછીમારો માટે માછલી ની મહત્વની ની સિઝન હોય છે અને આ સમય દરમ્યાન જ તેઓની જાળ માં માછલી ઓ નો જથ્થો વધુ આવતો હોય છે દક્ષિણ ગુજરાત ના માછીમારો માટે મહત્વ ની માછલી એટલે કે દરિયા માંથી પકડી ને લાવમમાં આવેલી બુમ્બિલ (બુમલા) જેને કિનારે લાવ્યા બાદ લાકડાના માંચડે સૂકવવામાં આવે છે જે કિલોના 200 થી 400 રૂપિયા ભાવે વેચાણ થાય છે તેને સૂકવવા માટે એક મજૂર ને 200 રૂપિયા મજૂરી ચુકાવવી પડે છે દરેક સ્થળે 5 મજૂરો હોય છે એમ પણ વરસાદી નુકશાન થાય તો મજૂરીના પૈસા પણ માથે પડી રહી છે જોકે ઓક્ટોબરમાં માસમાં પડેલા વરસાદ ને પગલે લાકડા ના માંચડે સૂકવવામાં આવેલા બુમલાને સીધી અસર થઈ છે વરસાદી પાણી લાગતા તેમાં જીવાત પડી જતા હજારો કિલો બુમલા માછલી( સૂકી) માં નુકશાન પોહચ્યો છે એ બાબતે માછીમારો પણ તેમને થયેલા નુકશાનનું વળતર મળે એવી માંગ કરી રહ્યા છે તો સાથે જ છેલ્લા બે દિવસ થી મહા વાવાઝોડા ને લાઇ ને માછીમારી વ્યવસાય બોટ કિનારે લાંગરી દેવામાં આવતા બંધ હાલત માં છે જેથી પણ તેના વ્યવસાય ને અસર પોહચી છે એક ફેરો દરિયા માં માછીમારી કરવા જાય તો તેઓ ને અંદાજિત રૂપિયા 1 લાખ રૂપિયા મળતા હોય છે એ પણ હાલ મછી ની ઋતુ દરમ્યાન પણ છેલ્લા ત્રણ દિવસથી બોટ બંધ રહેતા લાખો રૂપિયા નું નુકશાન માછીમારો ને સહન કરવાંનો વારો આવ્યો છે

Conclusion:નોંધનીય છે કે આ સમગ્ર બાબતે પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ખાતે પોહચીને માછીમારોની વેદના જાણવાનો ઇટીવી ભારતે પ્રયાસ કર્યો હતો જેમાં માછીમારો એ પોતાના વ્યવસાયમાં થયેલ નુકશાન અંગે હૈયા વરાળ ઠાલવી વળતર ની માંગ સરકાર પાસે કરી છે

બાઈટ 1 છાયા બેન મહિલા માછીમાર

one to one with Fishermen

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.