વલસાડ : અંદાજિત ૩૦૦૦ વર્ષ જૂની માનવામાં આવતી વારલી ચિત્રકળા આદિવાસી સમાજના ઉત્સવ તેમની રહેણી કરણી તેમજ તેમના વિવિધ પ્રસંગોને રજૂ કરે છે. વર્ષો પહેલા ચિત્રકળા માટે પ્રાકૃતિક ભુલો અનાજ અને અન્ય મિશ્રણોનો મેળ કરીને રંગો બનાવવામાં આવતા હતા અને આ રંગો દ્વારા આ ચિત્ર કલા રજૂ કરવામાં આવતી હતી, પરંતુ આ કળા ધીરે ધીરે લુપ્ત થતી કળાને વધુ પ્રોત્સાહન મળે તે માટે વલસાડ પોલોસે એક અનોખી પહેલ કરી છે.
એસ પી કચેરીની બહાર બનેલી દીવાલ વારલી ચિત્ર બનાવવામાં આવી રહ્યા છે. જેના માટે વલસાડના ધરમપુર ખાતે આવેલા ખડકી મધુરી જેવા અંતરિયાળ ગામના ચિત્ર બનાવનાર અનિલભાઈને બોલાવમાં આવ્યા છે. અનિલભાઈએ જણાવ્યું કે વલસાડ પોલીસ દ્વારા ખૂબ ઉમદા પ્રયાસ કર્યો છે. તેેઓએ કહ્યું કે વારલી કળાને વધુ પ્રોત્સાહન મળે તે માટે સરકાર પણ કામ કરી રહી છે.
વલસાડ એસ પી કચેરીની બહારના ભાગે આવેલી દીવાલ જેના ઉપર અગાઉ અનેક જાહેરાતો બનાવવામાં આવી હતી. તે દુર કરી તેના સ્થાને વારલી પેઇન્ટિંગને સ્થાન મળ્યું છે. હાલ અનેક થીમ ઉપર ચિત્રો બનાવવામાં આવી રહ્યા છે