વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલ બાબા આંબેડકર સર્કલ પાસેથી સમસ્ત આદિવાસી સમાજના લોકોએ એકત્ર થઈ ગુજરાતમાં ચારણ, રબારી, ભરવાડ(RCB)ને ખોટા આદિવાસી દાખલા સરકાર દ્વારા આપવાના વિરોધમાં ધરમપુર મામલતદાર કચેરીએ પહોંચી મામલતદારને આવેદન પત્ર આપી અસલ આદિવાસી સમાજના લોકોને પોતાનો હક્ક આપવા જણાવ્યું હતું. તેમજ ધરમપુર ,ખેરગામ, વાંસદા, કપરાડા જેવા અનેક વિસ્તારમાંથી આદિવાસી સમાજના લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા.
નોંધનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા ચારણ, રબારી, ભરવાડ, (RCB) ને ખોટા આદિવાસીના દાખલા બનાવી આપવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. જેના ઘેરા પ્રત્યાઘાત આદિવાસી સમાજમાં પડ્યા છે. જેના ફળ સ્વરૂપે સમગ્ર ગુજરાતમાં દરેક તાલુકા મથકે આવેદન અને ધરણાં યોજાયા હતા.