ETV Bharat / state

Parikrama of River Par : વલસાડની પાર નદીની પરિક્રમા કરનાર 5 શિક્ષકોની સાહસિક યાત્રાની જાણો અદ્ભુત દાસ્તાન.. - 5 Teachers Parikrama the River

અમૃત લાલ વેગડના નર્મદા પરિક્રમા નામના (Narmada Parikrama) પુસ્તક પરથી પ્રેરણા મેળવીને વલસાડના શિક્ષકોએ વલસાડ જિલ્લાની પાર નદીની પરિક્રમા (Parikrama of River Par) શરુ કરી છે. છેલ્લા બે વર્ષથી તેઓ નદીના ઉદ્ગમ સ્થાન તરફ આગળ વધી રહ્યા છે. તેમની આ પરિક્રમા દરેક લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે.

Parikrama of River Par : વલસાડની પાર નદીની પરિક્રમા કરનાર 5 શિક્ષકોની સાહસિક યાત્રાની જાણો અદ્ભુત દાસ્તાન..

author img

By

Published : Feb 1, 2022, 1:42 PM IST

વલસાડ : વલસાડ જિલ્લામાંથી વહેતી લોકમાતા પાર નદીના કિનારે આદિવાસી સંસ્કૃતિ વિકસી છે. વલસાડ જિલ્લામાં પ્રાથમિક શિક્ષક તરીકે કામ કરતા 5 શિક્ષકોએ અમૃત લાલ વેગડના પુસ્તક વાંચ્યા બાદ પાર નદીની પરિક્રમા (Parikrama of River Par) કરવાનો વિચાર કર્યો હતો. આ 5 શિક્ષકો છેલ્લા બે વર્ષથી પાર નદીના કિનારે કિનારે પરિક્રમા કરતા આવ્યા છે. પાર નદી જ્યાં દરિયાને મળે છે, ત્યાંથી શરૂ કરીને ધામણી ગામ સુધી 128 કિ મી ની યાત્રા કરી છે. અને આ વર્ષે ધામણી થી છેક દહિખેડ સુધી 40 કિ મી ની યાત્રા આટોપી છે.

પાર નદીની પરિક્રમા ના પ્રેરણા સ્ત્રોત અમૃતલાલ વેગડના પુસ્તક પરથી મળ્યો

વલસાડની પાર નદીની પરિક્રમા કરનાર 5 શિક્ષકોની સાહસિક યાત્રાની જાણો અદ્ભુત દાસ્તાન..

કપરાડાના વારોલી તલાટ ગામે આવેલી પ્રાથમિક સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિજય પીઠીય મૂળ સૌરાષ્ટ્રના વતની છે. તેઓને અમૃત લાલ વેગડના પુસ્તક નર્મદા પરિક્રમા (Narmada Parikrama) વાંચ્યા બાદ પ્રકૃતિને ઓળખવા માટે વધુ રસ પડ્યો હતો. તેમણે વલસાડ જિલ્લાની લોક માતાની પરિક્રમા કરીએ જે અંગે મિત્રો (5 Teachers Parikrama the River) સાથે ચર્ચા કરીને પાર નદીની પરિક્રમાની સફરનો પ્રથમ ડગ મિત્રો ભાવેશ મોટાણી, મૌલિક ચંદ્રવાડીયા, રાજા ખાંભલા, હિરેન રાજપૂત સાથે સફર શરૂ કરી હતી.

"ઝાડ છે તો જીવન છે"

5 શિક્ષકો 23મી ડિસેમ્બર 2020 ના રોજ ઉમરસાડી દરિયા કિનારેથી નદીના ઉદગમ સ્થાન તરફ જવા માટેનું નક્કી કર્યું હતું. અને વહેલી સવારથી 15 કિલો વજનના બેગ સાથે સફર શરૂ કરી હતી. આ ઉપરાંત દરેક મિત્રો વૃક્ષોનું વાવેતર પણ કરતા ગયા અને લોકોને સમજ પણ આપતા ગયા કે ઝાડ છે તો જીવન છે.

આ પણ વાંચોઃ Narmada Parikrama : 421 દિવસથી નર્મદા કિનારાના ગામોમાં નર્મદા બચાવો સંકલ્પ સાથે પરિક્રમા કરી

પ્રથમ 128 કિ મી ની ઉમરસાડી થી લઇને ધામણી ખાતે આવેલ પાર નદીના સંગમ સુધી

ઉમરસાડી થી ધરમપુરના ધામણી ગામ સુધી 128 કિમીની પગપાળા યાત્રા દરમિયાન નદી કિનારે અનેક પ્રવાહો, ભેખડો, તેમજ ઉબડખાબડ માર્ગ વચ્ચેથી તેઓ પસાર થયા હતા. નદીના પથરાળ માર્ગમાં ચાલતા બુટ મોજા ગરમ થઇ જતાં, તૂટી જતા જેવા અનેક અનુભવો થયા પણ એકંદરે તેમને સંસ્કૃતિ અને પ્રકૃતિ બંને જાણવા અને સમજવાની મજા લેતા રહ્યા હતા.

નદી કિનારે ઝેરી સર્પો વચ્ચેથી પસાર થવાનો અનુભવ, જીવ જોખમમાં નાખવા જેવો

128 કિ મી ની યાત્રા માં અનેક એવા ક્ષણ પણ આવ્યા કે જીવ તાળવે ચોંટી જાય. નદી કિનારે અનેક ઝેરી સર્પ નો પણ સામનો થયો અને ઝાડી ઝાંખરા માંથી પસાર થતા ઝેરી સાપો પણ સામે આવી જતા. પરંતુ પ્રકૃતિને ખોળે માત્ર મનુષ્ય જ નહિ દરેકને સ્થાન હોય છે એમ સમજીને એ તમામને વિસરીને આગળ મજલ તરફ વધતા રહ્યા.

આ પણ વાંચોઃ The environment purification: પર્યાવરણ શુદ્ધિકરણના ઉદ્દેશથી અમદાવાદના 64 વર્ષીય વૃધ્ધે કરી ગંગા પરિક્રમા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.