વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકાના પેંઢરદેવી ગામની પ્રાથમિક શાળામાં આજે સિલધા અને પેંઢરદેવી ગામના 83 અરજદારોને વન અધિકાર પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. વન જમીન અધિકાર પત્ર મેળવ્યા બાદ આ તમામ અરજદારો જંગલની આપેલી જમીનમાં ખેતીકામ કરી પોતાનું ગુજરાન ચલાવી શકશે. વર્ષોથી જંગલ જમીનમાં ખેતીકામ કરીને કામગીરી કરતા ખેડૂતોને જમીન અધિકાર પત્ર આપી દેવાતા હવે ખેડૂતોને જમીન મળી છે.
નોંધનીય છે કે, કપરાડા તાલુકામાં 14,000 વન અધિકાર પત્રોનું વિતરણ કરવામાં આવશે જે પૈકી હાલ દરેક ગામોમાં પહોંચીને આ કામગીરી કરવામાં આવી રહી છે.
આ કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રા બેન, બબલુભાઈ ચૌધરી, મંગુભાઈ, ભગવાન બાતરી, સિલધા સરપંચ સકરામભાઈ, તાલુકા પંચાયત સભ્ય મીનાબેન, TDO અને મામલતદાર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.