વાપી, સેલવાસ અને દમણમાં બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલાં 'પ્રમુખ ગૃપ' દ્વારા નવરાત્રીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ વાપીના ચલા વિસ્તારમાં યોજાયો હતો. જેમાં બાંધકામક્ષેત્રે જોડાયેલાં કામદારોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
નવરાત્રીના આયોજન અંગે વાત કરતાં 'પ્રમુખ ગૃપ'ના ડાયરેક્ટર અજિત ખોડભાએ જણાવ્યું હતું કે, " પ્રમુખ ગૃપના નેજા હેઠળ વાપી-સેલવાસમાં કન્સ્ટ્રક્શનના પ્રોજેક્ટ ચાલે છે. જેમાં 350 કામદારો કામ કરે છે. આ કામદારો પોતાના રોજગાર અર્થે પરિવારથી દૂર રહીને અહીં કામ કરવા આવે છે. આથી તેમને તહેવારમાં પરિવારની ખોટ ન વર્તાય તે માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે. "
આ કાર્યક્રમમાં કામદારો પરાંપરાગત કેડિયું અને ચણીયા ચોળી પહેરીને ગરબાના તાલે ઝૂમ્યાં હતા. આ અંગે વાત કરતાં કામદારોએ જણાવ્યું હતું કે, "અમારી માટે પ્રમુખ ફાઉન્ડેશને સુંદર આયોજન કર્યુ છે. તે જોઈને ઘણો આનંદ થઈ રહ્યો છે. અમારા પરિવારની જેમ અમારા વિશે આટલું વિચાર્યુ તેની માટે અમે તેમનો આભાર માનીએ છીએ."