ETV Bharat / state

વલસાડની સાયન્સ કોલેજનો લેબ આસિસ્ટન્ટ વિદ્યાર્થીઓને પાસ કરાવવા 13,000 રૂપિયાની લાંચ માગતા ઝડપાયો - પરીક્ષામાં પાસ કરાવવા લાંચ માગી

વલસાડમાં સર્કિટ હાઉસ, હાલર રોડ પર આવેલી સાયન્સ કોલેજના લેબ આસિસ્ટન્ટે પરીક્ષામાં પાસ કરાવવા એક વિદ્યાર્થી પાસે 13 હજાર રૂપિયાની લાંચ લીધી હતી. જોકે, આરોપી ACB (એન્ટિ કરપ્શન બ્યૂરો)ના છટકામાં રંગે હાથે ઝડપાઈ જતા ચકચાર મચી હતી. જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓને પાસ કરાવવા 13,000 રૂપિયા માગ્યા હતા.

વલસાડની સાયન્સ કોલેજનો લેબ આસિસ્ટન્ટ વિદ્યાર્થીઓને પાસ કરાવવા 13,000 રૂપિયાની લાંચ માગતા ઝડપાયો

author img

By

Published : Jun 1, 2021, 8:29 AM IST

  • વલસાડમાં સાયન્સ કોલેજના લેબ આસિસ્ટન્ટની ACBએ કરી ધરપકડ
  • લેબ આસિસ્ટન્ટ નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરાવવા માગતો હતો લાંચ
  • એક વિદ્યાર્થી પાસે 13,000 રૂપિયાની લાંચ માગતે ACBએ રંગેહાથ ઝડપ્યો
  • LLBના પાંચમા સેમિસ્ટરમાં પાસ કરાવવા માટે લાંચ માગી હતી
  • ફરિયાદી વિદ્યાર્થી લાંચ આપવા માગતા ન હોવાથી ACBનો સંપર્ક કરતા લેબ આસિસ્ટન્ટ ભરાયો
  • એડ હોક લેબ આસિસ્ટન્ટ પૈસા લઈ પાસ કરાવી આપે છે તેની માહિતી ફરિયાદીને હતી

વલસાડઃ જિલ્લામાં આવેલી સાયન્સ કોલેજનો લેબ આસિસ્ટન્ટ લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. એક વિદ્યાર્થી પાસે લાંચ માગતા વિદ્યાર્થીએ ACBને જાણ કરતા છટકું ગોઠવતા આરોપી ઝડપાયો હતો. ફરિયાદી શાહ એન. એચ. કોમર્સ કોલેજમાં ટી.વાય. બી.કોમમાં એક્સ સ્ટુડન્ટ તરીકે અભ્યાસ કરે છે. ફરિયાદીને પાંચમા સેમેસ્ટરમાં લૉ વિષયની પરીક્ષાના પરિણામમાં એ.ટી.કે.ટી. આવી હતી. ફરિયાદીને જાણવા મળ્યું હતું કે, આરોપી પ્રશાંત રમણલાલ પટેલ, એડહોક લેબ. આસીસ્ટન્ટ, બી.કે. એમ. સાયન્સ કોલેજના ઓ પૈસા લઇને પરીક્ષામાં પાસ કરાવી આપે છે.

આ પણ વાંચો- ખેડામાં સીટીસર્વે કચેરીના બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા

પાસ કરવા 17,000 રૂપિયાની માગ કરી હતી અને 2,000 લીધા પણ હતા

ફરિયાદીએ આરોપીનો સંપર્ક કર્યો ત્યારે આરોપીએ પાંચમા સેમેસ્ટરમાં લૉ વિષયમાં પાસ કરાવવા રૂપિયા 17,000 રૂપિયાની લાંચ માગી હતી અને 2,000 રૂપિયા અગાઉ લીધા હતા. ત્યારબાદ ફરિયાદીએ આરોપીનો વારંવાર સંપર્ક કરતા આરોપીએ ફોન પણ ઉપાડ્યો નહતો અને મળ્યો પણ નહતો.

આ પણ વાંચો- ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરે 15 લાખ રૂપિયાની લાંચ માંગતા નોંધાઈ ફરિયાદ

પૈસા લીધા બાદ ફોન ન ઉપાડતા ફરિયાદીએ જાતે પરીક્ષા પાસ કરી હતી

ફરિયાદીએ મહેનતથી પરીક્ષાની તૈયારી કરી પાંચમા સેમેસ્ટરની પરીક્ષા આપી અને પાસ થયો, જેથી આરોપીએ ફરિયાદીનો સંપર્ક કરી પરીક્ષામાં પાસ કરાવવાના પ્રથમ રૂપિયા 17,000 રૂપિયાની માગણી કરી હતી અને ત્યારબાદ રૂપિયા 13,000 રૂપિયાની માગ કરી હતી, જે લાંચની રકમ ફરિયાદી આપવા તૈયાર નહતો એટલે તેણે વલસાડ અને ડાંગ ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી, જેના આધારે આરોપી રંગેહાથ ઝડપાયો હતો. લેબ આસિસ્ટન્ટે ફરિયાદી પાસે 13,000 રૂપિયા માગતા તેને લેવા સર્કિટ હાઉસ હાલાર રોડ પાસે બોલાવ્યો હતો. તે જ સમયે ACBએ તેને રંગેહાથ લાંચ લેતા પકડી પાડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.