ETV Bharat / state

દીવાળી ટાણે ગુજરાત પર 'ક્યાર'નો ખતરો - 'kyar' threat of hurricanes in Gujarat

વાપીઃ આંગણે દિવાળીની તૈયારી ચાલી રહી છે, ત્યારે 15મી ઓક્ટોબર સુધી ચોમાસુ સક્રિયા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. જેથી લોકોને દિવાળીની ઉજવણી ફૂલ ગુલાબી ઠંડીમાં નહીં પણ વરસાદી વાતાવરણમાં કરવી પડશે. હવામાન વિભાગ દ્વારા જણવવામાં આવ્યું છે કે, સમુદ્રમાં “ક્યાર” વાવાઝોડું સક્રિય બનતા નવી મુસીબતના એંધાણ વર્તાઈ રહ્યા છે.

દીવાળી ટાણે ગુજરાત પર 'ક્યાર'નો ખતરો
author img

By

Published : Oct 26, 2019, 5:53 AM IST

દિવાળીને ગણતરીના કલાકો બાકી છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં હજુ પણ છૂટાંછવાયા વરસાદી ઝપટા વરસી રહ્યાં છે. જેના કારણે ખેડૂતો, માછીમારોને અને અન્ય ધંધાર્થીઓમાં પણ દિવાળીમાં થતાં નુકસાનનો ભય સતાવી રહ્યો છે. એટલાં ઓછું આ સમયે સમુદ્રમાં “ક્યાર” વાવાઝોડું સક્રિય થયું છે. જેથી દિવાળીના દિવસોમાં મહારાષ્ટ્ર-ગોવા-ગુજરાતને પોતાની ઝપેટમાં લે તેવી ભીતિ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

“ક્યાર” વાવાઝોડું મહારાષ્ટ્રથી હાલ 200 કિલોમીટર દૂર હોવાનું અને આગામી 12 કલાકમાં વધુ મજબૂત બની 70 થી 80 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. જેના કારણે તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. તો મહત્વના બંદર કહેવાતા કંડલા પોર્ટ ટ્રસ્ટમાં બે નંબરનું સિગ્નલ આપ્યું છે. જો કે, આ વખતે દિવાળી પહેલાથી જ મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ ખેલી સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલી સહિત સમગ્ર ગુજરાતને તરબોળ કરી દીધું છે. સતત વરસાદી ઝાપટાંને કારણે ડાંગર સહિત અનેક પાકને મોટાપાયે નુકસાન પહોંચાડતા જગતના તાતને આત્મહત્યા કરવાની નોબત આવી છે. એમાં પણ મહાપર્વ દિવાળી સમયે પણ વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. જેની સાથે વાવાઝોડું "ક્યાર" પણ દિવાળી બગાડી પડતા પર પાટું મારશે તેવી ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યાં છે.

સંઘપ્રદેશ દમણ અને વલસાડ જિલ્લાની વાત કરીએ તો, આ વિસ્તારમાં મેઘરાજાના કહેરે ખેડૂતો-માછીમારોને કરોડોનો ફટકો માર્યો છે. હવે જો "ક્યાર" વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાને ઘમરોળશે તો એ ફટકો મરણતોળ હશે. દિવાળી પર્વ દરમિયાન લોકો કબાટમાં રાખેલા સ્વેટર બહાર કાઢતા હોય છે. જ્યારે આ વર્ષે લોકોને રેઇનકોટ છત્રીને લઈને ફરવું પડશે.

રાજ્યના તાપમાનમાં અસહ્ય બફારા વચ્ચે મહત્તમ તાપમાન 35 ડીગ્રી અને લઘુતમ તાપમાન 17 ડીગ્રી સાથે અસમતોલ બન્યું છે. 15મી ઓક્ટોબરને બદલે 25મી ઓક્ટોબર સુધી શરૂ રહેલા ચોમાસાની સીઝનમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં કુલ વરસાદ 160 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. એ જ રીતે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલમાં 151 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય સેલવાસમાં 137 ઇંચ, વલસાડ જિલ્લાના વાપીમાં 136 ઇંચ, ધરમપુરમાં 121 ઇંચ, પારડીમાં 113 ઇંચ, વલસાડમાં 111 ઇંચ, ઉમરગામમાં 100 ઇંચ વરસાદ નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, આગામી 29મી ઓક્ટોબર સુધી છૂટાંછવાયા ઝાપટાં વરસવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે. એ સાથે જ "ક્યાર" વાવાઝોડું પણ આગામી કલાકોમાં સંઘપ્રદેશ દમણ અને ગુજરાતના વલસાડના કાંઠે ટકરાશે તેવી પણ આગાહી કરતાં સવંત 2075ના અંતિમ દિવસ એટલે કે દિવાળી પર્વ ને અને સવંત 2076ના પ્રથમ દિવસ લોકો માટે જોખમકારક બને તેવી શક્યતા છે.

Intro:લોકેશન :- વાપી

વાપી :- પર્વમાં મહાપર્વ એટલે દિવાળી, આ વખતે આ મહાપર્વને લોકો ક્યારેય નહીં ભૂલે, કેમ કે 15મી ઓક્ટોબર સુધીમાં સંકેલો કરી લેતું ચોમાસુ હજુ સક્રિય છે. દિવાળીના દિવસો એટલે ફૂલ ગુલાબી ઠંડીના દિવસો, પણ આ વખતે સ્વેટરને બદલે લોકોએ હજુ સુધી છત્રી-રેઇનકોટનો સહારો લેવો પડી રહ્યો છે. એમાંય હવે સમુદ્રમાં “ક્યાર” વાવાઝોડું સક્રિય બનતા નવી મુસીબતના એંધાણ વર્તાઈ રહ્યા છે.

Body:દિવાળીના મહાપર્વને ગણતરીના કલાકો બાકી છે. ત્યારે હજુ પણ સમગ્ર ગુજરાતમાં છુટાછવાયા વરસાદી ઝપટા વરસી રહ્યા છે. જેને કારણે ખેડૂતોને તો ઠીક પરંતુ માછીમારોને અને અન્ય ધંધાર્થીઓની પણ દિવાળી બગડવાની દહેશત ઉભી થઇ છે. આ મુસીબતના સમયે જ સમુદ્રમાં “ક્યાર” વાવાઝોડું સક્રિય થયું છે. જે દિવાળીના દિવસોમાં જ મહારાષ્ટ્ર-ગોવા-ગુજરાતને પોતાની ઝપેટમાં લે તેવી ભીતિ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 

“ક્યાર” વાવાઝોડું મહારાષ્ટ્રથી હાલ 200 કિલોમીટર દૂર હોવાનું અને આગામી 12 કલાકમાં વધુ મજબૂત બની 70 થી 80 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. જેને કારણે તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. તો મહત્વના બંદર કહેવાતા કંડલા પોર્ટ ટ્રસ્ટમાં બે નંબરનું સિગ્નલ આપ્યું છે. 

જો કે, આ વખતે દિવાળી પહેલાથી જ મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ ખેલી સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલી સહિત સમગ્ર ગુજરાતને તરબોળ કરી દીધું છે. સતત વરસાદી ઝાપટાંને કારણે ડાંગર સહિત અનેક પાકને મોટાપાયે નુકસાન પહોંચાડતા જગતના તાતને આત્મહત્યા કરવાની નોબત આવી છે. એમાં પણ મહાપર્વ દિવાળી સમયે પણ વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. જેની સાથે વાવાઝોડું "ક્યાર" પણ દિવાળી બગાડી પડતા પર પાટુ મારશે તેવી દહેશત લોકો વ્યક્ત કરી રહ્યાં છે.

સંઘપ્રદેશ દમણ અને વલસાડ જિલ્લાની વાત કરીએ તો આ વિસ્તારમાં મેઘરાજાના કહેરે ખેડૂતો-માછીમારોને કરોડોનો ફટકો માર્યો છે. હવે જો "ક્યાર" વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાને ઘમરોળશે તો એ ફટકો મરણતોલ હશે. દિવાળી પર્વ દરમ્યાન લોકો કબાટમાં રાખેલા સ્વેટર બહાર કાઢતા હોય છે. જેની સામે આ વખતે તે નોબત આવી નથી. અને રેઇનકોટ છત્રીને લઈને ફરવું પડે છે.

એક તરફ હજુ પણ રાજ્યના તાપમાનમાં ઠંડકનો ચમકારો વર્તાયો નથી. અસહ્ય બાફરા વચ્ચે મહત્તમ તાપમાન 35 ડીગ્રી અને લઘુતમ તાપમાન 17 ડીગ્રી સાથે અસમતોલ બન્યું છે. 15મી ઓક્ટોબરને બદલે 25મી ઓક્ટોબર સુધી શરૂ રહેલા ચોમાસાની સીઝનના કુલ વરસાદની વાત કરીએ તો આ વખતે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 160 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. એજ રીતે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલમાં 151 ઇંચ વરસાદ વરસ્યો છે. એ સિવાય સેલવાસમાં 137 ઇંચ, વલસાડ જિલ્લાના વાપીમાં 136 ઇંચ, ધરમપુર માં 121 ઇંચ, પારડીમાં 113 ઇંચ, વલસાડમાં 111 ઇંચ, ઉમરગામમાં 100 ઇંચ વરસાદ વરસ્યો છે. 

Conclusion:જ્યારે હજુ પણ આગામી 29મી ઓક્ટોબર સુધી છુટાછવાયા ઝાપટાં વરસવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે. એ સાથે જ "ક્યાર" વાવાઝોડું પણ આગામી કલાકોમાં સંઘપ્રદેશ દમણ અને ગુજરાતના વલસાડના કાંઠે ટકરાશે તેવી પણ આગાહી કરતા આ સવંત 2075ના અંતિમ દિવસ એટલે કે દિવાળી પર્વ ને અને સવંત 2076ના પ્રથમ દિવસને લોકો ક્યારેય નહીં ભૂલે.

મેરૂ ગઢવી, ઇટીવી ભારત, વાપી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.