ETV Bharat / state

Kisan Suryodaya Yojana: ખેડૂતોને દિવસે વીજળી આપવાની પહેલથી ખેડૂતો બમણું ઉત્પાદન મેળવવા તૈયાર - ગુજરાત બજેટ 2022

ગુજરાત સરકારે હાલમાં રજૂ કરેલા બજેટમાં ખેડૂતો માટે દિવસમાં આઠ કલાક વીજળી( Kisan Suryodaya Yojana)આપવાની જાહેરાત કરી છે. દિવસના વીજળી મળે તે માટે ખેડૂતોની વર્ષો જૂની માંગ હતી. જે હવે પુરી થતા ખેડૂતોમાં ઉત્સાહ છે. તેમનું માનવું છે કે ખેડૂતોની આવક બમણી કરવાનું વડાપ્રધાનનું સ્વપ્ન દિવસે વીજળી મળવાથી સાકાર કરી શકાશે.

Kisan Suryodaya Yojana: ખેડૂતોને દિવસે વીજળી આપવાની સરકારની પહેલથી ખેડૂતો બમણું ઉત્પાદન મેળવી શકશે

author img

By

Published : Mar 22, 2022, 6:30 PM IST

વલસાડઃ ગુજરાત રાજ્યના ખેડૂતો માટે હાલના બજેટમાં દિવસે વીજળી આપવાની(Kisan Suryodaya Yojana) જાહેરાત થયા બાદ રાજ્યના દરેક જિલ્લામાં તેની અમલવારી શરૂ થઈ ચૂકી છે. પહેલા રાત્રે મળતી આઠ કલાકની વીજળીની તુલનાએ દિવસે મળતી વીજળીથી ખેડૂતોને જીઈબીના કર્મચારીઓને અનેક લાભાલાભ છે. સરકારની આ પહેલ બાગાયતી અને સીઝનલ ખેતીના ઉત્પાદનમાં બમણી આવક આપશે.

કિસાન સૂર્યોદય યોજના

વર્ષો જૂની માંગ ફળીભૂત થઈ, ઉત્પાદન વધશે - ગુજરાત રાજ્યના બજેટમાં(Gujarat Budget 2022) નાણાપ્રધાન કનુ દેસાઇએ ખેડૂતોને દિવસના સમયે આઠ કલાક વીજપુરવઠો પુરો પાડવાની જાહેરાત કરી છે. સૂર્યોદય યોજના અંતર્ગત રાત્રિના બદલે દિવસના વીજળી મળે તેવી માંગ રાજ્યના ખેડૂતોની હતી. આ પહેલથી થતા વિવિધ ફાયદા અંગે વલસાડ જિલ્લાના અગ્રણી ખેડૂત રાજેશ કુમાર શાહે ETV Bharat સાથે ખાસ વાત કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતોને દિવસમાં વીજળી આપવાની જાહેરાતથી ખેડૂતો ખૂબ જ ખુશ છે. આ પહેલથી રાજ્યનો દરેક ખેડૂત બમણું ઉત્પાદન મેળવી, દેશના ઉત્પાદનમાં અમૂલ્ય સિંહ ફાળો આપશે.

રાત્રી વીજળીમાં અનેક મુશ્કેલીઓ આવતી - રાત્રી દરમિયાન મળતી વીજળીમાં ઉભી થતી મુશ્કેલીઓ અંગે રાજેશ શાહે જણાવ્યું હતું કે રાત્રે હિંસક જનાવરનો ડર રહેતો. વીજળી દરમિયાન મોટર બળી જવી લાઈટમાં શોટસર્કિટ જેવા બનાવો બન્યા બાદ તાત્કાલિક મરામત થઈ શકતી નહોતી. ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડતી હતી. જીઈબીના કર્મચારીઓને ફોલ્ટ શોધવામાં અને મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. જે તમામ સમસ્યાઓ દિવસની વીજળી દરમિયાન જલ્દી નિવારી શકાય છે.

આ પણ વાંચોઃ સરકારની કિસાન સૂર્યોદય યોજનાનો વલસાડ જિલ્લાના નાનાપોંઢા ખાતેથી પ્રારંભ

વડાપ્રધાનનું ખેતીમાં બમણા ઉત્પાદનનું સપનું સાકાર થશે - રાત્રી લાઇટમાં ખેડૂતો મોટેભાગે ખેતર વાડીમાં જવાનું ટાળતા હતા. એટલે જોઈએ એવુ ઉત્પાદન મેળવી શકતા નહોતા મોટેભાગે તે બિન ઉપયોગી સાબિત થતી હતી. જ્યારે હવે દિવસના વીજળી મળવાથી ખેડૂતો આનંદિત છે. તો જે વીજચોરી થતી હતી તેના પર પણ અંકુશ રહેશે. ખેડૂતો ઉજાગરા કર્યા વિના પાક પર સારું ધ્યાન રાખી વધુ ઉત્પાદન મેળવી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ખેતીમાં બમણા ઉત્પાદનનું સપનું સાકાર થશે.

દરેક જિલ્લામાં છ કલાક વીજળી આપવાની શરૂઆત થઇ ચૂકી - ઉલ્લેખનીય છે કે સૂર્યોદય યોજના હેઠળ દિવસ દરમિયાન વીજળી આપવાની જાહેરાત બાદ હાલ દરેક જિલ્લામાં છ કલાક વીજળી આપવાની શરૂઆત થઇ ચૂકી છે. આગામી દિવસોમાં આઠ કલાકનો નિયત પુરવઠો મળતો થશે. આ માંગ ખેડૂતોની વર્ષો જૂની હતી. જે માટે ખેડૂતોએ સ્થાનિક MLA, MP, બાગાયત અધિકારીઓ, કૃષિમંપ્રધાન, કૃષિ અધિકારીઓ સમક્ષ અનેકવાર રજુઆત કરી હતી. જે હાલની ગુજરાત સરકારે પૂરી કરી છે. ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી બમણી આવકનું સપનું સાકાર કરશે તેવી આશા જાગી છે.
આ પણ વાંચોઃ કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત માંડલ તાલુકાના 3 ગામોને દિવસ દરમિયાન વિજળી મળશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.