ETV Bharat / state

લોકડાઉનના સમયમાં સુખાલા ગ્રામ પંચાયતની મુક્ત બજાર ખેડૂતો માટે "સંજીવની" સમાન - lockdown

વલસાડ જિલ્લાની સુખાલા ગ્રામ પંચાયત દ્વારા પ્રાથમિક સ્કૂલના આંગણે સરકારના ચુસ્ત નિયમોને આધીન શરૂ કરવામાં આવેલ મુક્ત બજાર 300 જેટલા પરિવારોને રોજીનું સાધન બની છે. સાથે જ ગામના લોકોનો ઘરઆંગણે લૉક ડાઉનમાં જીવન જરૂરિયાતની ચીજો અને શાકભાજી કીફાયતી ભાવે મળી રહ્યાં છે.

લોકડાઉનના સમયમાં સુખાલા ગ્રામ પંચાયત રચિત મુક્ત બજાર ખેડૂતો માટે "સંજીવની" સમાન

author img

By

Published : Apr 20, 2020, 3:05 PM IST

Updated : Apr 26, 2020, 9:02 PM IST

કપરાડાઃ સમગ્ર વિશ્વ જ્યારે કોરોના નામની મહામારીથી ગ્રસિત બન્યો છે ત્યારે આપણે ત્યાં પણ lock down ની સ્થિતિ સર્જાઇ છે. જેને લઇને તમામ ધંધારોજગાર અને વેપાર ઉપર બ્રેક લાગી ગઇ છે. આમાં જગતનો તાત કહેવાતો ખેડૂત પણ બાકી નથી બચ્યો. ખેડૂતો દ્વારા શાકભાજીઓના પાક ખેતરોમાં તૈયાર હતાં તેવામાં lock down થતાં આ તમામ પાક ખેતરોમાં અટવાઈ રહ્યો છે કારણ કે તેને ખરીદવા માટે ન તો કોઈ વેપારી આવી રહ્યાં છે કે ન તો કોઈ બજારો ખુલી રહ્યાં છે જેના કારણે ખેતરોમાં તૈયાર શાકભાજી ક્યાં નાખવી તે અંગે ખેડૂતો મૂંઝવણમાં મૂકાયાં છે.

લોકડાઉનના સમયમાં સુખાલા ગ્રામ પંચાયત રચિત મુક્ત બજાર ખેડૂતો માટે
લોકડાઉનના સમયમાં સુખાલા ગ્રામ પંચાયત રચિત મુક્ત બજાર ખેડૂતો માટે "સંજીવની" સમાન

જોકે આ સમસ્યાના નિવારણ માટે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલા સુખાલા ગ્રામ પંચાયત દ્વારા પહેલ કરવામાં આવી. સરકારના ધારાધોરણ અનુસાર એટલે કે સોશિયલ distance રાખીને અહીં પ્રાથમિક શાળામાં મુક્ત બજાર શરૂ કરવામાં આવ્યું છે. સવારે 7થી 11 વાગ્યા સુધી ચાલતાં આ બજારમાં ગામના ખેડૂતો પોતાના ખેતરમાં ઉગેલી શાકભાજી લાવી ગામના લોકો માટે જ વેચાણ કરી શકે છે જેથી કરીને ખેડૂતોની સમસ્યાઓ પણ હલ થઈ ગઈ અને સાથે સાથે ગ્રામજનોને પણ lock down જેવી સ્થિતિમાં પોતાના ઘરઆંગણે શાકભાજી ઉપલબ્ધ થાય અને ખેડૂતોને આ શાકભાજીના વેચાણથી નાણાંની પણ ઉપજ થઇ છે. સુખાલા ગ્રામ પંચાયત દ્વારા શરૂ કરવામાં આવેલું આ મુક્ત બજાર ખેડૂતો માટે હાલ સંજીવની સમાન બન્યું છે.

lock downના સમયમાં ગ્રામીણ કક્ષાએ રેશનની દુકાન ધરાવતાં કેટલાક દુકાનદારો દ્વારા લોકોને બમણા ભાવે વસ્તુઓનું વેચાણ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. જે સરપંચના ધ્યાને આવતાં તેમણે દુકાનદારો દ્વારા કરવામાં આવતી ઉઘાડી લૂંટથી લોકોને બચાવવા માટે મુક્ત બજાર શરૂ કરવામાં ભૂમિકા ભજવી. ગ્રામ પંચાયત દ્વારા જ હોલસેલ ભાવે લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તો સાથે ખરીદી કરવા આવનાર તમામ વ્યક્તિએ માસ્ક પહેરીને આવવા સાથે કાપડની થેલી લાવવાનું જણાવાયું છે. મુક્ત બજારમાં વેચાણ કરવા માટે બેસાવા પાથરણાંવાળાઓ માટે સર્કલો બનાવવામાં આવ્યાં છે એ સર્કલોમાં જ ઊભા રહીને પોતાનો વારો ન આવે ત્યાં સુધી રાહ જોવાની હોય છે.

સુખાલાનું આ મુક્ત બજાર અન્ય ગામના લોકો માટે પણ એક ઉદાહરણરૂપ છે lock down ના સમયમાં ગ્રામીણ કક્ષાએ શરૂ કરાવેલું મુક્ત બજાર ગામના લોકો માટે તો ઉપયોગી છે જ સાથે-સાથે ખેડૂતો માટે પણ આવક મેળવવાનું સાધન બની રહ્યું છે. સરપંચ જયશ્રીબહેન દ્વારા હાલ રોજ આ મુક્ત બજારમાં માસ્કનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે

મહત્વનું છે કે કપરાડા અને ધરમપુર તાલુકામાં અનેક ગામોમાં લોકો ખેતરોમાં શાકભાજી વાવી આવક મેળવતા હોય છે અને lock downને લઇ ટ્રાન્સપોર્ટેશન બંધ છે ત્યારે આ તમામ ખેડૂતો માટે આવકનો સવાલ ખડો થઈ ગયો હતો. ગ્રામ પંચાયતની આ અનોખી પહેલ દાદ આપવા લાયક છે.

લોકડાઉનના સમયમાં સુખાલા ગ્રામ પંચાયતની મુક્ત બજાર ખેડૂતો માટે "સંજીવની" સમાન

Last Updated : Apr 26, 2020, 9:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.