ETV Bharat / state

વાપીની જનસેવા હોસ્પિટલે ઓક્સિજનની અછતને લઈને દર્દીઓને સારવાર નહી આપી શકીએ એવા બેનર લગાડ્યા

વલસાડ જિલ્લાના વાપીમાં કોવિડ હોસ્પિટલ તરીકે માન્યતા ધરાવતી શ્રેયસ મેડીકેર એમ. એન. મહેતા જનસેવા હોસ્પિટલે સોમવારથી કોવિડના નવા દર્દીઓને સારવાર આપવા પર રોક લગાવી છે. હોસ્પિટલમાં મળતા ઓક્સિજનના 3 ટનથી વધુના જથ્થા સામે માત્ર 2 ટન ઓક્સિજન જ મળી શકે તેવી પરિસ્થિતિ નિર્માણ થતા હોસ્પિટલ ટ્રસ્ટે આ નિર્ણય લીધો છે.

વાપીની જનસેવા હોસ્પિટલે ઓક્સિજનની અછતને લઈને દર્દીઓને સારવાર નહી આપી શકીએ એવા બેનર લગાડ્યા
વાપીની જનસેવા હોસ્પિટલે ઓક્સિજનની અછતને લઈને દર્દીઓને સારવાર નહી આપી શકીએ એવા બેનર લગાડ્યા
author img

By

Published : May 3, 2021, 5:40 PM IST

  • જનસેવા હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીના લાગ્યા બેનર
  • ઓક્સિજનની અછતના કારણે દર્દીઓને પ્રવેશ નહી મળે
  • વાપીમાં ઓક્સિજનની કુલ 25 ટનની જરૂરિયાત સામે માત્ર 7 ટન જ મળે છે

વલસાડઃ જિલ્લાના વાપીમાં ઓક્સિજનની અછતના કારણે હવે હોસ્પિટલોએ વધુ દર્દીઓને સારવાર માટે પ્રવેશ નહી આપવાનો નિર્ણય લઈ હોસ્પિટલ બહાર બેનર મારવાની ફરજ પડી છે. ઓક્સિજનની કુલ જરૂરિયાત સામે લોકલ ઓથોરિટીએ ક્વોટા ઘટાડતા આ નિર્ણય લેવો પડ્યો હોવાનું જનસેવા હોસ્પિટલના ટ્રસ્ટી નિમેષ વશીએ જણાવ્યું હતું.

જનસેવા હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીના લાગ્યા બેનર

આ નિર્ણય ખૂબ કઠિન સંજોગોમાં લેવો પડ્યોઃ ટ્રસ્ટી

વલસાડ જિલ્લામાં કોરોનાની પ્રથમ લહેરથી કોરોનાના દર્દીઓને સારવાર આપતી શ્રેયસ મેડીકેર એમ. એન. મહેતા જનસેવા હોસ્પિટલે હાલમાં વધુ દર્દીઓને પ્રવેશ નહી આપવાનો નિર્ણય લીધો છે. આ અંગે ટ્રસ્ટી નિમેષ વશીએ જણાવ્યું હતું કે, આ નિર્ણય ખૂબ કઠિન સંજોગોમાં લેવો પડ્યો છે. કેમ કે હાલમાં જનસેવા હોસ્પિટલ અને અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય કરતી પી. કે. કાર્બોનિક્સ કંપનીને લોકલ ઓથોરિટીએ અન્યત્ર ઓક્સિજન પૂરો પાડવા વાપીને મળતા જથ્થામાં ઘટાડો કરવાની સૂચના આપી છે. વાપીમાં દૈનિક 20થી 25 ટન જરૂરિયાતમાંથી પી. કે. કાર્બોનિક્સ પાસે 15 ટન ઓક્સિજનની રિકવાયરમેન્ટ હતી. સામે માત્ર 7 ટન ઓક્સિજન મળી રહ્યો છે. એવામાં ઓક્સિજનની ઘટથી દર્દીઓ મોતના મુખમાં ના ધકેલાય જાય તે ધ્યાને રાખી આ નિર્ણય લઈ હોસ્પિટલ પરિસરમાં દર્દીઓ પર રોક લગાવવાના બેનર લગાડવાની ફરજ પડી છે.

નિમેષ વશી
નિમેષ વશી

આ પણ વાંચોઃ વાપીમાં કોરોના કેસ વધતા વેક્સિનેશન કામગીરીને વેગ અપાયો

85 દર્દીઓની સામે હવે માત્ર 50 દર્દીઓને સારવાર

નિમેષ વશીએ વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દૈનિક ત્રણથી સાડા ત્રણ ટન ઓક્સિજન સામે 15 દિવસથી જથ્થો ઓછો મળતો હતો. એવામાં ત્રણેક દિવસ પહેલા ઓક્સિજનના વાહનોને ભરૂચ-વડોદરામાં અટકાવવામાં આવ્યાં હતા. એ સમયે હોસ્પિટલમાં ઓક્સિજનની કટોકટી સર્જાઈ હતી. આવી ઘટના ફરીના બને તે માટે હોસ્પિટલમાં દૈનિક જે 80થી 85 દર્દીઓને સારવાર આપતા હતા, તેને બદલે હવે 50 દર્દીઓને જ સારવાર આપવાનો નિર્ણય લેવો પડ્યો છે.

હોસ્પિટલમાં ઓક્સિજનની સાડા ત્રણ ટનની જરૂરિયાત સામે માત્ર 2 ટન

શ્રેયસ મેડીકેર એમ. એન. મહેતા જનસેવા હોસ્પિટલમાં હાલ માત્ર 2 ટન ઓક્સિજન જ મળી રહ્યો છે. લોકલ ઓથોરિટી વાપીની કુલ 20થી 25 ટન જરૂરિયાત સામે 11 ટન જથ્થો આપતી હતી. જેમાં પણ હાલમાં 3 ટન ઘટાડો કરી 8 ટન આપવાની ખાતરી આપી હતી. એમાંથી પણ એક ટન આહવાને ફાળવવામાં આવતા વાપીની કુલ 25 ટનની જરૂરિયાત સામે માત્ર 7 ટન ઓક્સિજન મળે છે. જે જોતા આગામી દિવસોમાં અન્ય પ્રાઇવેટ હોસ્પિટલોએ પણ ઓક્સિજનની અછતને લઈને દર્દીઓની સંખ્યામાં ઘટાડો કરવો પડશે તેવી જાહેરાત કરી હોવાનું પણ નિમેષ વશીએ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ રેમડેસીવીર ઇન્જેક્શન અને ઓક્સિજન માટે સરકાર મદદ કરી રહી છે: સી. આર. પાટીલ

ટેક્નિકલ પાર્ટ્સ અને રોમટિરિયલ વિદેશથી મંગાવે તો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થઈ શકે

ઓક્સિજનના સપ્લાયને પહોંચી વળવા જનસેવા હોસ્પિટલે ચાઇના સહિત દેશના અન્ય કેટલાક પ્લાન્ટમાં પણ ટહેલ નાખી છે. પરંતુ તેના રોમટિરિયલની જ શોર્ટ હોય તે પહેલ ફળી નથી. તો, સ્થાનિક વાપી GIDCના આરતી અને બાયર ઉદ્યોગગૃહોએ પોતાના નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજન પ્લાન્ટમાં કન્વર્ટ કરી ઓક્સિજન પૂરો પાડવાની તૈયારી બતાવી છે. જેમાં કેટલાક ટેક્નિકલ પાર્ટ્સ વિદેશથી આયાત કરવા પડે તેમ છે. જેમાં સફળતા નહી મળતા આખરે હોસ્પિટલે કોરોના દર્દીઓને સારવાર માટે પ્રવેશ નહી આપીએ તેવા બેનર મારવાની ફરજ પડી છે. ત્યારે જો ઓક્સિજનની સતત વર્તાતી તંગીને નિવારવામાં નહી આવે તો વાપીમાં કોરોનાના ખપ્પરમાં હોમાતા દર્દીઓની સંખ્યામાં ખૂબ મોટો વધારો થશે તેવી શક્યતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.