કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા અનેક ચર્ચોમાં ડિસેમ્બર અને નાતાલ પર્વને લઈને અનેક પ્રાર્થનાઓ અને સાંકૃતિક કાર્યક્રમ થતા હોય છે. આવા કાર્યક્રમોમાં હાજરી આપવા માટે અનેક આસપાસના અનેક ગામોમાં રેહતા લોકો વાહનોમાં બેસી જતા હોય છે. ત્યારે રાત્રી દરમિયાન ઘાટ માર્ગ ઉપર ભારે વાહનોમાં થતા અકસ્માત જેવી ઘટના બનતાં અનેક લોકો ઈજાગ્રસ્ત બનતા હોય છે.
કપરાડાના કાસ્તુનિયા ગામે શનિવારના રોજ નાતાલ પર્વની ઉજવણી કરવા માટે પિકઅપ વાનમાં બેસીને જઈ રહેલા 30થી વધુ લોકો ભરેલ પીકઅપ વાન ઘાટ રોડ ઉપરથી રોડની સાઈડમાં ઉતરી પલટી ખાઈને નજીકનાં એક ઝાડમાં અટકી પડી હતી.
આ સમગ્ર ઘટનામાં વાનમાં મુસાફરી કરેલા 30થી વધુ લોકો પૈકી 5 લોકોને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે નજીકની હોસ્પિટમાં ખસેડવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, કપરાડાના કુંભ ઘાટમાં છેલ્લા 1 માસમાં 10થી વધુ અકસ્માતોની ઘટના બની છે. જેમાં અનેક લોકોને ઈજાઓ થઈ છે. મહત્વનું છે કે, નાનાપોંઢાથી કપરાડા અને નાસિકને જોડતો સ્ટેટ હાઇવે હોવા છતાં ઘાટ રોડની હાલત બિસ્માર છે. તેના કારણે જ આવી અકસ્માતોની ઘટના બને છે.