- મધ્યમવર્ગના આદિવાસી મહિલાને સ્વખર્ચે બનાવી આપશે ઘર
- વાપીના નગર સેવક મોદીના જન્મ દિવસે આપે છે ઘર
- મધ્યમ વર્ગના પરિવારને ઘર બનાવી આપી મોદીજીના જન્મ દિવસની ઉજવણી કરે છે
વલસાડ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17મી સપ્ટેમ્બરે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે જરૂરિયાતમંદને મદદરૂપ થઇ શકાય તેવી ભાવના સાથે વાપી નગરપાલિકાના સભ્યએ 100 વર્ષથી ઝૂંપડામાં રહેતા એક આદિવાસી મહિલાને સ્વખર્ચે પાકું મકાન બનાવી આપવાનું બીડું ઝડપ્યું હતું અને મોદીજીના જન્મદિવસ નિમિત્તે પાલિકા પ્રમુખની હાજરીમાં ખાત મુહૂર્ત કર્યું હતું. દિલીપ યાદવ નામના આ નગરસેવ કે, ગત વર્ષે પણ એક પરિવારને મકાન બનાવી આપ્યું હતુ અને દર વર્ષે ઘર વિહોણા એક મધ્યમ વર્ગના પરિવરાને ઘરનું ઘર આપવાનું પ્રણ લીધું છે.
વાપી નગરપાલિકાના નગરસેવકે જરૂરિયાતમંદના એક પરિવારને ઘર અપાવ્યું
વાપી નગરપાલિકામાં વોર્ડ નંબર 7ના નગરસેવક દિલીપ યાદવે તેમના વોર્ડમાં 100 વર્ષથી ઝૂંપડામાં રહેતા એક આદિવાસી મહિલા અને તેના અપંગ પુત્ર માટે પોતાના સ્વખર્ચે ઘર બનાવી આપવાની પહેલ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે પાલિકાના પ્રમુખની ઉપસ્થિતિમાં ઘરનું મુહૂર્ત કર્યું હતું.
સ્વખર્ચે જ મકાન બનાવી આપવાનું બીડું ઝડપ્યું
આ અંગે વાપી નગરપાલિકાના વોર્ડ નંબર 7ના સભ્ય એવા દિલીપ યાદવે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તે છેલ્લા 25 વર્ષથી આ પરિવારને આ રીતે જોતા આવ્યાં છે. આ આદિવાસી પરિવાર અહીં 100 વર્ષથી રહે છે. આ જમીન તેમની ન હોવાથી તેના દસ્તાવેજી પુરાવાના અભાવે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવી શકે તેમ નથી. એટલે સ્વખર્ચે જ મકાન બનાવી આપવાનું બીડું ઝડપ્યું છે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આજે સચિવો સાથે યોજશે સમીક્ષા બેઠક
દર વર્ષે એક ઘર આપવાનું પ્રણ નગરસેવકે લીધું છે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17મી સપ્ટેમ્બરે જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે જરૂરિયાતમંદને મદદરૂપ થઇ શકાય તેવી ભાવના સાથે તેઓ દર વર્ષે એક ઘર વિહોણા પરિવારને પોતાના સ્વખર્ચે ઘર બનાવી આપે છે. ગત વર્ષે તેમણે ઝૂંપડામાં રહેતા રતિલાલ પટેલને અંદાજિત 1 લાખ આસપાસના ખર્ચે ઘર બનાવી આપ્યું હતું. આ વખતે પણ એટલા જ ખર્ચે આદિવાસી મહિલા ચમરી બેનને ઘર બનાવી આપવા પાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં ખાત મુહૂર્ત કર્યું હતું. ચમરી બેન અહીં ઝૂંપડામાં પોતાના અપંગ પુત્ર સાથે રહે છે. તેમને 10x12નું પાકુ ઘર અને ઘર પાસે જ રોજગારી મળી રહે તે માટે એક નાનકડી દુકાન બનાવી આપવાનું આયોજન દિલીપ યાદવનું છે.
પાલિકા પ્રમુખે પાઠવી શુભકામના
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા વાપી નગરપાલિકાના પ્રમુખ વિઠ્ઠલ પટેલે પણ દિલીપ યાદવની સેવાને બિરદાવી પાકું ઘર મેળવનારા ચમરીબેનને શુભેચ્છા પાઠવી નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી ઉજવણીમાં સહભાગી થવાની ખુશી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: Happy Birthday PM: સુરતના એક કલાકારે MS મેટલથી PM Modiની થ્રીડી ઈમેજવાળી ફ્રેમ બનાવી
2 વર્ષથી મોદીના જન્મ દિવસની કરે છે અનોખી ઉજવણી
ઉલ્લેખનીય છે કે, દિલીપ યાદવ મધ્યમ વર્ગના પરિવારની મહિલા અને તેના અપંગ પુત્રનું જે ઘરના ઘરનું સપનું પૂરું કરવાના છે. તે ઘર અંદાજિત એકાદ લાખના ખર્ચે બનશે. જેનો તમામ ખર્ચ નગરસેવક પોતે ઉઠાવશે. તેમનું પ્રણ છે કે દર વર્ષે મોદીજીના જન્મ દિવસે એક મધ્યમ વર્ગના પરિવારને ઘરનું ઘર આપવું જે અનુસંધાને તે 2 વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી મધ્યમ વર્ગના પરિવારને મદદરૂપ થયાની ખુશી વ્યક્ત કરે છે.