- શકભાજી વેપારીને રહેવા માટે પાલિકા દ્વારા બનાવવામાં આવ્યા હતા મકાન
- હાલમાં પણ 40થી વધુ પરિવારો બિલ્ડીંગમાં રહે છે
- વલસાડ માં મોડી રાત્રે 120 આવાસ યોજના નો સ્લેબ તૂટી પડ્યો
વલસાડ: જિલ્લાના શાકભાજી માર્કેટમાં આવેલા 120આવાસ યોજનાનો સ્લેબ તૂટી પડતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા. 50 વર્ષ કરતા પણ વધુ સમયની જૂની બિલ્ડીંગ અત્યંત જર્જરિત બની ચુકી હતી. જેની દેખરેખને અભાવે અગાઉ પણ અનેક સ્થળેથી પોપડા પાડવા કે સ્લેબ પાડવાની ઘટના બની ચુકી છે, એવામાં શુક્રવારે રાત્રે પણ સ્લેબ તૂટી પડ્યો હતો. ઘટનમાં કોઈ જાનહાની નહોતી થઈ.
રાત્રી દરમ્યાન બનેલી ઘટનાને કારણે કોઈ જાનહાની બની નહિ
વલસાડ શહેરના પોશ વિસ્તાર અને ધમધમતા બજાર ગણવામાં આવતા એવા શાકમાર્કેટમાં દિવસ દરમ્યાન અનેક લોકોની ભીડ જોવા મળે છે અને એવામાં જો 120 આવાસ યોજનાનો સ્લેબ જો દિવસ દરમ્યાન તૂટ્યો હોત તો મોટી ઘટના બની હોત અને અનેક લોકો ને ઈજાઓ થઈ હોત.
આ પણ વાંચો : પારડીમાં આરોગ્ય વિભાગ દ્વારા શાકમાર્કેટના ફેરિયાનું મેડિકલ ચેકઅપ કરાયું
પાલિકામાં અનેક વાર સ્થાનિકો દ્વારા રજુઆત કરવામાં આવી હતી
વલસાડ પાલિકાએ જર્જરિત બનેલી બિલ્ડીંગને જોતા પાલિકાએ બિલ્ડીંગમાં રહેતા લોકોને અન્ય સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પણ હજુ અનેક પરિવાર આ બિલ્ડીંગમાં જીવના જોખમે રહતા હતા. અગાઉ પણ આ જ બિલ્ડીંગનો એક પોપડા તૂટી પડતા એર વુદ્ધને સામાન્ય ઈજા પહોંચી હતી પણ તેમ છતા તંત્ર દ્વારા કોઈ દરકાર લેવામાં નહોતી આવી.
આ પણ વાંચો : વલસાડઃ શાકભાજીના ભાવમાં વધારો, થાળીમાંથી લીલોતરી ગાયબ
ઘટના બનતા વલસાડ સીટી પોલીસ અને ફાયર વિભાગ ની ટીમ ઘટના સ્થળે પોંહચી
વલસાડ શાકભાજી માર્કેટમાં આવેલ 120 આવાસ બિલ્ડીંગનો સ્લેબ તૂટી પડતા આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો ઘટના અંગે ની જાણકારી મળતા વલસાડ સીટી પોલીસની ટીમ અને વલસાડ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પોહચી નિરીક્ષણ કર્યું હતું ,જોકે સમગ્ર ઘટનામાં કોઈ હાની થઇ ન હતી.