ETV Bharat / state

વલસાડમાં સરકારી અનાજની દુકાનોમાં સમયસર અનાજ ન પહોંચતા દુકાનદારો પરેશાન - વલસાડમાં સસ્તા અનાજની દુકાન

વલસાડ જિલ્લામાં આવેલ સસ્તા અનાજની દુકાનમાં અનાજ(Cheap food shop in Valsad) પહોંચતુ કરવા માટે છેલ્લા કેટલાક સમયથી એક કંપની કોન્ટ્રાક્ટ ચલાવે છે. તાજેતરમાં પારડી અને વાપી તાલુકાનો કોન્ટ્રાક્ટ નવા કોન્ટ્રકટરને અપાતાં મહિનાના અંતમાં દુકાનમાં રાશનનો જથ્થો પહોંચતો કરે છે. છેલ્લા બે માસથી અનાજનો જથ્થો સમયસર ન મળતાં આખરે સસ્તા અનાજની દુકાનદારોએ કલેકટર અને પ્રભારી મંત્રી નરેશ પટેલને રજૂઆત કરી છે.

વલસાડમાં સરકારી અનાજની દુકાનોમાં સમય સર અનાજ ન પહોંચતા દુકાનદારો પરેશાન

author img

By

Published : Feb 9, 2022, 5:44 PM IST

Updated : Feb 9, 2022, 6:26 PM IST

વલસાડ: ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા દરેક પરિવારને રાશન(Pandit Deendayal Consumer Store Scheme ) મળે એ માટે હાલ સસ્તા અનાજની દુકાનમાં દર માસે 15 તારીખ સુધીમાં અનાજના ગોડાઉન થી રાશન પહોંચતુ(Central Government Ration Scheme ) કરવાનું હોય છે. જેના સ્થાને હાલમાં માસની 27 થી 29 તારીખ વચ્ચે વલસાડ વાપી અને પારડીની દુકાનોમાં અનાજનો જથ્થો પહોંચતા દુકાનદારો ગ્રાહકોને જવાબ આપી આપીને થાકી ગયા છે. વળી એની પાછળનું કારણ નવા કોન્ટ્રકટર પાસે ટાંચા સાધનો અને મજૂરોનો અભાવ હોવાની ચર્ચા ઉઠી રહી છે.

સસ્તા અનાજની દુકાન

નવી કંપનીને કોન્ટ્રાકટ આપવમાં આવતા દુકાનદારો પરેશાન

વલસાડ જિલ્લામાં આવેલી સસ્તા અનાજની દુકાનો પૈકી પારડી 95 દુકાનો તેમજ (Cheap ration shop )વાપી અને વલસાડ જિલ્લાની વલસાડ તાલુકાની 120 દુકાનો માટે વલસાડ પુરવઠા વિભાગ દ્વારા તારીખ 3- 11 -2021 ના રોજ રામ કુમાર યાદવ નામની કોન્ટ્રાક્ટર કંપનીને સરકારી અનાજના ગોડાઉન ઉપર થી અનાજ ભરી સસ્તા અનાજની દુકાન સુધી અનાજનો જથ્થો પહોંચાડવાની કામગીરીનું કામ સોંપવામાં આવ્યું હતું. પરંતુ આ નવી કંપની દ્વારા 11માં મહિનામાં કામ શરૂ કરવામાં આવ્યું નહીં અને 12માં મહિના બાંધકામ શરૂ કરવામાં આવતા તેની સામે દુકાનદાર ઓહાપો મચાવ્યો હતો. જેને લઈને ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી હતી અને તે દરમિયાન જૂના કોન્ટ્રાક્ટરને જ કામ સોંપવામાં આવ્યું જેથી લોકોને મોડેમોડે અનાજ પહોંચ્યું. પરંતુ જાન્યુઆરી માસમાં ફરીથી રામકુમાર યાદવને કોન્ટ્રાક્ટ આપવામાં આવતા જાન્યુઆરીની 8 તારીખથી અત્યાર સુધીમાં વાપી પારડી અને વલસાડની સરકારી અનાજની દુકાનોમાં હજુ સુધી કેટલીક દુકાનોમાં અનાજનો જથ્થો પહોંચ્યો નથી તો ગત મહિનામાં જ્યાં તારીખ 15 થી 20 દરમિયાન અનાજનો જથ્થો પહોંચી જવું જોઈએ એના સ્થાને માસની આખર તારીખ એટલે કે 27 થી 29 દરમિયાન અનાજનો જથ્થો પહોંચતો કરવામાં આવ્યો.

માસના અંતે અનાજ નોજથ્થો પોહચતો થતા દુકાનદારોને વિતરણ માટે હાલાકી

નવી એજન્સીને આપેલા અનાજ સપ્લાય કરવાના કામકાજ ને પગલે સરકારી અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો માસના અંતિમ તારીખ 27, 28 , 29 દરમિયાન દુકાન સુધી પહોંચતો કરવામાં આવી રહ્યો છે. જેને લઇને સસ્તા અનાજની દુકાન ચલાવનારાઓને પરેશાની ભોગવવી પડી રહી છે દુકાન નું કહેવું છે કે જો 27 તારીખ સુધીમાં અનાજ દુકાન સુધી પહોંચે તો આ જથ્થાને કોમ્પ્યુટર રાઈઝ કરવા માટે 24 કલાક જેટલો સમય લાગે છે અને તે બાદ જ તેઓ ઓનલાઇન રસીદ કાઢવી કે અન્ય ગ્રાહકોને તેઓ અનાજનો જથ્થો આપી શકતા હોય છે. જેના કારણે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જો 27 તારીખે અનાજનો જથ્થો આવે તો 28 તારીખે તેઓનું અનાજનો જથ્થો ઓનલાઇન પોર્ટલ ઉપર દર્શાવી શકાય છે અને 29 તારીખ દરમિયાન તેઓ વિતરણ વ્યવસ્થા શરૂ કરી શકે છે. જેને લઈને તેઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે વળી એમાં પણ જો ઇન્ટરનેટ વ્યવસ્થા ખોરવાઈ તો તેઓને પડતા ઉપર પાટુ મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચોઃ નવાગામ ઘેડમાં સસ્તા અનાજની દુકાના સડેલું અનાજ, કોર્પોરેટર અનાજ સાથે પુરવઠા કચેરીએ પહોંચ્યા

વાપી, પારડી અને વલસાડ તાલુકાની દુકાનોનો કોન્ટ્રાકટ નવી એજન્સીને અપાયો

જિલ્લામાં અનાજના ગોડાઉન થી સરકારી અનાજની દુકાનો સુધી અનાજનો જથ્થો પહોંચાડવા માટે અગાઉ કેટલા વર્ષોથી એક કોન્ટ્રાક્ટર દ્વારા વ્યવસ્થિત કામગીરી કરવામાં આવતી હતી. સમયસર અનાજનો જથ્થો પહોંચતો કરવામાં આવતો હતો. પરંતુ 3- 11 -2021 ના રોજથી રામ કુમાર યાદવના કોન્ટ્રાક્ટરને આ કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં પારડી અને વાપી મળી 95 જેટલી સરકારી અનાજની દુકાનોમાં જ્યારે વલસાડ તાલુકાની 120 અનાજની દુકાનો અનાજનો જથ્થો પહોંચતો કરવાની કામગીરી તેમને સોંપવામાં આવી હતી .પરંતુ ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં નવી એજન્સીએ કામમાં ઢીલાસ રાખતા અનાજનો જથ્થો સમયસર દુકાનદારો સુધી પહોંચી શક્યો નહીં.

દુકાનદારોને પડતી હાલાકીને પગલે મૌખિક રજૂઆત કરી

વલસાડ જિલ્લામાં નવી એજન્સીને આપવામાં આવેલા અનાજનો જથ્થો પહોંચાડવાના કોન્ટ્રાક્ટ માં સમયસર અનાજનો જથ્થો દુકાનદાર સુધી પહોંચતો ન હોય પારડી વાપી અને વલસાડના સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાન સંચાલકોએ વલસાડ જિલ્લાના પ્રભારી પ્રધાન નરેશભાઇ પટેલને મળી તેમની સમસ્યાઓથી અવગત કરાવી જણાવ્યું કે નવી એજન્સી ધરાવનારા કોન્ટ્રાક્ટરને ભૌગોલિક પરિસ્થિતિ નું જ્ઞાન નથી તેમજ તેની પાસે પૂરતાં સાધનો પણ ન હોવાને કારણે તે સમયસર દુકાનદારો સુધી અનાજનો જથ્થો પહોંચાડી શકતા નથી જેને પગલે અગાઉ જે જૂની એજન્સી છે તે એજન્સીને કામગીરી આપવામાં આવે જેથી કરીને અગાઉ જે રીતે યોગ્ય કામગીરી થતી હતી તે ફરીથી પુનઃપ્રાપ્ત મુજબ થાય તે અંગે રજૂઆત કરી હતી.
આ પણ વાંચોઃ National Consumer Protection Day 2021: નવસારી ખાતે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસની ઉજવણી કરાઇ

Last Updated : Feb 9, 2022, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.