વલસાડઃ જિલ્લાના પારડી, વાપી અને ઉમરગામ તાલુકામાં પ્રાથમિક સ્કૂલોનું મધ્યાહન ભોજન બનાવવા અને વિતરણની કામગીરી એક ખાનગી કોન્ટ્રાકટ કંપનીને આપવામાં આવ્યું છે. જેના દ્વારા દરેક તાલુકાની સ્કૂલોમાં ભોજન પહોંચતું કરવામાં આવે છે અને અઠવાડિયાના વાર દીઠ મેનુ નક્કી કરવામાં આવે છે પરંતુ મેનુ મુજબ ભોજન પીરસવામાં આવતું નથી. મેનુમાં લખવામાં આવેલો નાસ્તો સ્કૂલોમાં આપવામાં આવતો જ નથી અને જો કોઈ શિક્ષક આ બાબતે ફરિયાદ કરે તો ખુદ પ્રાથમિક શિક્ષણ વિભાગમાંથી તેમને ઠપકો આપવામાં આવતો હતો.
ઇટીવીની ટીમ દ્વારા પારડી તાલુકાની ખેરલાવ પ્રાથમિક સ્કૂલની મુલાકાત લીધી હતી. જ્યાં શુક્રવારના રોજ મેનુમાં નાસ્તો મુઠીયા અને ભોજન દાળભાત આપવાનો ઉલ્લેખ હતો પરંતુ જ્યારે સ્કૂલની મુલાકાત લેવામા આવી ત્યારે માત્ર ને માત્ર દાળભાત જ આપવામા આવ્યા હતા.
જ્યારે નાસ્તો ગાયબ હતો જ્યારે એજ હાલત પારડી તાલુકાના અંબાચ સ્કૂલની હતી. ત્યાં પણ મેનુમાં નાસ્તો લખ્યો હતો પણ ફક્ત દાળભાજ આપવામા આવ્યા હતા. જ્યારે આ સમગ્ર બાબતે મધ્યાન ભોજન યોજનાના કોન્ટ્રાકટર સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી. ત્યારે કોન્ટ્રાકટરએ જણાવ્યું કે, નાસ્તો આપવાનો ભૂલથી રહી ગયો હશે. તો શું પારડી તાલુકાની દરેક સ્કૂલોમાં નાસ્તો આપવાનું ભૂલી જવાય કે પછી આપવામાં જ નથી આવતોએ તપાસનો વિષય છે આ સમગ્ર બાબતે જ્યારે શિક્ષકો અને SMCના સભ્યને માહિતી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો તમામ લોકોએ કેમેરા સમક્ષ આવવાનીના પાડી દીધી હતી,.
મહત્વનું છે કે, શિક્ષકો દ્વારા મધ્યાહન ભોજનમાં આવતા ભોજન માટે માત્ર ઓનલાઈન એપમાં હાજરી ભરવાની હોય છે. એમાં એવો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે સ્કૂલમાં બાળકોને ભોજનમાં શુ મળ્યું માત્રને માત્ર બાળકોની સંખ્યાની હાજરી જ ભરવાની હોય છે. જેથી કોઈ ફરિયાદ પણ કરી શકતું નથી.
મહત્વનું છે વલસાડ પારડી ઉમરગામ અને વાપી તાલુકાની તમામ પ્રાથમિક સ્કૂલોમાં મધ્યાહ્નન ભોજન માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. આ કંપની દ્વારા વહેલી પરોઢિયે બનવાયેલું ભોજન બીજા દિવસે બપોરે 12 વાગ્યા સુધી સ્કૂલોમાં પહોંચતુ કરે છે. ત્યારે તેની ગુણવત્તા કેવી હશે એતો ભોજન આરોગનાર જ જાણે છે.
આ સમગ્ર બાબતની જવાબદારી વલસાડ જિલ્લા કલેકટરની હોય છે તેમને કોઈ પણ સ્કૂલમાં અચાનક મુલાકાત લઇને મેનુ ચેક કરવું જોઈએ જેથી કરીને તેમને વાસ્તવિકતાનો ખ્યાલ આવે બાકી બાળકોના મધ્યાહન ભોજનના આવતા લાખો રૂપિયા માત્ર એક વખતનું ભોજન આપવામાં આવે છે અને નાસ્તો આપવામાં આવતો નથી આ બાબત ઉડીને આંખે વળગે એમ છે.