ETV Bharat / state

સમગ્ર ગુજરાત અને દેશની તુલનાએ વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં ક્રાઈમ રેટ ઘટ્યો: IG પાંડિયન - Lowest crime rate Gujarat

દેશભરમાં દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓમાં સૌથી ઓછો ક્રાઈમ રેટ (crime rate in South Gujarat) લાવવામાં પોલીસને સફળતા મળી છે તેમજ આગામી 31stને ધ્યાને રાખી વલસાડ જિલ્લાની સરહદે નાકાબંધી કરી પીધેલાઓને પકડવાની ઝુંબેશ હાથ ધરાશે તેવું વાપીની મુલાકાતે આવેલા સુરત રેન્જ IG રાજકુમાર પાંડિયને (Statement of IG Rajkumar Pandian) જણાવ્યું હતું. શુક્રવારે સુરત રેન્જ IG રાજકુમાર પાંડિયન વાર્ષિક ઇન્સ્પેકશનના ભાગરૂપે વલસાડ જિલ્લાની મુલાકાતે આવ્યા હતાં, જેમાં જિલ્લાના પોલીસ જવાનોની પરેડ ઝીલી, જિલ્લા પોલીસવડા કચેરી ખાતે પોલીસવડા સાથે મુલાકાત કરી વાપી સહિતના પોલીસ મથકમાં મુલાકાત લઈ પોલીસ અધિકારીઓ સાથે કાયદો વ્યવસ્થાને (Lowest crime rate Gujarat) લઈ ચર્ચા વિચારણા કરી હતી.

gujarat vapi Crime rate
gujarat vapi Crime rate
author img

By

Published : Dec 25, 2021, 1:25 PM IST

વલસાડ: સુરત રૂરલ સહિત દક્ષિણ ગુજરાતના રેન્જ IG રાજકુમાર પાંડિયન શુક્રવારે વલસાડ જિલ્લાની મુલાકાતે આવ્યાં હતાં, જેમાં IG પાંડિયને સૌ પ્રથમ વલસાડ ખાતે પોલીસ જવાનોની પરેડ નિહાળી જિલ્લા પોલીસવડા કચેરી ખાતે જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ સાથે કાયદો વ્યવસ્થા અંગે ચર્ચા કરી જિલ્લાના વાપી સહિતના પોલીસ મથકની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન વાપી ટાઉન ખાતે પોલીસ અધિકારીઓ સાથે વિશેષ ચર્ચા કરી મીડિયા સાથેની વાતચીતમાં (Statement of IG Rajkumar Pandian) જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત રેન્જમાં આવતા 4 જિલ્લાની પોલીસે ઐતિહાસિક સફળતા મેળવી છે. વર્ષ 2016 બાદ વર્ષ 2021માં આ રેન્જમાં સમગ્ર દેશના અન્ય ક્ષેત્રની તુલનાએ 50 ટકા ક્રાઈમ રેટ (Lowest crime rate Gujarat) ઘટ્યો છે. વલસાડ, નવસારી, ડાંગ અને સુરત રૂરલ પોલીસે ટીમ વર્ક કરી ગુનાઓ ઉકેલી આ સફળતા મેળવી છે.

સમગ્ર ગુજરાત અને દેશની તુલનાએ વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં ક્રાઈમ રેટ ઘટ્યો: IG પાંડિયન

વલસાડ જિલ્લા સરહદે 31st પાર્ટીને ધ્યાને રાખી ખાસ ઝુંબેશ હાથ ધરાશે

IG રાજકુમાર પાંડિયને વધુમાં જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લો દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રની સરહદને જોડતો જિલ્લો છે. એટલે અહીં દર વર્ષે 31st નાઈટ પાર્ટીમાં પ્રોહીબિશનના કેસ વધુ નોંધાય છે. જે માટે દર વર્ષે વિશેષ નાકાબંધી કરી પ્રોહીબિશન ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ આ ઝુંબેશ હાથ ધરાશે. જે માટે જિલ્લાની સરહદે ઉભી કરેલી કાયમી નાકાબંધી ઉપરાંત શિફ્ટિંગ નાકાબંધી રહેશે. જે એલિમિનેટર સરપ્રાઈઝ હશે. એ ઉપરાંત દારૂડીયાઓ પર કાર્યવાહી કરવા દમણ પોલીસ સાથે સંકલન સાધી કાર્યવાહી (crime rate in South Gujarat) કરવામાં આવશે.

કાયદો વ્યવસ્થા અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી

ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં IG વાર્ષિક ઇન્સ્પેકશન ભાગરૂપે આવ્યાં હતાં, જેમાં પોલીસ પરેડ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ વાપી ટાઉન પોલીસ મથકે અધિકારીઓ સાથે વિશેષ ચર્ચા કરી હતી. જે દરમિયાન વાપી પાલિકાના નવનિયુક્ત પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ અને કારોબારી ચેરમેન મિતેષ દેસાઈએ પણ શુભેચ્છા મુલાકાત લઈ પાલિકા વિસ્તારમાં જળવાયેલ કાયદો વ્યવસ્થા અંગે આભારની લાગણી પ્રગટ કરી આવનારા દિવસોમાં તેને વધુ સુઘડ બનાવવા રજૂઆત કરી હતી.

આ પણ વાંચો: Surat ACB in Action: વલસાડ ગ્રામ્ય પોલીસના ASIનો વચેટિયો 50,000ની લાંચ લેતા ઝડપાયો, ASI ફરાર

આ પણ વાંચો: પાટણની જમીન દફતર કચેરીનો સર્વેયર 10 હજારની લાંચ લેતા ઝડપાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.