ETV Bharat / state

Selvas Crime News: સેલવાસના ડોકમરડી ખાતે પ્રોપર્ટીના વિવાદમાં પતિએ પત્નીની અને દીકરીની કરી હત્યા - પ્રોપર્ટીના વિવાદમા પતિએ પત્નીની અને દીકરીની હત્યા

સેલવાસના ડોકમરડી વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. પ્રોપર્ટીના વિવાદમા વારંવાર ઝગડો થવાને કારણે પતિએ પત્ની અને એમની નાની પુત્રીની હત્યા કરી હતી જે બાદ પત્નીની લાશને ઘરમા સંતાડી દીધી હતી અને પુત્રીની લાશના ટુકડા કરી નહેરમા ફેંકી દીધી હતી.

husband-killed-his-wife-and-daughter-in-a-property-dispute-at-dokmardi-in-selvas

author img

By

Published : Jun 14, 2023, 7:36 PM IST

સેલવાસ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસના ડોકમરડી ખાડીપાડા વિસ્તારમાં સગા બાપે જ તેમની દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હોય તેવી ઘટના સામે આવી છે. હત્યા બાદ ટુકડા કરી નહેરમાં નાખી દેવાના અને પત્નીને મોતને ઘાટ ઉતારી 2 દિવસ સુધી તેના મૃતદેહને ઘરમાં જ સંગ્રહી રાખવાની ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

હત્યાને આત્મહત્યામાં ખપાવવા પોલીસને ફોન કર્યો: આ ચકચારી ડબબલ મર્ડર કેસ અંગે સેલવાસ પોલીસ અધિક્ષક રાજેન્દ્ર પ્રસાદ મીણાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, યોગેશ મહેતાએ પીસીઆરને ફોન કરી જણાવ્યું હતું કે એમની પત્ની રેશ્માએ આત્મહત્યા કરી લીધી છે. કોલ મળતા તાત્કાલિક પોલીસની ટીમ યોગેશના ઘરે પહોંચી હતી. એમની પૂછપરછ કરતા શંકા જતા વધુ કડકાઈથી પૂછપરછ કરતા એમણે કબુલ્યુ હતુ કે 10જુનના રોજ એમની પત્ની રેશ્માની અને નાની પુત્રીની હત્યા કરી હતી.

પુત્રીના મૃતદેહને નહેરમાં ફેંકી દીધો: પુત્રીની હત્યા કર્યા બાદ તેમના મૃતદેહના ટુકડા કરી તે દમણગંગા નહેરમા ફેકી દીધા હતા. પોલીસે તપાસ કરતા દાદરા દેમણી નજીક 11 જૂનના રોજ એક માનવ અંગ મળ્યો હતો જેની તપાસ કરતા તે યોગેશભાઈની પુત્રીના શરીરના અંગ જ હોવાનુ જાણવા મળ્યું હતુ. સેલવાસ પોલીસે આઇપીસી 302,201 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

મિલકતને લઈ પત્ની સાથે ઝઘડો: એસપી આર.પી.મીનાએ જણાવ્યુ કે યોગેશ અને એમની પત્ની વચ્ચે વારંવાર મિલકતને લગતો ઝગડો થતો હતો. 10 જુનના રોજ બપોરે ખાવાનુ બનાવવા એમની પત્નીને જણાવેલ પણ ખાવાનુ બનાવવાની ના પાડતા ઝગડો ઉગ્ર બન્યો હતો અને એમણે એમની પત્ની અને પુત્રીની હત્યા કરી દીધી હતી. પત્નીની લાશને ઘરમા રાખી હતી અને એમની પુત્રીની લાશને દમણગંગા નહેરમા ફેકી દીધી હતી.

પોલીસને પહેલા માનવ અંગો મળ્યા: ઉલ્લેખનીય છે કે, આ ચકચારી હત્યાની કડી સુલઝાવતા પહેલા પોલીસને દમણગંગા નહેરમાંથી માનવ અંગો મળ્યા હતાં. જેની તપાસ ચાલી રહી હતી. તે દિવસે જ હત્યા કરનાર યોગેશે પોલીસને ફોન કરી પત્નીએ આત્મહત્યા કરી હોવાની કેફિયત આપી હતી. જેની તપાસમાં પોલીસને નહેરમાંથી મળેલા માનવ અંગોની તપાસ માં પણ સફળતા મળી હતી. હત્યારો પણ આબાદ ઝડપાઇ ગયો હતો.

  1. Ahmedabad Crime : મેમ્કોમાં જૂની અદાવતમાં યુવકની હત્યા, આરોપીઓ અને મૃતક બંનેનો ગુનાહિત ઇતિહાસ
  2. Bihar Crime News: નાલંદામાં યુવકે પ્રેમિકાને ચાલતી ટ્રેનમાંથી ધક્કો માર્યો

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.