ETV Bharat / state

જાણો ગુડી પડવાનું મહત્વ અને શાસ્ત્રો મુજબ કેવી રીતે કરવી પૂજા-અર્ચના? - મરાઠીઓનું નવુ વર્ષ

ચૈત્ર માસનો પ્રથમ દિવસ એટલે ગુડી પડવો, આ દિવસ મરાઠી સમાજ માટે નવા વર્ષનો પ્રારંભ દિવસ છે. સિંધી સમાજ આ દિવસે ચેટી ચાંદની ઉજવણી કરે છે. જ્યારે આ દિવસથી જ નવ દિવસ માટે માતાજીની આરાધનાનું પર્વ ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થાય છે, ત્યારે આ પર્વને મરાઠી સમાજ ગુડી પડવા તરીકે મનાવે છે. જેના મહત્વ અને શસ્ત્રો મુજબ કેવી રીતે પૂજા અર્ચના કરવી તેની વિસ્તૃત માહિતી સનાતન સંસ્થા દ્વારા આપવામાં આવી હતી.

ગુડી પડવો
ગુડી પડવો
author img

By

Published : Apr 12, 2021, 6:15 PM IST

  • ચૈત્ર સુદ એકમ હિંદુઓનું નવું વર્ષ
  • ગુડી પડવાની ઉજવણી પાછળ નૈસર્ગિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક કારણો છે
  • ગુડી પડવાના દિવસે બ્રહ્મદેવે સૃષ્ટિનું નિર્માણ કર્યું હતું

વલસાડ : ચૈત્ર મહિનાના પ્રથમ દિવસને વણ જોઈતા મુહૂર્તના દિવસ તરીકે માનવામાં આવે છે. આ તિથિનો પ્રત્યેક ક્ષણ જ શુભ મુહૂર્ત હોય છે. એવી જ રીતે અખાત્રીજ અને દશેરા, આ પ્રત્યેકનો પણ એક અને કારતક સુદ પ્રતિપદાનો અડધો આ બધી તિથિઓની વિશિષ્ટતા એ છે કે, આ દિવસોનો પ્રત્યેક ક્ષણ શુભ મુહૂર્ત જ છે. જે અંગે સનાતન સંસ્થા દ્વારા વિશેષ માહિતી પૂરી પાડવામાં આવી હતી.

ચૈત્ર સુદ એકમના દિવસે બ્રહ્મદેવે સૃષ્ટિનું નિર્માણ કર્યું હતું

લોક માન્યતા મુજબ ચૈત્ર સુદ એકમના દિવસે બ્રહ્મદેવે સૃષ્ટિનું નિર્માણ કર્યું હતું. એટલે આ દિવસને હિન્દુઓના નવા વર્ષનો આરંભ માનવામાં આવે છે. ચૈત્ર સુદ એકમના દિવસે વર્ષ આરંભ કરવાના નૈસર્ગિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક કારણો છે.

તહેવાર ઉજવવાની પદ્ધતિ

આ તિથિએ કરવામાં આવેલો શુભ સંકલ્પ આપણા જીવન માટે ફળદાયક બને છે. અન્ય દિવસોની તુલનામાં આ દિવસે બ્રહ્મદેવ પાસેથી સત્ત્વગુણ, ચૈતન્ય, જ્ઞાન ઉર્જા અને સગુણ-નિર્ગુણ બ્રહ્મતત્ત્વનો 50 ટકાથી પણ અધિક પ્રક્ષેપણ થાય છે. આ પક્ષેપણ ગ્રહણ કરવા માટે જ મુખ્ય દ્વાર સામે ધજા ઊભી કરવામાં આવે છે.

શાસ્ત્રો મુજબ કેવી રીતે કરવી પૂજા-અર્ચના?

આ પણ વાંચો - ગુડી પાડવા એટલે મહારાષ્ટ્રીયન લોકોનું નવું વર્ષ

આ રીતે ધ્વજ ઉભો કરવો

જે અંગે સનાતન સંસ્થા દ્વારા વિગતો આપવામાં આવી હતી કે, ગુડી પડવાના દિવસે સૌપ્રથમ આંગણામાં સાથિયો પૂરી ધ્વજની સ્થાપના કરવામાં આવે છે. આ માટે લાંબી વાંસની લાકડીના છેડે લીલા અથવા પીળા રંગનું ચોળીનું વસ્ત્ર બાંધવામાં આવે છે. તેના પર પતાસા, લીમડાનાં કુમળાં પાન, આંબાની ડાળી અને લાલ ફૂલોનો હાર બાંધીને તેના પર ચાંદી અથવા તાંબાનો કળશ શણગારી તે ધ્વજ ઊભો કરવામાં આવે છે.

  • ‘બ્રહ્મધ્વજાય નમ:’ બોલીને ધ્વજની પૂજા કરવી
  • ધ્વજ સૂર્યોદય બાદ તુરંત ઊભો કરવાનો હોય છે.
  • ધ્વજ ઊભો કરતી સમયે ઘરનાં મુખ્ય દ્વાર બહાર પણ ઉંબરાને સંલગ્ન જમણી બાજુ જમીન પર ઊભો કરવો.
  • ધ્વજની સામે શુભચિન્હયુક્ત સાત્ત્વિક રંગોળી પૂરવી.
  • ‘બ્રહ્મધ્વજાય નમ:’ બોલીને ધ્વજની પૂજા કરવી.
  • આ કાળમાં પૃથ્વી પર મોટા પ્રમાણમાં આવનારી પ્રજાપતિ દેવતાની ઉર્જાનો લાભ મળે છે.
    ગુડી પડવો
    ચૈત્ર માસનો પ્રથમ દિવસ એટલે ગુડી પડવો

લીમડાનો પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે

આ દિવસે પ્રસાદનું પણ વિશેસ મહત્વ છે. જેમાં ચણાની પલાળેલી દાળ અથવા પલાળેલા ચણા, લીમડાનાં ફૂલ અને કુમળાં પાન, મધ, જીરું અને થોડો હિંગ મિશ્રણ કરીને વાટીને પ્રસાદ બનાવી વહેંચવામાં આવે છે. અન્ય કોઈપણ પદાર્થ કરતાં લીમડામાં પ્રજાપતિ-લહેરીઓ ગ્રહણ કરવાની ક્ષમતા વધારે હોવાથી નવવર્ષને દિવસે કડવા લીમડાનો પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે.

પૂજામાં વપરાયેલા કળશમાં પાણી પીવું

સૂર્યાસ્તના સમયે ગોળનો ભોગ ચડાવીને ધ્વજ (ગૂડી) ઉતારવો. વાતાવરણમાં રહેલી પ્રજાપતિ-લહેરીઓ કળશના માધ્યમ દ્વારા ઘરમાં પ્રવેશ કરે છે. તે લોટામાં પાણી ભરીને બીજા દિવસથી પીવાના ઉપયોગમાં લેવું. ધ્વજને કારણે પ્રજાપતિ-લહેરીઓ થકી સંસ્કારિત કળશ તેવા જ સંસ્કાર, પીવાનાં પાણી પર કરે છે. એટલે આખું વર્ષ આપણને પ્રજાપતિ-લહેરીઓ પ્રાપ્ત થાય છે. આ આજના દિવસનું ખાસ મહત્વ છે.

ગુડી પડવો
ગુડી પડવાની ઉજવણી પાછળ નૈસર્ગિક, ઐતિહાસિક અને આધ્યાત્મિક કારણો છે

સાંપ્રત આપતકાળમા નવવર્ષારંભ આવી રીતે ઉજવો!

આ વર્ષે કોરોનાની પૃષ્ઠભૂમિ પર કેટલાંક સ્થળોએ આ તહેવાર હંમેશાની જેમ ઉજવવામાં મર્યાદાઓ હોઈ શકે છે. આવા સમયે પારંપરિક પદ્ધતિથી ધર્મધ્વજા ઉભી કરવા માટે આવશ્યક સામગ્રી ઉપલબ્ધ ન હોત તો એ કારણસર નવવર્ષ ઉજવણીથી મળતો આદ્યાત્મિક લાભ લેવાથી વંચિત ન રહેશો!

નવું વર્ષ આ પ્રમાણે ઊજવવું :

  1. નવો વાસ ઉપલબ્ધ ન હોય તો જૂના વાંસને સ્વચ્છ કરી ઉપયોગ કરવો. જો એ પણ ન હોય તો કોઈ પણ લાકડીને ગૌમૂત્ર અથવા વિભૂતિની પાણી વડે શુદ્ધ કરી ઉપયોગમાં લેવી.
  2. લીમડાના અને કેરીના પાંદડા ન મળે તો એનો ઉપયોગ ન કરવો
  3. અક્ષત સર્વ સમાવેશક હોવાને કારણે નારિયેળ, પાન, સોંપારી, ફળ ન મળે તો પૂજનનાં સમયે તેના બદલે જે તે ઉપચારો સમયે અક્ષત ચઢાવવી.
  4. ફૂલ પણ ન મળે તો અક્ષત ચઢાવી શકાય.
  5. લીમડાના પાંદડાનો નૈવેદ્ય તૈયાર ન કરી શકાય તો કોઈપણ ગળ્યો પદાર્થ અથવા ગોળ કે ખાંડનો નૈવેદ્ય ધરાવી શકાય છે.

જે જે સ્થળોપર સરકારી નિયમોનું પાલન કરી તહેવાર ઉજવી શકાય એવી સ્થિતિ છે ત્યાં પારંપરિક રીતે તહેવાર ઉજવવો

ગુડી પડવો
ગુડી પડવાના દિવસે બ્રહ્મદેવે સૃષ્ટિનું નિર્માણ કર્યું હતું

આ પણ વાંચો - ચંદી પડવા પૂર્વે ઘારીની ખરીદી કરવા સુરતીલાલાઓની ભીડ

ગૂડી પડવાના શુભ અવસર પર શું કરશો?

  • ગૂડી પડવાના શુભ અવસર પર વધારેમાં વધારે સગાં-સંબંધીઓ અને મિત્રોને સ્વભાષામાં સંદેશ લખેલા શુભેચ્છાપત્રો મોકલાવજો
  • મોબાઈલમાં વોટ્સએપ, SMS દ્વારા નવાવર્ષની શુભકામનાઓ આપજો
  • શુભેચ્છાઓ આપતી વખતે હસ્તાંદોલન કરવાને બદલે, એક-બીજાને નમસ્કાર કરવા !
  • ‘હેપી ન્યૂ ઈયર’ એમ કહેવા કરતાં, ‘નવા વર્ષની શુભેચ્છા’ એમ કહેવું !
  • નવા વર્ષનું સ્વાગત ફટાકડા ફોડીને કરવાને બદલે શંખનાદથી કરવું
  • આ દિવસે શુભસંકલ્પ કરવાથી એ વધારે ફળદાયી હોય છે; એટલા માટે રાષ્ટ્ર અને ધર્મના રક્ષણ માટે સંકલ્પ કરવો !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.