છેલ્લા 5 વર્ષથી જોગવેલ ગામે હેન્ડપમ્પના બોરમાંથી નીકળતું ગરમ પાણી લોકો માટે કુતૂહલનો વિષય બન્યું છે. સતત 24 કલાક દિવસ રાત અહીં ગરમ પાણી વહે છે. જે ના તો ખેતીમાં કામ આવે છે. કે ના તાત્કાલિક પીવા માટે. લોકો માત્ર તેનો નાહવા માટે ઉપયોગ કરે છે.
કપરાડા તાલુકાના જોગવેલ ગામે આવેલ આસલુંણ ફળીયામાં બે એવા બોર આવેલા છે. જ્યાં વગર ઇલેક્ટ્રિક મોટરે દિવસ રાત 24 કલાક સુધી પાણી વહે છે. બહાર કાઢવાની પણ જરૂર પડતી નથી. મહત્વનું એ છે કે પાણી ઠંડુ નહિ પણ ગરમ વહે છે .જેનો ઉપયોગ લોકો તાત્કાલિક પીવા માટે કરી શકતા નથી. તો પાણી ગરમ હોવાને લીધે તે ખેતરમાં પણ ઉપયોગમાં લઇ શકાતું નથી. જોકે આ પાણી અહીં કેમ ગરમ.નીકળે છે. એની પાછળનું કારણ શું છે. સતત 24 કલાક કેમ પાણી વગર મોટરે બોર માંથી બહાર આવીને વહે છે.તે આશ્ચર્ય સર્જી રહ્યું છે.
જોકે સ્થાનિકોના કહેવા મુજબ બોર માંથી વહેતા સતત ગરમ પાણી બાબતે લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે એવી લોકોએ માંગ કરી રહ્યા છે. તેમજ સમગ્ર ફળીયામાં અન્ય પણ સ્થળે બોર આવેલા છે. ત્યાં ગરમ નહિ પણ ઠંડુ પાણી નીકળે છે. તો એ બાબતે પણ ભુસ્તર શાસ્ત્રી ઓ દ્વારા સમગ્ર બાબતની તપાસ થાય એવી માંગ ઉઠી રહી છે.