ETV Bharat / state

વલસાડના હાલરમાં હાઇટેક બુટલેગરના ઘરે પોલીસની રેડ, યુવતીની ધરપકડ - બુટલેગર ન્યૂઝ

વલસાડના હાલરમાં રહેતા નામચીન બુટલેગર મિથુનએ પોતાના ઘરમાં દારૂનો સલામત ધંધો કરવા માટે મુખ્ય માર્ગથી પોતાના ઘર તરફ આવતા માર્ગ ઉપર CCTV મુક્યા હતા અને પોલીસ આવે એટલે તુરંત વેચાણ બંધ કરી દેતો હતો. પરંતુ પોલીસે અચાનક રેડ પાડતા CCTV સહિત બુટલેગરની પુત્રીની ધરપકડ કરી તેની પાસેથી 78 બિયરની બોટલ જેની કિંમત 6525 તેમજ CCTV કેમેરા મળી LCD સહિત 21,725નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.

બુટલેગરને ત્યાં રેડ પડી
બુટલેગરને ત્યાં રેડ પડી
author img

By

Published : Feb 18, 2021, 2:24 PM IST

  • હાલર વિસ્તારમાં પોલીસે રેડ કરતા 21 ,725નો મુદ્દમાલ ઝડપાયો
  • પોલીસથી બચવા ઘર તરફ આવતા માર્ગમાં મુક્યા હતા 4 CCTV કેમેરા
  • જેની દેખરેખ બુટલેગરની પુત્રી કરતી હતી

વલસાડ: હાલર રોડ વિસ્તારમાં આવેલા શ્રી રંગ એપાર્ટમેન્ટની પાછળના ભાગમાં વસી ફળિયામાં રહેતા નિલેશ ઉર્ફે મિથુન મોહન સુરતી છેલ્લાં કેટલાક સમયથી પોતાના ઘરમાં બિન્દાસ પણે દારૂનો વેપાર કરતો હતો. જેની પાછળનું મુખ્ય કારણ મુખ્ય માર્ગથી તેના ઘર તરફ જતા રોડ ઉપર તેણે ચાર જેટલા CCTV કેમેરા ફીટ કર્યા હતા. જેથી જ્યારે પણ પોલીસ તેના ઘર તરફ આવે કે તુરંત જ તે દારૂનું વેચાણ બંધ કરી દેતો હતો. જેના કારણે પોલીસ અને એકવાર તેના ઘરે પહોંચી પરંતુ પોલીસને કંઇ પણ મળ્યું ન હતું.

પોલીસે બુટલેગરના ઘરે અચાનક કરી રેડ

સીટી પોલીસ આ એક બુટલેગરના ઘરે અચાનક રેડ કરી હતી અને જેમાં તેના ઘરમાંથી 6525 રૂપિયામાં દારૂનો જથ્થો મળ્યો હતો. વલસાડ સીટી પોલીસના PSI મોરીના માર્ગદર્શનમાં હાલરરોડમાં મિથુનના નિવાસસ્થાને અચાનક રેડ કરી હતી અને તે દરમિયાન તેના ઘરમાં LCD ઉપર CCTVના ફૂટેજ ઓપરેટ કરતી તેની પુત્રી નીલમ સુરતી મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારે ઘરના પાછળના ભાગે ગેલેરી બાજુ જમીનમાં ચણતર કરી ચોર ખાના બનાવી તેમાં બિયર નંગ-78 જેની કિંમત 6525નો જથ્થો મળી આવ્યો હતો.

એક યુવતીની ધરપકડ-બે વોન્ટેડ

પોલીસ રેડથી બચવા માટે CCTV લગાવ્યા

પોલીસથી બચવા માટે મૂકવામાં આવેલા CCTV કેમેરાનો ઉપયોગ કરતો હતો, જ્યારે પણ પોલીસ તેના નિવાસ સ્થાન તરફ પ્રયાણ કરે કે તરત જ સીસીટીવીમાં પોલીસ આવતી જોતા તે પોતાનું કામ ધંધો બંધ કરી લેતો હતો જેથી તે પોલીસની પકડમાં આવતો ન હતો. જો કે પોલીસે અચાનક રેડ કરતાં CCTV ઓપરેટ કરી રહેલી તેની પુત્રી નીલમ સુરતી પોલીસને હાથે ચડી ગઈ હતી. આમ પોલીસે આ હાઈટેક બુટલેગરના ઘરે રેડ કરી 6525નો બિયરનો જથ્થો,બે નંગ મોબાઈલ જેની કિંમત 2000 રૂપિયા, DVR 2500 રૂપિયા, LED TV 7000 રૂપિયા મળી 21,725નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.