વડોદરા: ગુજરાત જાયન્ટ્સ (GG) અને યુપી વોરિયર્સ (UP) વચ્ચે 16 ફેબ્રુઆરી એટલે કે આજે વડોદરા કોટમ્બી સ્ટેડિયમ ખાતે સિઝનની તીજી મેચ યોજાશે. ગુજરાત જાયન્ટ્સ આશા રાખશે કે તેમના બોલરો બેટ્સમેનોને ટેકો આપશે અને રવિવારે યુપી વોરિયર્સ સામે રમાનારી મહિલા પ્રીમિયર લીગ સીઝનની શરૂઆતની મેચમાં કારમી હાર બાદ તેમની ફિલ્ડિંગમાં એકંદર સુધારો જોવા મળે.
New season, new challenges, same smooth journeys with @EaseMyTrip! 😍 Bring on matchday 1! 😎#UPWarriorz #TATAWPL #EaseMyTrip #ChangeTheGame pic.twitter.com/DkR1pKJmYw
— UP Warriorz (@UPWarriorz) February 16, 2025
પ્રથમ મેચમાં RCB 6 વિકેટે જીત્યું:
ગુજરાત જાયન્ટ્સે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 202 રનનો લક્ષ્યાંક આપવા માટે ખૂબ જ સારું બેટિંગ પ્રદર્શન કર્યું હતું, પરંતુ સિઝનની પહેલી મેચમાં તેમની બોલિંગની નબળાઈઓ ખુલ્લી પડી ગઈ હતી. અને RCB એ 6 વિકેટે મેચ જીતી લીધી.
બીજી મેચ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ફક્ત એક દિવસ બાકી હોવાથી, જાયન્ટ્સ સામે ફરીથી બોલ અને ફિલ્ડિંગમાં વધુ સારો દેખાવ કરવાના રસ્તાઓ શોધવાનો પડકાર હશે. બીજી તરફ, યુપી વોરિયર્સ, ભારતના નવા કેપ્ટન દીપ્તિ શર્માના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે, કારણ કે તેમની નિયમિત કેપ્ટન એલિસા હીલીએ શ્રેણીબદ્ધ ઇજાઓને કારણે સ્પર્ધામાંથી બહાર થવાનો નિર્ણય લીધો છે.
દીપ્તિ ભારતીય ટીમમાં તમામ ફોર્મેટમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, પરંતુ 27 વર્ષીય અનુભવી ખેલાડીએ લગભગ એક દાયકાથી રાષ્ટ્રીય ટીમમાં કોઈ નેતૃત્વની ભૂમિકા ભજવી નથી. તો આજે આ બંને ટીમ માટે પડકારરૂપ મેચ હશે અને ચાહકોને રોમાંચક મેચનો અનુભવ થશે.
Aakha Vadodara maa ekaj awaaj - #BringItOn 🤩#GGvUPW #TATAWPL2025 #GujaratGiants #Adani pic.twitter.com/qC73rUeFve
— Gujarat Giants (@Giant_Cricket) February 16, 2025
GG vs UPW માટે લાઇવ સ્ટ્રીમિંગની વિગતો:
- ગુજરાત જાયન્ટ્સ - યુપી વોરિયર્સ (WPL) 2025 મેચ રવિવાર 16 ફેબ્રુઆરીના રોજ રમાશે.
- ગુજરાત જાયન્ટ્સ - યુપી વોરિયર્સ (WPL) 2025 ની મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાશે.
- ગુજરાત જાયન્ટ્સ - યુપી વોરિયર્સ (WPL) 2025 મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.
- આ મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ પર કરવામાં આવશે અને આ ઉપરાંત ચાહકો મોબાઈલ ફોનમાં આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જિયો હોટ - સ્ટાર એપ અને વેબસાઇટ પર ફ્રી માં નિહાળી શકશે.
Muskuraiye, aap Vadodara mein hain 😊#GGvUPW #TATAWPL2025 #GujaratGiants #BringItOn #Adani pic.twitter.com/hSAQMJMojp
— Gujarat Giants (@Giant_Cricket) February 16, 2025
ત્રીજી WPL મેચ માટે બંને ટીમ:
ગુજરાત જાયન્ટ્સ: એશ્લે ગાર્ડનર (કેપ્ટન), ભારતી ફુલમાલી, લૌરા વોલ્વાર્ડ, ફોબી લિચફિલ્ડ, સિમરન શેખ, ડેનિયલ ગિબ્સન, દયાલન હેમલાથા, ડીઆન્ડ્રા ડોટિન, હરલીન દેઓલ, સયાલી સતઘરે, તનુજા કંવર, બેથ મૂની (વિકેટકીપર), કાશ્વી ગૌતમ, મન્નત કશ્યપ, મેઘના સિંહ, પ્રકાશિકા નાઈક, પ્રિયા મિશ્રા, શબનમ શકીલ
યુપી વોરિયર્સ: દીપ્તિ શર્મા (કેપ્ટન) અલાના કિંગ, ગૌહર સુલતાના, સાયમા ઠાકોર, એલિસા હીલી, ગ્રેસ હેરિસ, શ્વેતા સેહરાવત, અંજલિ સરવાણી, કિરણ નવગિરે, સોફી એક્લેસ્ટોન, આરુષિ ગોયલ, ક્રાંતિ ગૌર, તાહલિયા મેકગ્રા, ચમારી અથાપથુ, પૂનમ ખેમનાર, ઉમા છેત્રી, રાજેશ્વરી ગાયકવાડ, વૃંદા દિનેશ
આ પણ વાંચો: