ETV Bharat / state

મહારાષ્ટ્રના પૂરપીડિતો માટે વાપીના સકળ મરાઠી સમાજે મોકલી 5 ટન રાહત સામગ્રી

વાપીઃ મહારાષ્ટ્રમાં આવેલ કોલ્હાપુર, સાંગલીમાં મેઘરાજાએ વિનાશ વેર્યો છે. પૂરની પરિસ્થિતિમાં અનેક પરિવારો બેઘર બન્યા છે. ત્યારે આ પરિવારો માટે વાપીમાં વસતા સકળ મરાઠી સમાજ દ્વારા 5 ટન જીવન જરૂરિયાતની રાહત સામગ્રી એકઠી કરી ટ્રક દ્વારા રવાના કરાઈ હતી.

મહારાષ્ટ્રના પૂરપીડિતો માટે વાપીના સકળ મરાઠી સમાજે મોકલી 5 ટન રાહત સામગ્રી
author img

By

Published : Aug 27, 2019, 11:27 PM IST

મહારાષ્ટ્રમાં આવેલા ભારે વરસાદથી કોલ્હાપુર, સાંગ્લી વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી. પૂરથી જેને કારણે જાનમાલને વ્યાપક નુકશાન થયુ હતું. સતારા, સાંગલી અને કોલ્હાપુર વિસ્તારમાં હજારો પરિવારો બેઘર બન્યા છે. આ અસરગ્રસ્તો હાલ માર્ગ પર પોતાનું જીવન વિતાવી રહ્યા છે. વાપીમાં વસતા મરાઠી સમાજ આ કપરી પરિસ્થિતિમાં તેમની વ્હારે આવ્યો છે. તેમજ અન્ય સમાજ પણ મદદ માટે આગળ આવે તેવી અપિલ કરી છે.

મહારાષ્ટ્રના પૂરપીડિતો માટે વાપીના સકળ મરાઠી સમાજે મોકલી 5 ટન રાહત સામગ્રી

સકળ મરાઠી સમાજની આ પહેલને તમામે વધાવી લીધી હતી અને યથાયોગ્ય મદદ આપી હતી. સકળ મરાઠી સમાજના સભ્ય રમેશ મોન્ડેએ જણાવ્યું હતું કે, પૂર પીડિતો માટે અમે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે દાળ, ચોખા, અનાજ, કઠોળ, કપડાં, મેડિકલ સામગ્રી, ચાદર, મચ્છરદાની, સાબુ, ટૂથપેસ્ટ, બિસ્કિટ સહિતની 5 ટન રાહત સામગ્રી એકઠી કરી છે. અને આ તમામ રાહત સામગ્રી સોમવારે એક ટેમ્પોમાં ભરી કોલ્હાપુર રવાના કરી છે. જ્યાં તમામ પૂર અસરગ્રસ્તોને જરૂરિયાત મુજબ વિતરણ કરી બનતી મદદ કરીશું.

પૂરમાં થયેલા નુક્સાનમાં મદદરૂપ થવા સકળ મરાઠી સમાજમાં 20 જેટલા યુવકો પણ ટેમ્પો સાથે જશે અને કોલ્હાપુર, સાંગલી, સતારામાં બેઘર બનેલા પૂર પીડિતોને મદદરૂપ થશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના પૂર પીડિતો માટે સેલવાસમાંથી પણ બે દિવસ પહેલા એક ટ્રક રાહત સામગ્રી મોકલાઈ હતી.

Intro:story approved by desk..... vihar sir

વાપી :-મહારાષ્ટ્રના પશ્ચિમ મહારાષ્ટ્રમાં આવેલ કોલ્હાપુર, સાંગલીમાં મેઘરાજાએ વિનાશ વેર્યો છે. પૂરની પરિસ્થિતિમાં અનેક પરિવારો બેઘર બન્યા છે. ત્યારે, આ પરિવારો માટે વાપીમાં વસતા સકળ મરાઠી સમાજ દ્વારા 5 ટન જીવન જરૂરિયાતની રાહત સામગ્રી એકઠી કરી ટ્રક દ્વારા રવાના કરાઈ હતી.

Body:વાપીમાં વસતા સકળ મરાઠી સમાજના ભાઈઓ બહેનોએ સોમવારે 5 ટન જીવન જરૂરિયાતની રાહત સામગ્રી એકઠી કરી મહારાષ્ટ્રના કોલ્હાપુર, સાંગલી, સતારા જેવા પૂરગ્રસ્ત વિસ્તારના પૂર પીડિતો માટે રવાના કરી હતી.

મહારાષ્ટ્રના પશ્ચિમ મહારાષ્ટ્રમાં આવેલા ભારે વરસાદે અહીં પૂરની પરિસ્થિતિ ઉત્પન્ન કરી છે. જેને કારણે મોટાપાયે જાનમાલનું નુકસાન થયું છે. સતારા, સાંગલી અને કોલ્હાપુર વિસ્તારમાં હજારો પરિવારો બેઘર બન્યા છે. આ અસરગ્રસ્તો હાલ માર્ગ પર પોતાનું જીવન વિતાવી રહ્યા છે. ત્યારે, આ જળપ્રલયની વિગતો વાપીમાં વસતા સકળ મરાઠી સમાજને મળતા તેમના હૃદય દ્રવી ઉઠ્યા હતા. અને તાત્કાલિક સમાજના ભાઈઓ બહેનોએ એકઠા થઇ વાપીમાં વસતા મરાઠી સમાજ અને અન્ય સમાજ પાસે મદદની અલખ જગાવી હતી.

સકળ મરાઠી સમાજની આ ટહેલને તમામે વધાવી લીધી હતી અને યથાયોગ્ય મદદ આપી હતી. સકળ મરાઠી સમાજના સભ્ય રમેશ મોન્ડેએ જણાવ્યું હતું કે, પૂર પીડિતો માટે અમે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે દાળ, ચોખા, અનાજ, કઠોળ, કપડાં, મેડિકલ સામગ્રી, ચાદર, મચ્છરદાની, સાબુ, ટૂથપેસ્ટ, બિસ્કિટ સહિતની 5 ટન રાહત સામગ્રી એકઠી કરી છે. અને આ તમામ રાહત સામગ્રી સોમવારે એક ટેમ્પોમાં ભરી કોલ્હાપુર રવાના કરી છે. જ્યાં તમામ પૂર અસરગ્રસ્તોને જરૂરિયાત મુજબ વિતરણ કરી બનતી મદદ કરીશું.

Conclusion:તો, પૂરમાં થયેલા નુક્સાનમાં મદદરૂપ થવા સકળ મરાઠી સમાજમાં 20 જેટલા યુવકો પણ ટેમ્પો સાથે જશે અને કોલ્હાપુર, સાંગલી, સતારામાં બેઘર બનેલા પૂર પીડિતોને મદદરૂપ થશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના પૂર પીડિતો માટે સેલવાસમાંથી પણ બે દિવસ પહેલા એક ટ્રક રાહત સામગ્રી મોકલવામાં આવી હતી.

bite :- રમેશ મોન્ડે, સભ્ય, સકળ મરાઠી સમાજ

નોંધ :- bite ગુજરાતી અને મરાઠી બંને ભાષામાં છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.