ETV Bharat / state

વલસાડમાં મેઘ મહેર થતાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું ..

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ શરૂ થતાંની સાથે જ અનેક હિલ વિસ્તારમાં કુદરતનું અફાટ સૌંદર્ય નિખરી રહ્યું છે અને પ્રકૃતિ પ્રેમીઓ હવે શહેરોમાંથી ધીરે ધીરે ગ્રામીણ વિસ્તાર તરફ વળી રહ્યા છે. વરસાદના કારણે અનેક ટેકરીઓ ઝરણાંઓ ફરી નવ પલ્લીત થતાં કુદરતનું સૌંદર્ય હાલ જોવા લાયક બન્યું છે.

વલસાડ
વલસાડ
author img

By

Published : Jul 10, 2020, 12:22 PM IST

વલસાડઃ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં આવેલા અનેક હિલ વિસ્તાર હિમાચલ પ્રદેશ હોય કે ઉટી જેવા અનેક પર્યટન સ્થળોને ટક્કર મારે એવા છે. અહીં ચોમાસા દરમિયાન પર્યટન સ્થળ તરીકે વિકાસ થઇ શકે એમ છે, પરંતુ વહીવટી તંત્ર હજુ સુધી અંતરિયાળ ગામોમાં આવેલા આવા સ્થળો સુધી પહોંચ્યું નથી.

ધરમપુરના પિંડવલમાં આવેલા વિલ્સન હિલ હોય કે વાઘવડમાં આવેલા શંકર ધોધ કે પછી ખપાટીયા તુતર ખેડ વિસ્તારમાં આવેલી નદીઓ જે પર્વતોની વચ્ચેથી સર્પાકારે પસાર થાય છે. આ રમણીય કુદરતી સૌદર્યને માણવા માટે અનેક પ્રકૃતિ પ્રેમીઓ ઉત્સાહિત હોય છે. જેની શનિવાર અને રવિવારે આ સ્થળોની મુલાકાત લેવા માટે આવે છે. મોટાભાગે સુરત કે નવસારીથી લોકો અહીં આવે છે.

વલસાડમાં મેઘ મહેર થતાં કુદરતી સૌંદર્ય મોહરી ઉઠ્યું ..

છેલ્લા એક અઠવાડિયાથી વરસી રહેલા વરસાદે સમગ્ર વિસ્તારમાં પોતાની નજરો પાથરતાં જ ધરતી લીલી ચાદરમાં પોઢેલી જોવા મળી રહી છે. જે સોળે કળાએ ખીલેલા કુદરતના દર્શન કરાવે છે.

નોંધનીય છે કે, હાલ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. તેમ છતાં લોકો આ સુંદર પ્રકૃતિનો નજારો જોવા માટે ઉમટી રહ્યાં છે, ત્યારે લોકહિતને ધ્યાનમાં રાખીને ચોક્કસ વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી લોકમાગ પ્રબળ બની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.