વલસાડઃ ખેડા સત્યાગ્રહમાં મહત્વની ભૂમિકા ભજવનાર માજી કેન્દ્રીય ગ્રામીણ વિકાસ પ્રધાન ઉત્તમભાઈ હરજીભાઈ પટેલની પુણ્યતિથિએ તેમજ સર્વમંગણાર્થે ડુમલાવ મંગળ ફળીયામાં 26 તારીખથી હનુમંત પારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નવસારી જિલ્લાના વાંઝણા મેલડી ધામના કથાકાર વિજયબાપુ દ્વારા તેમની આગવી શૈલીમાં સંગીતમય વાણીમાં પ્રારંભ થયો છે.
માજી કેન્દ્રીય ગ્રામીણ વિકાસ પ્રધાન સ્વ.ઉત્તમભાઈ પટેલની પુણ્યતિથિએ હનુમાન કથાનું આયોજન કરાયુ આજે દ્વિતીય દિવસે વ્યાસ પીઠ પરથી વિજય ભાઈ એ કહ્યું કે, ઉત્તમ કાકા જેવા વિરલ વ્યક્તિ સમાજના કામો કરવા માટે જ ઈશ્વરે મોકલ્યા હતા. અનેક ભૂમિહિન ખેડૂતોને તેમણે ખેડા સત્યાગ્રહ કરીને જમીનદારો પાસેથી જમીન અપાવી હતી. તેઓ માત્ર રાજકારણ ક્ષેત્રમાં જ નહીં પણ આધ્યાત્મિક ક્ષેત્રે પણ ખૂબ સક્રિય હતા. તેમના ઇષ્ટદેવ હનુમાનજી મહારાજ હતા અને એ માટે જ ડુમલાવગામે મંગળ ફળિયામાં હનુમાનકથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે.આજે મોટી સંખ્યામાં કથા સાંભળવા માટે શ્રોતાજનો ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું છે કે, કથાના દિવસો દરમ્યાન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.