વલસાડઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધુ પડતા કેસ સામે આવ્યા બાદ અને રવિવારે દેશમાં લાગુ કરવામાં આવેલા જનતા કરફ્યુને લઈને ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર હાલ ચેકિંગની કામગીરી ચાલી રહી છે. ભિલાડ બોર્ડર પર આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા ગુજરાતમાં આવતા અને મહારાષ્ટ્રમાં જતા વાહનચાલકોની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન કેટલાક વાહનચાલકો ટીમને સહયોગ નહીં આપતા હોવાનું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જણાવાયું છે.
કોરોના ઈફેક્ટ: ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ પર સઘન ચેકિંગ - કોરોના વાયરસ
સમગ્ર દુનિયા જ્યારે કોરોનાના કહેરમાં છે ત્યારે આ વાઈરસનો પગપસારો ભારતમાં અને ગુજરાતમાં પણ થઇ ગયો છે. ગુજરાતમાં રવિવારે જનતા કરફ્યૂના દિવસે રાજ્યમાં એક મોત થયું છે. મહારાષ્ટ્રમાં પણ આ વાઈરસની વ્યાપક અસર જોવા મળી રહી છે, અને તેને જોતા ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
કોરોનાના વાવરને લઈને ગુજરાત મહારાષ્ટ્ર સરહદ પર સઘન ચેકીંગ