વલસાડ : કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે કપરાડા ખાતે આવેલી સરકારી કોલેજ ખાતે વહેલી સવારે સાત કલાકથી તમામ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ સુરક્ષાના માધ્યમોની સાથે મત ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ રાઉન્ડમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 3,000 મતોથી આગળ રહ્યા છે.
બીજો રાઉન્ડમાં ભાજપ આગળ
- જીતુ ચૌધરી (BJP) - 3432 મતો
- બાબુ વરઠા(કોંગ્રેસ) - 2385 મતો
- જ્યેન્દ્ર ગામીત(અપક્ષ) - 52 મતો
- પ્રકાશ પટેલ(અપક્ષ) - 182 મતો
- નોટામાં કુલ 95 મતો
કુલ બે રાઉન્ડના અંતે
- જીતુ ચૌધરી(BJP) - કુલ મતો 7406
- બાબુ વરઠા(કોંગ્રેસ) - 3900 મતો
- જયેન્દ્ર ગાવીત(અપક્ષ) - 89 મતો
- પ્રકાશ પટેલ(અપક્ષ) - 334 મતો
- નોટા 187માં મળ્યા છે
આમ હાલ ત્રીજા રાઉન્ડની મત ગણતરી શરૂ થઇ છે. જેમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.