ETV Bharat / state

લોકડાઉનમાં 20 દિવસથી ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર ફસાયેલા કર્ણાટકના યુવાનોની વ્યથા, ઘરે જવા પરમિશન આપો

21 દિવસના લોકડાઉનનો પ્રથમ તબક્કો પૂરો થયો છે. 19 દિવસનો બીજો તબક્કો શરૂ થયો છે. ત્યારે આ લોકડાઉનમાં મૂળ કર્ણાટકના મેંગ્લોરના બે યુવાનો 20 દિવસથી મહારાષ્ટ્ર-ગુજરાતના વલસાડ જિલ્લાની ભિલાડ બોર્ડર પર ફસાયેલા છે. આ યુવાનો 20 દિવસથી ફૂડ પેકેટ ખાઈને કારમાં જ પોતાના દિવસ રાત પસાર કરી રહ્યા છે.

author img

By

Published : Apr 15, 2020, 5:46 PM IST

લોકડાઉનના 20 દિવસથી ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર ફસાયેલ કર્ણાટકના યુવાનોની વ્યથા, અમને ઘરે જવા પરમિશન આપો

વલસાડ: કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે, લોકડાઉનના એક દિવસ પહેલા કર્ણાટકના મૅંગ્લોરથી રાજકોટ આવેલા આસિફ હુસૈન અને મોહંમદ તાકીન મારીલ ગુજરાતની ભિલાડ બોર્ડર પર 20 દિવસથી ફસાયેલા છે. પોતાની આ હાલત અંગે આસિફે જણાવ્યું હતું કે, તેઓની હાલત ખૂબ જ ખરાબ છે. સેવાભાવી સંસ્થાવાળા ખાવાનું આપી જાય છે તે ખાઈને અમે જીવી રહ્યા છીએ અને કારમાં જ દિવસ રાત પસાર કરી રહ્યા છે.

ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર ફસાયેલ કર્ણાટકના યુવાનોની વ્યથા, અમને ઘરે જવા પરમિશન આપો
કોરોના મહામારી સામે લોકડાઉન જરૂરી છે. પરંતુ જો એકાદ બે દિવસ માટે લોકડાઉન હળવું કરવામાં આવે તો અમારા જેવા જે લોકો અન્ય રાજ્યમાં ફસાયેલા છે તે પોતાના ઘરે પહોંચી શકે. આ રીતે કારમાં પોતાના ઘરથી દૂર રહેવાથી ડિપ્રેશનનો ભોગ બની જશું તેવી દહેશત ઉભી થઇ રહી છે. પોતાની પરિસ્થિતિ અંગે કર્ણાટકમાં કન્નડા ડિસ્ટ્રીકટમાં કલેક્ટર સાથે વાત કરી ત્યાંથી એક લેટર વલસાડ કલેકટર પર મોકલવામાં આવ્યો છે. પંરતુ તે બાદ પણ વલસાડ કલેકટર દ્વારા આ અંગે કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી તેવું જણાવતા આસિફે વધુમાં જણાવ્યું હતું કે, તેમની હાલત રોજબરોજ ખરાબ થઈ રહી છે માટે વહેલી તકે તેને કર્ણાટક સુધી જવાની પરમિશન આપવામાં આવે.ઉલ્લેખનીય છે કે, ભિલાડ ચેકપોસ્ટ પર અંબર હોટેલમાં કાર પાર્ક કરી 20 દિવસથી કારને જ ઘર બનાવી રહેતા આસિફ અને મોહંમદે ભિલાડ સિવાયની બોર્ડરથી પણ કર્ણાટક જવાની કોશિશ કરી હતી. પરંતુ બધી જ બોર્ડર પર નાકાબંધી હોય પોલીસની લાઠી ખાવા સિવાય કોઈ મદદ મળી નહોતી. આખરે અહીં ભિલાડ ચેકપોસ્ટ પર જ 20 દિવસથી લોકડાઉનના કપરા દિવસો પસાર કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.