વલસાડ: 2022માં ડિસેમ્બર માસ માં બારસોલ ગામે સસ્તા ભાવે સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપી ખરીદી કરવા આવેલ ઈસમો સોદો કરી રહ્યા હતા. ત્યારે ડુપ્લીકેટ પોલીસ બની રેડ કરી 39 લાખ રોડ લઈ ખરીદી કરવા આવેલ લોકોને ડુપ્લીકેટ પોલીસ સાથે લઈ જઈ હાઇવે ઉપર ઉતારી દઈ પૈસા લઈ રવાના થઈ જતા ફરિયાદીએ ધરમપુરમાં પોલીસ ફરિયાદ આપી હતી. જે કેસમાં અત્યાર સુધી 6 આરોપી ઝડપાઇ ચુક્યા છે.
આરોપી તરીકે ડુપ્લીકેટ પોલીસ:આરોપી તરીકે ડુપ્લીકેટ પોલીસની રેડ કરવા આવેલો ઓરીજનલ પોલીસ કર્મી ઝડપાયો છે. બારસોલમાં સોનાના બિસ્કિટ સસ્તા ભાવે આપવાના કેસમાં ખરીદી કરવા આવેલ ગ્રાહક વાટાઘાટ કરતા હતા. ત્યારે જ પોલીસ બની ત્રણ લોકોએ રેઇડ કરી હતી અને ફરિયાદીને પોતાની સાથે કાર માં બેસાડી લઈ જઈ ચીખલી તરફ હાઇવે ઉપર છોડી દીધા હતા. જોકે નાણાં લઈ ફરાર થઈ ગયા હતા. જે અંગે ફરિયાદ કરતા ધરમપુર પોલીસે 6 આરોપીને અગાઉ ઝડપી લીધા છે. જે તપાસ માં પોલીસ બનીને રેડ કરવા આવેલ ઓરીજનલ પોલીસ કર્મી જીતેન્દ્ર ઉર્ફે જેપી પંડ્યા ને મધ્યસ્થ જેલ માંથી ટ્રાન્સફર વોરન્ટ થી પોલીસ ધરમપુર લઈ આવી હતી. જે ગોમતીપુર હેડ કોર્ટરમાં પોલીસ કર્મી હોવાનું બહાર આવ્યું છે.
શુ હતો આખો કેસ: 2022 માં ડિસેમ્બર માસમાં ધરમપુરના બારસોલ ગામે એક ખાનગી વ્યક્તિના પ્રવીણ ઉર્ફે ઈશ્વર છગન પટેલના નિવસ્થાને ફરિયાદી આમીન અકબર લાલાણી પોતાની બહેન સાથે સસ્તા ભાવે બિસ્કિટ ખરીદી કરવા પોતાની સાથે 39 લાખ રોડક લઈ પહોંચ્યા હતા. જોકે તેઓ હજુ સોનાના બિસ્કિટ જુઓ અને લે વેચની વાત કરે એ પહેલાં જ એક વાહન માં આવેલ ત્રણ ઈસમો પોલીસ હોવાનું જણાવી તેમને પોતાની સાથે કારમાં બેસાડી લઈ હાઇવે ઉપર રવાના થઈ જાય છે. તેમની પાસે રહેલ પૈસા લઈ તેમને હાઇવે ઉપર છોડી દઈ ને ફરાર થઇ જાય છે. સમગ્ર બાબતની હકીકત અંગે ફરિયાદી એ તરીખ 17-12-22ના રોજ ધરમપુર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ કરતા સમગ્ર કિસ્સામાં 6 આરોપી અત્યાર સુધી ઝડપાઇ ચુક્યા છે
મુખ્ય ભેજાબાજ: સમગ્ર કેસમાં 7 આરોપી ધરપકડ થઈ ચૂકી છે. પરંતુ હજુ એક આરોપી જે સમગ્ર કેસમાં મુખ્ય ભેજાબાજ છે તે હજુ પોલીસ પહોંચ થી દુર છે. છતાં તપાસ ચાલી રહી છે. એ મુખ્ય સૂત્રધાર કિરીટ બાબુ નામનો ઇસમ છે. જે પોતાની જાતને ડેપ્યુટી મામલતદાર હોવાનું દર્શાવતો હોવાનું તપાસ દરમ્યાન બહાર આવ્યું છે. ત્યારે હવે પોલીસે મુખ્ય સૂત્રધાર ને શોધી કાઢવા માટે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે.