વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ LCBની ટીમે બાતમીના આધારે સરીગામ લક્ષ્મીવિદ્યાપીઠ સ્કૂલની પાછળ ફળિયામાં ડુંગર ઉપર જુગાર રમતા 8 ઈસમોની ધરપકડ કરી હતી. જેમાં 26,320 રૂપિયા, દાવ ઉપરના 1200 રૂપિયા, મોબાઇલ 18500 રૂપિયાના 7 નંગ મોબાઇલ, અને 1,20,000ની કિંમતની 4 બાઇક મળી કુલ 1,66,020 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જેમાં દિલીપ ઉર્ફે દિપુ ચંપક કહાર, ભરત છગન દુબળા, સમીમખાન ઇદારતખાન, ઇમરાનખાન અકરમખાન, દત્તુ દેવીયા વારલી, દિલીપ મન્થુ વારલી, રસીક ચેતા વાડુ, જીગર પ્રેમા આહીર ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ભીલાડમાં રહેતો વિજય વારલી,બાઇક નં. જીજે-15-જેજે-8369નો ચાલક અને મોપેડ નં.જીજે-21-બીએ-2149ના ચાલકને વોન્ટેડ જાહેર કરાયો હતો.