વલસાડઃ ધરમપુર નજીકમાં આવેલા એક ગામમાં રહેતી 19 વર્ષીય સગીરા રિક્ષામાં બેસીને જતી હતી તે દરમિયાન બાજુના ગામમાં રહેતા તેજસ પટેલ નામના યુવકે તેનો પીછો કરી તેને ફોન નંબર આપી મિત્રતા કેળવવા પ્રયાસ (Complaint of rape in Dharampur)કર્યો હતો. જો કે યુવતીએ બાદમાં તેની સાથે મિત્રતા બંધાયા બાદ અવારનવાર ફોન ઉપર કલાકો સુધી વાતો કરતા હતા. તે બાદ બન્ને વચ્ચે મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમી હતી અને યુવકે સગીરાને લગ્ન(Rape case in dharampur) કરવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ ગોંડલમાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ આચરનાર હવસખોરને 20 વર્ષની સજા
લગ્ન કરવાની ના પાડી દેતા સગીરા મુશ્કેલીમાં મુકાઇ - સગીરાના પરિવારજનોએ આપેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર પ્રેમસંબંધ બંધાયા બાદ યુવક તેજસ પટેલ સગીરાના ઘરે તેમજ અનેક સ્થળો પર સગીરાને પોતાની (Marriage tempted to commit adultery)કારમાં ફરવા માટે લઈ ગયો હતો. જો કે આ સંબંધ અંગે યુવકના પરિવાર જાણ હતી તેમણે સગીરા આંતર જાતિની હોવાથી લગ્ન કરવા અંગે ના પાડી હતી જેને લઇ યુવકે પણ આ સગીરા સાથે લગ્ન કરવાની ના પાડી દેતા સગીરા મુશ્કેલીમાં મુકાઇ હતી.
અગાઉ સમાધાન પણ કરવામાં આવ્યું હતું - આ સમગ્ર પ્રેમ પ્રકરણ અને લગ્નની લાલચ (marriage in Dharampur)અંગેના કિસ્સા માટે યુવક અને યુવતીનું જીવન ન બગડે તે માટે યુવતીના પિતા તેમજ યુવકના માતા-પિતા અને ગામના અગ્રણીઓ વચ્ચે બે જેટલી પાંચ બેઠક પણ મળી હતી. જેમાં અગાઉ સમાધાન પણ કરવામાં આવ્યું હતું અને યુવક લગ્ન કરશે તેવી ખાતરી પણ આપી હતી, પરંતુ તેમ છતાં છેલ્લા કેટલાક દિવસથી આ યુવક યુવતી સાથે ફોન પર યોગ્ય રીતે વાતચીત ન કરતો હોય તેમજ સંબંધ પણ ન રાખતો હોય પરિવારજનો મૂંઝવણમાં મુકાયા હતા.
આ પણ વાંચોઃ Misdemeanor case in Surat : સુરતમાં નરાધમે 14 વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું
પરિવારે પોલીસ ફરિયાદ કરી - ચાર વર્ષ સુધી પ્રેમ સંબંધ રાખ્યા બાદ અને સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને યુવકે અચાનક સગીરા સાથેના સંબંધો બંધ કરી દેતા સગીરાના પરિવારજનોએ ધરમપુર પોલીસ મથકમાં યુવક તેજસ પટેલ સામે પોલીસ ફરિયાદ કરતા પોલીસે દુષ્કર્મ અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આમ ચાર વર્ષ સુધી પ્રેમ સંબંધમાં સાથે રહી અને લગ્નની લાલચ આપ્યા બાદ યુવકે લગ્નની ના પાડી દેતા પરિવારજનોએ કાયદાકીય રાહ પકડી છે.