ETV Bharat / state

Kaprada Water Problem : ઘોટવણ ગામે જીવના જોખમે પાણી મેળવી રહી છે મહિલાઓ, કરોડોની યોજના છતાં વલખાં - Astol Group Water Supply Scheme

કપરાડાના ઘોટવણ  મુલગામ  ફળીયાના લોકોએ ઉનાળામાં સર્જાતી (Kaprada Water Problem) પાણીની સમસ્યા દૂર કરવાની માંગ કરી છે. મહત્વનું છે કે, પાણી પુરવઠા પ્રધાનનો (Kaprada Astol Water Scheme) વિસ્તારમાં મહિલાઓ જીવનના જોખમે ઉજાગરા કરીને એક ટીપું પાણી માટે વલખા મારે છે.

Kaprada Water Problem : ઘોટવણ ગામે જીવના જોખમે પાણી મેળવી રહી છે મહિલાઓ, કરોડોની યોજના છતાં વલખાં

author img

By

Published : Apr 6, 2022, 1:56 PM IST

વલસાડ : કપરાડાના સુલીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલા ઘોટવણ મુલગામ ફળીયામાં (Kaprada Water Problem) એપ્રિલ શરૂ થતાં વહેલી સવારે આખું ગામ પાણી ભરવા જાગે છે. મહિલાઓને એક બેડું પાણી ભરવા કલાકો સુધી કુવા ઉપર બેસી રહેવું પડે છે. અને જીવના જોખમે કુવામાં ઉતરવાની ફરજ પડે છે. ત્યારે એક બેડું પાણી નસીબ થાય છે. અહીંની મહિલાઓની માંગ છે કે સરકાર પાણીની યોગ્ય વ્યવસ્થા કરે અથવા તો અસ્ટ્રોલ જૂથ યોજનાના પાઇપો તેમના ગામ સુધી પહોંચતા કરે જેથી 586 કરોડની યોજનાનો લાભ તેમને પણ મળી શકે.

ઘોટવણ ગામે જીવના જોખમે પાણી મેળવી રહી છે મહિલાઓ

એક બુંદ પાણી માટે લોકોને હાલાકી - દક્ષિણ ગુજરાતમાં ચોમાસા દરમિયાન ગણવામાં આવતા વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 100 ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાઈ છે. પરંતુ ઉનાળો આવતાની સાથે કપરાડા તાલુકામાં પીવાના પાણીની વિકટ (Summer Water Problem in Gujarat) સમસ્યા સર્જાય છે. વિવિધ ગામોમાં કૂવા અને હેન્ડપમ્પમાં પાણીના સ્તર નીચે ઉતરી જતાં મહિલાઓને પીવાના પાણી ભરવા માટે કલાકો સુધી કુવા ઉપર કે હેડ પંપ પાસે બેસી રહેવાની ફરજ પડે છે.

પીવાના પાણી માટે પણ ફાફા - સવારે ઉઠતાની સાથે પ્રાથમિક જરૂરિયાત હોય તો તે પાણી છે મને આ જરૂરિયાત પૂર્ણ કરવા માટે ગ્રામીણ કક્ષાએ વસવાટ કરતી મહિલાઓને વહેલી સવારે ત્રણથી ચાર વાગે ઊઠવાની ફરજ પડે છે. કારણ કે જમીન સ્તરમાં નીચે ઉતરી ગયેલા. પાણીને ભરવા માટે કુવા ઉપર કે હેડ પંપ પાસે સમગ્ર ફળિયાની બહેનો પોતાના બેડાઓ લઇ લાઈનમાં ઊભેલી જોવા મળે છે. રસોઈ બનાવવા ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતું પાણી કે પોતાના પશુઓ અને ઢોરઢાંખર માટે પણ પાણી મળતું નથી.

આ પણ વાંચો : રાજ્યના દુર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા-ધરમપૂર માટે 797 કરોડની ઉદવહન સિંચાઇ યોજનાને મંજૂરી

1200 લોકોની વસ્તીમાં એક કૂવો અને એક હેન્ડપંપ - લોકોને પીવાનું પાણી મેળવવા માટે એકમાત્ર હેડ પંપ અને કુવા ઉપર જવાની ફરજ પડે છે. ફળીયાથી લગભગ એક થી દોઢ કિલોમીટરના અંતરે આ કૂવો અને હેન્ડપંપ આવેલા છે. કૂવામાં પાણી પણ સાવ નજીવું છે. મહિલાઓ પથ્થરની સપાટી ધરાવતા આ ખાલી કૂવામાં (Water problem in Valsad) જીવના જોખમે કોઈપણ સહારા વગર ઉતારવાની ફરજ પડે છે. અંદર ઉતર્યા બાદ પણ નાનકડા ખોબા જેટલું પાણી મળે છે.

કરોડોની યોજના છતાં એક ટીપું પાણી માટે વલખાં - કપરાડા તાલુકાના 30થી વધુ ગામોને પીવાનું પાણી મળે તે માટે સરકાર દ્વારા 586 કરોડની પાણી પુરવઠા યોજના અમલમાં છે. જેમાં મધુબન ડેમના દમણગંગા જળાશય માંથી પાણી ઉઠાવી (Water supply scheme in Kaprada) ધરમપુર અને કપરાડા તાલુકાના ગામોમાં પીવાનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી આ યોજના અન્ડર પ્રોસેસ છે. ત્યારે કરોડોની યોજના હોવા છતાં પણ કપરાડાના કેટલાક ગામોમાં ઉનાળો શરૂ થતાં પીવાના પાણી માટે લોકો વલખાં મારી રહ્યા છે. વળી મહત્વનું છે કે પાણી પુરવઠા પ્રધાનનો વિસ્તાર હોવા છતાં પણ આ વિસ્તાર પાણી માટે વલખા મારવા પડે છે.

આ પણ વાંચો : વલસાડના કપરાડામાં ધસમસતા પાણીના પ્રવાહમાંથી અંતિમ યાત્રા કાઢવા લોકો થયા મજબૂર

સ્થાનિકોની પાણીને લઈને માંગ - સ્થાનિક લોકોની માંગ છે કે 583 કરોડની અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાની (Astol Group Water Supply Scheme) પાઈપ લાઈન તેવું આ ગામ સુધી પહોંચે. જેથી કરીને વર્ષોથી એપ્રિલ અને મે માસમાં પીવાના પાણીની વર્તાતી તંગી દૂર થાય અને મહિલાઓને ઉજાગરા કરવાની જરૂર ન પડે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.