ETV Bharat / state

ભિલાડની GHCL કંપનીમાં પગારને લઈને કામદારો વિફર્યા

ઉમરગામ તાલુકાના વિવિધ એકમોમાં પગારને લઈને ચાલી રહેલા હોબાળામાં વધુ એક કંપનીના કામદારોને સમાવેશ થયો હતો. ભિલાડમાં આવેલી GHCL કંપનીમાં કામ કરતા 4000 જેટલા કર્મચારીઓ પાસે 12-12 કલાક કામ કરાવી પગાર નહિ ચૂકવતા કામદારોએ કંપનીમાં જ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

વલસાડના ભિલાડમાં GHCL કંપનીમાં પગારને લઈને કામદારો વિફર્યા

author img

By

Published : May 10, 2020, 1:21 PM IST

વલસાડ: જિલ્લાના ભિલાડ ખાતે આવેલી GHCL કંપનીમાં જનરલ મેનેજર જે.પી. મલ્હોત્રાએ મે મહિનાના પગાર પેટે 5 હજાર રૂપિયા એડવાન્સ આપવાની નોટિસ જાહેર કરતા તેમજ આ કામદારોનો એપ્રિલ મહિનાનો પગાર પણ બાકી હોવાથી કંપનીમાં કામ કરતા કર્મચારીઓએ હોબાળો મચાવ્યો હતો.

વલસાડના ભિલાડમાં GHCL કંપનીમાં પગારને લઈને કામદારો વિફર્યા

કામદારોએ કંપનીમાં પ્રોડક્શન યૂનિટમાં ભારે શોરબકોર કરી કામ બંધ કરી દીધું હતું અને આક્ષેપ કર્યો હતો કે, લોકડાઉનમાં પણ કંપનીમાં નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, 8 કલાકની જગ્યાએ 12-12 કલાક કામ કરાવવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.