ETV Bharat / state

ગણપતિનું દમણગંગા નદીના કિનારે ભક્તોએ કર્યું વિસર્જન - damanganga river

વાપી: સમગ્ર વલસાડ જિલ્લામાં અને સંઘ પ્રદેશ દમણ દાદરા નગર હવેલીમાં ગણેશ મહોત્સવ ગણેશની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ ભક્તોએ વાપીની દમણગંગા નદી કિનારે તેમજ દમણના દરિયા કિનારા સહિત વિવિધ નદીઓમાં ગણેશ મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. મોટેભાગે પોતાના ઘર કે સોસાયટીમાં બિરાજમાન કરેલા ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાપીમાં વસતા ગુજરાતી, મરાઠી અને બંગાલી સમાજના લોકોએ બાપ્પાની અંતિમ આરતી ઉતારી વિદાય આપી હતી.

etv bharat vapi
author img

By

Published : Sep 4, 2019, 6:40 AM IST

વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં 10 હજારની આસપાસ ગણેશ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. જેના વિસર્જન માટે વાપીમાં દમણગંગા નદી, દમણના દરિયા કિનારા સહિત જિલ્લાની વિવિધ નદીઓ પર વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દોઢ દિવસની મૂર્તિનું સ્થાપન કરનારા ગણેશ ભક્તોએ ગણેશજીની પ્રતિમાની ભક્તિભાવપૂર્વક અંતિમ આરતી કરી ભીની આંખે વિસર્જિત કરી હતી.

ગણપતિનું દમણગંગા નદીના કિનારે ભક્તોએ કર્યું વિસર્જન

દમણ ગંગા નદી કિનારે વાપીમાં વસતા ગુજરાતી, મરાઠી અને બંગાલી સમાજના લોકોએ દોઢ દિવસની મૂર્તિના વિસર્જન પ્રસંગે જણાવ્યું હતું કે દુંદાળા દેવને જ્યારે ધામધૂમથી ઘરે લાવીએ છીએ ત્યારે તેની પૂજા અર્ચના કરવામાં જેટલો ઉત્સાહ હોય છે. તેનાથી અનેક ગણું દુઃખ બાપ્પાના વિસર્જન વખતે થાય છે. દોઢ દિવસ ઘર અને સોસાયટીમાં ઉત્સાહનો માહોલ હોય છે. ગણપતિજીના વિસર્જન પ્રસંગે દમણ ગંગા નદી ખાતે પોલીસ સમન્વયની ટીમ દ્વારા વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. દમણગંગા નદી કિનારે ફાયર અને પોલીસની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. જેઓ આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક સમાન તમામ મૂર્તિઓનું નદીના પ્રવાહમાં વિસર્જન કરાવે છે.

દમણગંગા નદી કિનારે પ્રથમ દોઢ દિવસના ગણપતિ વિસર્જન દરમ્યાન 245 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યારે સમગ્ર વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ મળી અન્ય નદીઓ, દરિયા કાંઠે 1200 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરી ભક્તિભાવ સાથે ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે લવકર્યાના નાદ સાથે વિદાય આપી હતી.

Intro:story approved by assignment deal

વાપી :- વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં અને સંઘ પ્રદેશ દમણ દાદરા નગર હવેલીમાં ગણેશ મહોત્સવ અંતર્ગત દોઢ દિવસની ગણેશની સ્થાપના કરનાર ગણેશ ભક્તોએ મંગળવારે વાપીની દમણગંગા નદી કિનારે તેમજ દમણના દરિયા કિનારા સહિત વિવિધ નદીઓમાં ગણેશ મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. મોટેભાગે પોતાના ઘર કે સોસાયટીમાં બિરાજમાન કરેલા ગણપતિજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાપીમાં વસતા ગુજરાતી, મરાઠી અને બંગાલી સમાજના લોકોએ બાપ્પાની અંતિમ આરતી ઉતારી વિદાય આપી હતી. અને આવતા વર્ષે જલ્દી આવવા પ્રાર્થના કરી હતી.

Body:વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં 10 હજારની આસપાસ ગણેશ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. જેના વિસર્જન માટે વાપીમાં દમણગંગા નદી, દમણના દરિયા કિનારા સહિત જિલ્લાની વિવિધ નદીઓ પર વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મંગળવારે દોઢ દિવસની મૂર્તિનું સ્થાપન કરનારા ગણેશ ભક્તોએ ગણેશજીની પ્રતિમાની ભક્તિભાવપૂર્વક અંતિમ આરતી કરી ભીની આંખે વિસર્જિત કરી હતી.

દમણ ગંગા નદી કિનારે વાપીમાં વસતા ગુજરાતી, મરાઠી અને બંગાલી સમાજના લોકોએ દોઢ દિવસની મૂર્તિના વિસર્જન પ્રસંગે જણાવ્યું હતું કે દુંદાળા દેવને જ્યારે ધામધૂમથી ઘરે લાવીએ છીએ ત્યારે તેની પૂજા અર્ચના કરવામાં જેટલો ઉત્સાહ હોય છે. તેનાથી અનેક ગણું દુઃખ બાપ્પાના વિસર્જન વખતે થાય છે. દોઢ દિવસ ઘર અને સોસાયટીમાં ઉત્સાહનો માહોલ હોય છે. બાપાને ઘરના સ્વજન સમાન ગણી પૂજા-અર્ચના સાથે તેમને ભાવતા ભોજનીયા કરાવીએ છીએ,આરતી ઉતારીએ છીએ. આ દિવસ દરમિયાન ઘરમાં ઉત્સાહનું વાતાવરણ રહે છે. બાપા દરેક મનોકામના પૂર્ણ કરતા હોય આ દિવસો દરમ્યાન બાપા પાસે પરિવારમાં સુખ સંપત્તિ રહે તેવા આશીર્વાદ માંગીએ છીએ.

ગણપતિ વિસર્જન વખતે દમણગંગા નદી કિનારે વાપીમાં વસતા દેબનાથ પરિવારે પણ બાપાની અંતિમ આરતી ઉતારી વિસર્જન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે અમારે ત્યાં બંગાળમાં દુર્ગા પૂજાનું ખૂબ જ મહત્વ છે. પરંતુ અમે વાપીમાં રહેતા હોય અમારા માટે ગણપતિ બાપાનું ખૂબ જ મહત્વ છે. એ માટે ગણેશ મહોત્સવનું આયોજન કર્યું હતું. ગણેશજીની મૂર્તિ લાવી તેનું પૂજન-અર્ચન કર્યું હતું. આજે બાપ્પાની આ વિદાય અમારા માટે દુઃખની લાગણી ઉત્પન્ન કરતી વિદાય છે. પરંતુ બાપાને વિદાય આપવી એ પણ જરૂરી છે. એટલા માટે એક આંખમાં હર્ષના આંસુ તો બીજી આંખમાં વિદાયના આંસુ સાથે ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરીએ છીએ.

ગણપતિજીના વિસર્જન પ્રસંગે દમણ ગંગા નદી ખાતે પોલીસ સમન્વયની ટીમ દ્વારા વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. દમણગંગા નદી કિનારે ફાયર અને પોલીસની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. જેઓ આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક સમાન તમામ મૂર્તિઓનું નદીના પ્રવાહમાં વિસર્જન કરાવે છે. મૂર્તિના વિસર્જન વખતે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે માત્ર ને માત્ર મોટેરાઓને જ નદીના પટમાં વિસર્જન કરવા જવા દેવામાં આવે છે. બહેનો-બાળકોને નદી કિનારે બેરીકેટ લગાડી ત્યાં જ થોભાવવામાં આવે છે. આજની દોઢ દિવસની ગણેશ મૂર્તિના વિસર્જનમાં ખૂબ જ શાંતિનો માહોલ જળવાઇ રહ્યો હતો. ગણેશ પ્રતિમા લઈને વિસર્જન કરવા આવતા તમામ ભાવિક ભકતોને માત્ર ગણેશની મૂર્તિ જ પાણીમાં પધરાવવાની પરમિશન હોય, પ્લાસ્ટિક સહિતની અન્ય ચીજવસ્તુઓને અલગ-અલગ કરાવી પાણીમાં પ્લાસ્ટિકનો કચરો પડે નહીં અને નદીનું પાણી પ્રદૂષિત થાય નહીં તેની પણ તકેદારી રાખવામાં આવી છે.

Conclusion:ઉલ્લેખનીય છે કે, દમણગંગા નદી કિનારે પ્રથમ દોઢ દિવસના ગણપતિ વિસર્જન દરમ્યાન રાત્રીના 8 વાગ્યા સુધીમાં 245 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યારે સમગ્ર વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ મળી અન્ય નદીઓ, દરિયા કાંઠે 1200 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરી ભક્તિભાવ સાથે ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે લવકર્યા ના નાદ સાથે વિદાય આપી હતી.

bite 1, :- રાજેશ પટેલ, ગણેશભક્ત, વાપી
bite 2, :- મમતા દેબનાથ, ગણેશભક્ત, વાપી
bite 3, :- મુકેશ ઉપાધ્યાય, વ્યવસ્થાપક, પ્રમુખ, પોલીસ સમન્વય ટિમ
bite 4, :- સંગીતા પાટીલ, ગણેશભક્ત, વાપી ગુજરાતી bite
bite 5, :- સંગીતા પાટીલ, ગણેશભક્ત, મરાઠી bite
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.