વલસાડ પારડી તાલુકાની પાર નદીના કિનારે પ્રખ્યાત ગાયિકા વૈશાલીનો (Singer Vaishali Balsara )કારમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ (singer vaishali balsara found dead) હતી. તેના મોત અંગે અનેક સવાલો ઉઠી રહ્યા હતા. જે અંગે પોલીસે ગંભીરતા પૂર્વક તપાસ શરૂ (Vaishali Balsara murder case )કરી હતી. પોલીસે મૃતદેહને ફોરેન્સિક માટે સુરત મોકલ્યો હતો. જેમાં ગળું દબાવી હત્યા થઈ હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં બહાર આવ્યું છે.
આ પણ વાંચો નવરાત્રી 2022 માટે સુરતીઓને મળશે આ પ્રસિદ્ધ ગાયિકાનો સ્વર સથવારો નવરાત્રીનું નવું આલબમ લોન્ચ થશે
હત્યા અંગે અનેક શંકા કુશંકાઓ ઉદભવી વલસાડની જાણીતી ગાયિકા વૈશાલી બલસારા ઘરેથી કંઈ પણ કહ્યા વિના ચાલી ગયા(Valsad Vaishali Balsara Murder Case) બાદ તેનો મૃતદેહ પારડી નજીક પાર નદીમાં પાર્ક કરેલી બલેનો કારમાં મળી આવી હતી. જોકે તેની હત્યા અંગે અનેક શંકા કુશંકાઓ ઉદભવી રહી હતી. જે બાબતે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
નજીકના વ્યક્તિએ હત્યા કરી હોવાની આશંકા કારમાં મળેલ મૃતદેહ અંગે પોલીસ ઘટના ગંભીર બની હતી અને મૃતકના મોત અંગે વિગતો મેળવવા માટે પોસ્ટમોટમ સુરત મોકલવામાં આવી હતી. પ્રાથમિક રિપોર્ટ આવ્યો હતો. જેમાં વૈશાલીનું મોત ગળું દબાવી કરવામાં આવ્યું હોવાની વિગતો (FSL Reveal the strangulation)પોલીસને મળતા પોલીસે હત્યાનો ગુનો ઉમેરી તપાસ શરૂ કરી છે. વૈશાલીના મોત અંગે આવેલ રિપોર્ટ મુજબ તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવતા તેની હત્યા કેમ થઈ તે દિશા તરફ પોલીસે તપાસ શરુ કરી છે. વળી તેની હત્યા તેના કોઈ નજીકના વ્યક્તિએ જ કરી હોવાની પ્રબળ આશંકા સેવાઇ રહી છે.
આ પણ વાંચો પ્રખ્યાત ગાયિકાનો કારમાંથી મળ્યો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા તેના પણ સવાલ
પોલીસ ટીમ બનાવી ધમધમાટ શરૂ કર્યો પોલીસે તેમના વિવિધ વિભાગની એજન્સીને સક્રિય કરી 5 થી વધુ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સાથે મોબાઈલ નંબરના આધારે ટેક્નિકલ એનાલિસિસ સહિતની તપાસનો દોર શરુ કર્યો છે. મૃતક વૈશાલી વલસાડના તિથલ રોડ ઉપર સંગીતના કલાસ ચલાવતી હતી. તેમજ વિવિધ ઓરકેસ્ત્રામાં ગાયિકા તરીકે સુર રેલાવતી હતી. તેમના પતિ પણ ગિટાર વાદક છે. બે પુત્રી હોવાનું પણ જાણવા મળ્યું રહ્યું છે.