ETV Bharat / state

Forest Department Valsad: વલસાડના જુજવા ગામમાં દીપડાએ ધામા નાખ્યાં - crowd of people

જુજવા ગામ ખાતે શેરડીની વાડીમાં ડુક્કર પકડવાની જાળમાં ફસાયો હતો દીપડો. ફોરેસ્ટ વિભાગ (Forest Department) દ્વારા પકડવા જતા જ દીપડો જાળમાંથી તક ઝડપી નાસી છૂટયો હતો. દીપડાના ભાગી જવાથી ટોળામાં ધમાચકડી મચી ગઈ હતી. આ સાથે ગભરાઇને લોકોનું ટોળું (crowd of people) ફોરેસ્ટ વિભાગની ટેમ્પા અને અમુક તો પાંજરા પર ચડી ગયા હતા. હાલ ભાગી ગયેલા દીપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવવાની તજવીજ હાથ ધરી છે.

Forest Department Valsad: વલસાડના જુજવા ગામમાં દીપડા અને લોકો વચ્ચે લાગી રેસ

author img

By

Published : Dec 26, 2021, 2:20 PM IST

વલસાડ: જિલ્લાના જુજવા ગામની એક વાડીમાં ડુક્કરના (Pigs on the farm) ઘુસી જવાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી ગયું હતું. આ દરમિયાન જમીનના માલિકનું ડુક્કર પર ધ્યાન પડતા તરતજ ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગ (Forest Department) તાત્કાલિક વાડીમાં પહોંચી હરકતમાં આવ્યું હતું. ફોરેસ્ટ વિભાગ દ્વારા ડુક્કરને ઝપટમાં લેવા જતા જાળીમાં દીપડો ફસાઇ ગયો હતો.

Forest Department Valsad: વલસાડના જુજવા ગામમાં દીપડા અને લોકો વચ્ચે લાગી રેસ

ડુક્કરના વ્યુહચક્રમાં દીપડો ફસાયો

જુજવા ગામ ખાતે અગાઉ પણ વાડીમાં શાકભાજી રોપી હોય ડુક્કરો શાકભાજીનું નુકસાન કરતા હતા. જેથી વાડીના માલિકએ ડુકકરને પકડવા માટે જાળ લગાવી હતી. આ જાણમાં દીપડો ફસાઇ ગયો હતો. આ પ્રકારની ઘટના વારંવાર આકાર લે છે, ત્યારે જૂજવા ગામમાં શેરડીના ખેતરમાંથી (Sugarcane field) ડુક્કર પકડવાના વ્યુહચક્રમાં આજે રવિવારના દીપડો ફસાઈ ગયો હતો. આ વાત ગામમાં પ્રસરી જતા લોકોનું ટોળું દિપડો જોવા માટે એકઠાં થઇ ગયાં હતાં.

દીપડાથી બચવા સાથે લોકોની શારીરિક કસરત થઇ ગઇ

ગામના અગ્રણીઓએ વલસાડ ફોરેસ્ટ વિભાગના અધિકારી (Forest Department Officer) ચંદુભાઈ, હેમાનસૂ ભાઈ અને હાર્દિકભાઈને આ વાતની જાણકારી આપી હતી. ફોરેસ્ટ વિભાગની ટીમ પાજરુ લઈને જુજવા ગામએ દિપડાને પાંજરે પુરવા માટે પહોંચી ગયા હતા પણ દિપડો એટલો ખુંખાર બની ગયો હતો કે, ફોરેસ્ટ વિભાગને જોતાજ જાળ તોડીને દીપડો ભાગવા લાગ્યો હતો જેથી લોકોનું ટોળું દીપડાને ભાગતાની સાથે જ પોતે પણ પોતાની જાન બચાવાની હરિફાઇમાં હતાં.

દીપડાથી બચવા કેટલાક લોકો ઝાડ ઉપર ચડયા

કેટલાક યુવાનો તો દિપડાથી બચવા માટે દીપડો પકડવા લાવેલા પાજરૂ ઉપર ચડી ગયા હતા તો કેટલાક ઝાડ ઉપર ચડી ગયા હતા. દીપડાને પાંજરે પૂરવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા ત્યાંજ જુજવા ગામના ખેતરમાં પાજરૂ ગોઠવવાની તજવીજ હાથ ધરાઈ છે. જોકે સમગ્ર ઘટનાએ લોકોમાં રમૂજ સાથે ભારે ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો:

માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનો અને ફોરેસ્ટ વિભાગે લીધો રાહતનો શ્વાસ

કપરાડાઃ ગેરકાયદે માટી ખનન કરતું એક JCB જંગલ ખાતાએ રેડ કરી કર્યું કબ્જે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.