- સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અંગે અચાનક ચેકિંગ હાથ ધરાતા લોકોમાં ફફડાટ ફેલાયો
- ગ્રામીણ કક્ષાએ વધુ લગ્ન પ્રસંગ હોવાથી સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ
- સરકારની ગાઇડલાનના પાલન સાથે લગ્ન પ્રસંગ કરનારાઓની સંખ્યા વધુ જોવા મળી
- લોકો જાતે જ કરી રહ્યા છે લગ્ન પ્રસંગમાં કોવિડના નિયમોનું પાલન
પારડી: ગુજરાતના મોટા શહેરોમાં વધી રહેલા કોવિડના કેસને લઈને સરકારે લગ્ન પ્રસંગની સિઝનમાં 200ની જગ્યાએ 100 લોકો જઈ શકે એવો નિર્ણય કર્યો છે. જેને પગલે લગ્ન પ્રસંગમાં લોકો ઓછા ભેગા થાય અને સંક્રમણ ઓછું ફેલાય. પરંતુ ગ્રામીણ કક્ષાએ આજે પણ યોજાઇ રહેલા લગ્નમાં કોવિડના નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગેની જાણકારી માટે પારડી તાલુકામાં એક વિશેષ ફ્લાઇંગ સ્ક્વોડનું આયોજન કરવામાં આવ્યું છે.
પરિયા ગામે લગ્ન પ્રસંગે ફ્લાઈગ સ્ક્વોડની ઓચિંતી મુલાકાત
ફલાઇંગ સ્કવોડ ટીમ આજે પરીયા બરવાળી અને રોહીણા લાખણ ફળિયા ખાતે લગ્ન પ્રસંગે ચેકિંગ માટે ગઈ હતી, જોકે પ્રસંગોમાં વધુ વ્યક્તિઓ જોવા મળ્યા ન હતા, તેમજ સોશિયલ ડિસ્ટન્સ પણ જોવા મળ્યો હતો. તેમજ માસ્ક અને સેનેટાઈઝરની પણ વ્યવસ્થા કરવામાં આવેલ હોવાથી કોઈ દંડની કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ અચાનક ચેકિંગ હાથ ધરતા ફફડાટ ફેલાયો હતો.
લોકો સ્વયંં કરી રહ્યા છે કોવિડની ગાઈડલાઈનનું પાલન
કોરોના મહામારીને લઈને સરકારે લગ્ન પ્રસંગે વિશેષ ગાઇડલાઇન બહાર પાડી છે અને ગામડામાં અનેક લગ્ન પ્રસંગ હાલ યોજાઇ રહ્યા છે અને આ લગ્ન પ્રસંગોમાં લોકો સ્વયં પોતાની રીતે જ માસ્ક સેનીટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા જોવા મળી રહ્યા છે.
ગ્રામીણ કક્ષાએ લગ્ન પ્રસંગમાં ચેકિંગ હાથ ધરાતા લોકોમાં ફફડાટ
હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે, જેને લઇને ગ્રામીણ કક્ષાએ અનેક લગ્ન થઇ રહ્યા છે, પરંતુ કોરોનાને કારણે સરકારે ગાઇડલાઇન બહાપર પાડી છે, તે મુજબ લગ્ન લેવા માટે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ તેમ છતાં પણ લોકો સરકારી ગાઇડ લાઇનને અનુસંધાને લગ્ન પ્રસંગનું આયોજન કરી રહ્યા છે,l ત્યારે આવા લગ્ન પ્રસંગમાં અચાનક જ સરકારી ગાડીઓ પહોંચી અને ફલાઇંગ સ્ક્વોડ પહોંચી ચેકિંગ હાથ ધરતા લગ્ન પ્રસંગમાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.
માર્ગદર્શિકાઓનું ચુસ્ત પાલન કરાવવા માટે ફ્લાઈંગ સ્કવોડની રચના કરવામાં આવી
વલસાજ જિલ્લામાં હાલના સંજોગોમાં કોરોના સંક્રમણમાં વધારો જોવા મળ્યો છે. પારડી તાલુકામાં કોવિડ -19ની પ્રવર્તમાન જોગવાઇઓ અને માર્ગદર્શિકાઓનું ચુસ્ત પાલન કરાવવા માટે ફ્લાઈંગ સ્કવોડની રચના કરવામાં આવી છે. જેમાં નગરપાલિકા અને પોલીસ ઓફિસરનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ સ્કવોડ તમામ ગામોમાં લગ્ન પ્રસંગ, ધાર્મિક પ્રસંગ, સામાજીક પ્રસંગમાં તમામ નાગરિકો માસ્ક ફરજીયાત પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને સેનેટાઇઝર ઉપયોગ કરે અને કોઇપણ સંજોગોમાં નિયત નિયમો, જાહેરનામાઓ અને સરકારની માર્ગદર્શિકાનો ભંગ કરેલ જણાય તો સરકાર તરફથી જે દંડની જોગવાઇ કરેલ છે.