- પોલીસની ગાડીઓ એક સાથે શહેરમાં રાઉન્ડ પર નીકળતા શહેરીજનોમાં ફફડાટ
- રાત્રે 8થી સવારે 6 ક્લાક સુધી કરફ્યૂ લાગુ
- સંક્રમણ ન વધે એવા હેતુસર કરફ્યૂનો નિર્ણય
- મહાનગરોને બાદ કરતાં વધુ 9 જિલ્લામાં કરફ્યૂ લાગુ
વલસાડઃ કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નાઈટ કરફ્યૂનો નિર્ણય લેવાયો છે. ત્યારે રાજ્યના મહાનગરો બાદ રાજ્યના વધુ જિલ્લામાં રાત્રિ કરફ્યૂનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેેેમાં વલસાડ જિલ્લો પણ સામેલ છે, ત્યારે વલસાડ જિલ્લામાં રાત્રિ કરફ્યૂનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
આ પણ વાંચોઃ કોરોના અંગે લોકોમાં જાગૃતિ લાવવા જામનગર પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ
SPની આગેવાનીમાં વાહનો દ્વારા ફ્લેગમાર્ચ
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વલસાડ ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ કરી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચમાં જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલા DYSP, PI, PSI સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.
આ પણ વાંચોઃ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વલસાડ પોલીસ દ્વારા શહેરમાં ફ્લેગમાર્ચ
વલસાડ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ ફરી હતી
ફ્લેગમાર્ચ વલસાડ SP ઓફિસથી નીકળી વલસાડ કલ્યાણ બાગ, સ્ટેડિયમ રોડ, આઝાદ ચોક, મોટાબજાર, છીપવાડ દાણાબજાર, હાલર ચાર રસ્તા થઇ તિથલ રોડના વિસ્તારમાં ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું હતું. જે બાદ પરત SP ઓફિસ પર પોલીસ પહોંચી હતી. આમ વલસાડ શહેરમાં કરફ્યૂ દરમિયાન કાયદાનો અમલ કરાવવા માટે પોલીસ સજ્જ બની છે અને ચુસ્ત પણે રાત્રિ દરમિયાન કરફ્યૂનો અમલ શરૂ કરાયો છે.