ETV Bharat / state

વાપીમાં અંગત અદાવતમાં ફાયરિંગ, એક ઘાયલ

author img

By

Published : Nov 15, 2019, 11:50 AM IST

વલસાડ: વાપીના ટાંકી ફળિયા વિસ્તારમાં અંગત અદાવતમાં એક યુવાન પર ફાયરિંગ કરી તમંચા વડે માથામાં માર મારી એક યુવકને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. જ્યારે આ ઘટનામાં હુમલાખોરો પલાયન થતા હાલ વાપી ટાઉનમાં ઘાયલ ઇસમની ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Firing in the old fought in Vapi

વાપીમાં ટાઈપ ટાંકી ફળિયા ખાતે રહેતા અનિકેત મુકેશ પટેલ ગુરુવારે સાંજે પાંચ વાગ્યાના અરસામાં ઘરે હતો. જે દરમિયાન વાપી રેલવે ગરનાળા પાસે આવેલી ચાલી પાસે કેટલાક અજાણ્યા યુવાનો બોલાચાલી કરતા હતા. જેથી રૂમમાં રહેતા લોકોએ તેને જાણ કરતાં તે પોતાની રૂમ પાસે પહોંચ્યા હતો. આ બોલાચાલી કરતા યુવાનો તેમના ફળિયામાં ચારેક માસ પહેલા બેથી ત્રણ યુવાનો સાથે ઝઘડો કર્યો હતો. તેની અદાવત રાખી સમાધાન પેટે બેઠક કરવા આવ્યા હોવાનું જણાવીને અચાનક જ તેમના પર સાતેક ઈસમોએ હુમલો કર્યો હતો.

Firing in the old fought in Vapi
વાપીમાં અંગત અદાવતમાં ફાયરિંગ, એક ઘાયલ

દરમિયાન ટોળામાંથી મિલન નામનો ઈસમે તેની પાસે રહેલા તમંચાથી હવામાં ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ તમંચાના કારતૂસ પુરા થઇ જતા ટોળામાં આવેલા આદર્શ, શિવ, મિલન અરવિંદ, મિલન ઉત્તમ અને વિશાલ નામના ઈસમોએ તેને પકડી લઈ માથામાં તમંચાના હાથા વડે ઘા મારતા તે લોહીલુહાણ થઈ જમીન પર ઢળી પડ્યો હતો. જ્યારે હુમલો કરનારા તમામ યુવાનો ઘટનાસ્થળેથી નાસી છુટ્યા હતા.

વાપીમાં અંગત અદાવતમાં ફાયરિંગ, એક ઘાયલ

ઘાયલ અનિકેતને આસપાસના લોકોએ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં સારવાર મેળવી વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદી નોંધાવી હતી. જેની ફરિયાદ આધારે PIએ પૂછપરછ હાથ ધરી, આરોપીઓને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Intro:Location :- વાપી

વાપી :-  વાપીના ટાંકી ફળિયા ખાતે જૂની અદાવતમાં એક યુવાન પર ફાયરિંગ કરી તમંચા વડે માથામાં માર મારી એક યુવકને ગંભીર રીતે ઘાયલ કરી દેતા ચકચાર મચી ગઇ છે. જ્યારે આ ઘટનામાં હુમલાખોરો પલાયન થતા હાલ વાપી ટાઉનમાં ઘાયલ ઇસમની ફરિયાદ આધારે પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Body:સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ વાપીના જે ટાઈપ ટાંકી ફળિયા ખાતે રહેતા અનિકેત મુકેશ પટેલ સાંજે પાંચ વાગ્યાના અરસામાં ઘરે હતો તે દરમ્યાન વાપી રેલવે ગરનાળા પાસે આવેલી ચાલી પાસે કેટલાક અજાણ્યા યુવાનો બોલાચાલી કરતા હતા. જેથી રૂમમાં રહેતા લોકોએ તેને જાણ કરતાં તેઓ પોતાની રૂમ પાસે પહોંચ્યા હતા અને આ બોલાચાલી કરતા યુવાનો તેમના ફળિયામાં ચારેક માસ પહેલા બે થી ત્રણ યુવાનો સાથે ઝઘડો કર્યો હતો અને તેની અદાવત રાખી સમાધાન પેટે બેઠક કરવા આવ્યા હોવાનું જણાવીને અચાનક જ તેમના પર સાતેક ઈસમોએ હુમલો કર્યો હતો. 

 દરમિયાન ટોળામાંથી મિલન નામના ઈસમે તેની પાસે રહેલા તમંચામાંથી હવામાં ફાયરિંગ કર્યું હતું. ત્યાર બાદ તમંચાના કારતૂસ પુરા થઇ જતા ટોળામાં આવેલા આદર્શ, શિવ, મિલન અરવિંદ, મિલન ઉત્તમ અને વિશાલ નામના ઈસમે તેને પકડી લઈ માથામાં ખાલી તમંચા હાથ વડે ઘા મારતા તે લોહીલુહાણ થઈ જમીન પર ઢળી પડ્યો હતો. જ્યારે હુમલો કરનારા તમામ યુવાનો ઘટનાસ્થળેથી નાસી ગયા હતા.

Conclusion:ઘાયલ અનિકેતને આસપાસના લોકોએ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં સારવાર મેળવી વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદી નોંધાવી હતી. જેમની ફરિયાદ આધારે પી.આઇ.એ પૂછપરછ હાથ ધરી હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.